વાળના ગ્રોથ માટે કરો નિયમિત કરો આ 4 યોગ 

Image Source

યોગ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. અને તે પ્રાચીન ફિટનેસ ફોર્મ જે જીવનની એક નવી રીત પણ છે તે આપણા આંતરિક અને માનસિક સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે ખૂબ જ જાણીતો છે, પરંતુ ત્વચા અને વાળની સમસ્યાને પણ બહેતર કરે છે 

જો તમે મહિલા છો અને નાના વાળથી થાકી ગયા છો અને ઇચ્છો છો કે તમારા વાળ લાંબા હોય એવામાં અમુક યોગાસન તમે કરી શકો છો. જે ખરેખર વાળના ગ્રોથમાં ખૂબ જ મદદ કરે છે. વાળના ગ્રોથનું સારુ સ્વાસ્થ્ય બનાવવા માટે યોગને આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે કારણ કે તે ખૂબ જ આશ્ચર્ય ચકિત પરિણામ આપે છે.

અહીં અમુક આસન છે જે આપણા વાળને ગ્રોથને ખૂબ જ વધારો આપે છે, અને વાળને ખરતા રોકવામાં પણ મદદ કરે છે. તથા તેના સ્વાસ્થ્ય માં સુધારો લાવે છે. આ યોગ કરવાથી આપણા વાળનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું થાય છે.

Image Source

કપાલભાતિ

કપાલભાતિ બે સંસ્કૃત શબ્દો થી બનેલું છે, કપાલ જેનો અર્થ થાય છે ખોપડી, અને ભાતિ જેનો અર્થ થાય છે પ્રકાશ. કપાલ બનાવવાની શરીરની ગતિવિધિ છે જે કાયાકલ્પ, શુદ્ધ અને સ્ફૂર્તિદાયક છે. હાથમાં લેવાથી એક્સરસાઇઝ કપાલ ઝેરી પદાર્થોને સાફ કરવામાં મદદ કરે છે જેનો અર્થ છે કે સંપૂર્ણ માથું અથવા ચહેરા નો ભાગ. આ રીતે તે અસ્તિત્વને વધારો આપવા માટે અને મુક્ત કણોને ઓછા કરવા માટે વાળના ગ્રોથને સક્ષમ કરે છે. તે સિવાય તણાવ અને ચિંતા અને ઓછી કરવામાં પણ મદદ કરે છે જેનું વાળ ખરવામાં ખૂબ મોટું યોગદાન છે.

રીત

  • પીઠ, ગરદન અને માથાને સીધું રાખીને ક્રોસમાં પગ રાખીને બેસો.
  • હાથને ઘૂંટણ અને હથેળીની ઉપરની તરફ રાખો અને તમારા દરેક મસલ્સને આરામ આપો.
  • હવે એક ઊંડો શ્વાસ લો અને પેટના મસલ્સને અંદર કરતા બધી જ હોવાની બહાર કાઢો.
  • આ પ્રક્રિયાને બે મિનિટ સુધી કરો.

ટિપ્સ

કપાલભાતિ નો અભ્યાસ સવારે ખાલી પેટ કરવાની સલાહ આપવામાં આવે છે.

headstand for hair growth

Image Source

શીર્ષાસન

શીર્ષાસન કરવાથી ખોપડીમાં લોહીના સર્ક્યુલેશનને માં સુધારો આવે છે, અને વાળને ખરવાના અને વાળ પાતળા થવાની તથા ટકલાપણા થી છુટકારો મળે છે, આ આસન નવા વાળ ના વિકાસમાં પણ ખૂબ જ મદદ કરે છે. તે વાળને સફેદ થતાં રોકે છે અને વાળના રોગ અને તેના વિકાસ ક્ષમતા સુધી પહોંચવામાં પણ મદદ કરે છે. અને આ રીતે વાળ ના વિકાસ માં સુધારો થાય છે.

રીત

  • સૌપ્રથમ વજ્રાસનમાં ઘૂંટણ ના ટેકે નીચે બેસો.
  • ત્યારબાદ બંને હાથની આંગળીઓને ઇન્ટરલોક કરો.
  • આંગળીઓને ઇન્ટરલોક કર્યા બાદ હથેળીને કટોરી ના આકાર માં રાખી ને ધીમેથી માથાને ઝુકાવીને હથેળી ઉપર મૂકો.
  • ત્યારબાદ ધીમે ધીમે બંને પગને ઉપરની તરફ ઉઠાવો અને ટટ્ટાર રાખો.
  • શરૂઆતમાં તમે પગની ઉઠાવવા માટે દીવાલ અથવા કોઈ વસ્તુ નો સહારો લઈ શકો છો.
  • શરીરને એકદમ સીધું રાખો અને બેલેન્સ ને સારી રીતે બનાવીને રાખો આ સ્થિતિમાં પંદરથી વીસ મિનિટ સુધી રહો.
  • હવે ધીમે ધીમે શ્વાસ છોડતાં પગને નીચે જમીન ઉપર પાછા લાવો.
  • આ આસનને ત્રણથી ચાર વખત કરો.

mountain pose hair growth

Image Source

પર્વતાસન

આ આસન કરવાથી લોહીનું સપ્લાય વધે છે અને તેનું દબાણ માથા ઉપર એટલો તીવ્ર પડે છે જેનાથી માથાના જળની ચામડીને કવર કરે છે અને તેના પોર્સને ખોલી નાખે છે.

રીત

  • સૌપ્રથમ પદ્માસનની મુદ્રામાં બેસો
  • ત્યારબાદ બંને હાથ નમસ્કારની મુદ્રામાં જોડો.
  • ત્યારબાદ શ્વાસ લેતા તમારા માથાને ઉપરની તરફ લઈ જાવ.
  • અને શરીરને ઉપરની તરફ સ્ટ્રેચ કરો.
  • તેને કરતી વખતે આપણા ફેફસા ફેલાઈ જાય છે.
  • ચાર પાંચ વખત ઊંડો શ્વાસ લઇને તમે તમારી સ્થિતિ ને બદલો.

Paschimottanasana for hair growth

Image Source

પશ્ચિમોત્તાનાસન

આ યોગ મુદ્રા મસલ્સને ફેલાવાની સાથે સાથે આરામ પણ આપે છે અને તે ઑક્સિજનના લેવલને તથા માથામાં લોહીના ફ્લો ને પણ વધારે છે. આ આસનમાં શરીર બે ભાગમાં વહેંચાઈ જાય છે પહેલા ભાગમાં શરીર નું દબાણ ઉચિત માત્રામાં દિમાગ તરફ જાય છે અને તેનાથી વાળના સેલ્સ ની અંદર પ્રવાહ થાય છે. તેનાથી તે તેનું કામ યોગ્ય રીતે કરે છે તેનાથી વાળમાં ગ્રોથ વધે છે.

રીત

  • પગની આગળની તરફ ફેલાવતા દંડ આસનમાં બેસો.
  • તમે ઘૂંટણને થોડા વાળીને પણ રાખી શકો છો.
  • ત્યારબાદ હાથને ઉપરની તરફ ઉઠાવો અને કરોડરજજુને સીધી રાખો.
  • કુલ્હાને આગળની તરફ નમાવતા શ્વાસ છોડો.
  • પગની આંગળીઓને તમારી આંગળીઓથી પકડો, અમુક સમય સુધી આ પોઝીશન માં રહીને બહાર આવો.
  • તમે પણ આ યોગાસન કરીને તમારા વાળના ગ્રોથને વધારી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment