કોરોના દરમિયાન ફેફસાંની કાર્યક્ષમતા વધારવા માટે તથા ઓક્સિજન લેવલ વધારવા માટે આ મુજબના યોગાસન કરો 

Image Source

કોરોના વાયરસનું સંક્રમણ ફેફસા કમજોર બનાવે છે. આ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે તેની સાથે જ ફેફસાં ને મજબૂત અને સુરક્ષિત રાખવા પણ જરૂરી છે. અને સૌથી જરૂરી છે કે શરીરમાં ઓક્સિજન નું લેવલ વધારવું. ઓક્સિજન નું લેવલ ઓછું થાય છે તો સૌથી વધુ અસર આપણી રોગપ્રતિકારક શક્તિ પર પડે છે. આવી સ્થિતિમાં કોઈ પણ વાયરસ કે પછી બેક્ટેરિયા આપણા શરીર પર હાવી થઈ જાય છે. એટલા માટે જ અમે લાવ્યા છીએ તમારા માટે એવા યોગાસન જે તમારા ફેફસાંની કાર્યક્ષમતા ને તો વધારે જ છે પરંતુ  તેની સાથે જ તેને સુરક્ષિત અને મજબૂત પણ બનાવે છે.

યોગાસન ની શરૂઆત કરતા પહેલા આપણે અંગોના હલનચલનમાં પારંગત થવું પડશે. આ અંગો ના હલનચલન ના ક્રમમાં પ્રથમ

પૂર્ણ હાથ શક્તિ વિકાસ પ્રક્રિયા છે. જે લોકોને કઠિન આસનો કરવામાં તકલીફ પડે છે તે આ અભ્યાસથી આસન અને પ્રાણાયામ નો એક સાથે લાભ લઇ શકે છે.

પૂર્ણ ભુજા શક્તિ વિકાસ યોગ ક્રિયા કરવાની વિધિ

સૌપ્રથમ સાવધાન સ્થિતિમાં ઉભા રહો. ત્યારબાદ બંને પગના પંજા ભેગા કરો. પછી હાથને સીધા ખભાની પાછળ ખેંચી ને છાતી ને બહાર કાઢો. ત્યારબાદ જમણા હાથના અંગૂઠા ની અંદર આંગળી બહાર રહે તે રીતે મુઠ્ઠી બંધ કરો. ડાબા હાથની હથેળીને જાંઘ પર મુકી રાખો, ત્યારબાદ શ્વાસ લેતા-લેતા જમણા હાથને ખભા સામેં લાવો.

ત્યારબાદ શ્વાસ લેતા હાથને માથાની ઉપર લાવો. હવે શ્વાસ બહાર કાઢો અને પોતાની જમણી હથેળી ને ખભા ની પાછળ ના ભાગ થી નીચે લાવો. આ પ્રમાણે ચક્ર પૂર્ણ થશે. હવે જમણા હાથથી સતત દસ વખત ગોળાકાર સ્થિતિ  માં ચલાવો. ત્યાર બાદ ડાબા હાથની મુઠ્ઠી બનાવી ને 

10 વખત ગોળાકાર સ્થિતિ માં ચલાવો.

સાવધાની

યોગ ક્રિયા દરમિયાન શ્વાસ લેવામાં સતર્ક રહો. એક શ્વાસમાં એક ચક્ર પૂરું કરો. હાથ એકદમ સીધા રાખો, શરીરને ટટ્ટાર રાખો, તમને ફેફસા અથવા તો ખભામાં કોઈ તકલીફ છે તો યોગ શિક્ષક ને પૂછીને જ આસન કરો.

આસન થી થતા લાભ

  1. આ પ્રકારના અંગ સંચાલન નો યોગ કરવાથી આપણી પ્રાણશક્તિ નો વિકાસ થાય છે પ્રાણશક્તિ એટલે કે આપણા ઓક્સિજન લેવલમાં વધારો થાય છે.
  2. ઊંડો શ્વાસ લેવાથી અને છોડવાથી ફેફસાંની કાર્યક્ષમતા વધે છે. અને તેના દ્વારા ઓક્સિજન  લેવલ નું સ્તર પણ વધી જાય છે.
  3. ઓક્સિજન નું લેવલ વધવાથી અને ફેફસાં મજબૂત હોવાથી વ્યક્તિ દિવસભર તરોતાજા અનુભવ કરે છે.
  4. તેના નિયમિત અભ્યાસથી હાથ ના સ્નાયુઓ મજબૂત થાય છે તદુપરાંત ખભાની જકડન પણ દૂર થાય છે.
  5. તેના નિયમિત અભ્યાસથી શરીરના તમામ અવયવો માં પ્રાણ શક્તિનો સંચાર થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment