વર્ષ પૂરું તથા કરીલો આ અગત્યના કામો નહિતર પછતાવું પડશે આવતા વર્ષે….

જેટલું જલ્દી આપણે આ વર્ષનું સ્વાગત કર્યું હતું એટલુજ જલ્દી આ વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. કેટલું બધું થઇ ગયું આ વર્ષે. આવામાં જો મનમાં કોઈ સંકોચ રહી ગયો હોય કે આ કામ રહી ગયું પેલું કામ રહી ગયું તો વર્ષ પૂરો તથા આ જરુઈ કામો જલ્દીથી પતાવી દો. નહિતર આવતા વર્ષે થઇ જશો હેરાન પરેશાન અને કરવો પડી શકે છે મુશ્કેલી નો સામનો.

જો તમે પણ 2019ની શરૂઆત કોઈ ઝંઝટ વિના કરવા માંગતા હોવ તો 2018માં 31 ડિસેમ્બર સુધીમાં આ જરૂરી કામ નિપટાવી લેજો. 

ઝીરો પ્રોસેસિંગ ફી પર હોમ લોનઃ

જો તમારો હોમ લોન લેવાનો વિચાર હોય તો SBI (સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા) સારી ઑફર આપી રહી છે. તેમાં 31 ડિસેમ્બર પહેલા એપ્લાય કરનારાઓને કોઈ પ્રોસેસિંગ ફી નહિ આપવાની રહે જેમાં તમે હજારો રૂપિયા બચાવી શકો છો.

પ્રિ-જીએસટી વાળી ચીજો ખરીદોઃ

GST લાગુ પડ્યો તે પહેલાની ચીજો વેચવાની ડેડલાઈન 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આવામાં દુકાનદારોને સ્ટોક ક્લીયર કરવાની ઉતાવળ છે. તેનો ફાયદો ઊઠાવી તમે ડિસ્કાઉન્ટમાં ચીજો ખરીદી શકો છો.

નોન સીટીએસ ચેકબુક બદલાવી દોઃ

જો તમારે તમારા ચેક બાઉન્સ થતા અટકાવવા છે તો 31 ડિસેમ્બર પહેલા ચેકબુક બદલાવી લો. નવી ચેકબુક CTS વાળી છે.

આથી ચેકની ફિઝિકલ મૂવમેન્ટ બચશે અને એમાઉન્ટ જલ્દી ટ્રાન્સફર થશે. CTS ચેકબુકની ઓળખ કરવાના અનેક રસ્તા છે. તેમાંથી સૌથી સરળ એ છે કે ચેકની ડાબી બાજુ CTS 2010 લખેલુ હોવુ જોઈએ.

ઈન્કમ ટેક્સ રિટર્નઃ

2017-18નું ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2018 હતી પરંતુ જો તે તમે ચૂકી ગયા હોવ તો 31 ડિસેમ્બર સુધી ચાન્સ છે.

અત્યારે તમારે 5000 દંડ આપવો પડશે. જો આ ડેડલાઈન મિસ થઈ ગઈ તો 31 માર્ચ 2018 સુધી ટાઈમ છે. ત્યારે તમારે 10,000 રૂપિયા દંડ ભરવો પડશે.

જૂના ડેબિટ-ક્રેડિટ કાર્ડ બદલોઃ

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ બધી જ બેન્કોના જૂના મેગ્નેટિક સ્ટ્રાઈપ કાર્ડને 31 ડિસેમ્બર સુધી બદલવાનો ઓર્ડર આપ્યો છે. આ જગ્યાએ EMV વાળા કાર્ડ આપવાનું કહ્યું છે. તેને શાખા પર જઈને અથવા તો નેટ બેન્કિંગના માધ્યમથી બદલી શકાય છે. 31 ડિસેમ્બર પછી જૂના કાર્ડ બ્લોક થઈ જશે.

હેપ્પી ન્યુ યર 🙂

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ ‘ફક્ત ગુજરાતી’ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi.

Leave a Comment