સુપર જોબ!! સ્ટેશન પર માત્ર બેસવાનું કામ કરો અને પગાર ૧.૫૯ લાખ મળશે

રજાનો રવિવાર પછી સોમવાર બહુ કંટાળાજનક વીતે છે ક્યારેક તો જોબ છોડી દેવાનું પણ મન થાય છે. એક દિવસમાં ઘણા કામ અને મૂળ પણ ફ્રેશ કરવાનો એ બધું સાથે એડજસ્ટ કરવું અઘરું બની જતું હોય છે. પણ અમે એક નોકરી વિશે જાણકારી આપવાના છીએ, જ્યાં કોઈ કામ કરવાનું નથી બસ આ સ્ટેશન પર આરામથી બેસવાનું તો પણ સેલેરી મળે છે. ચાલો, જાણીએ આ નવીનતમ વાત વિશે.

સ્વીડનમાં આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જ્યાં માત્ર સ્ટેશન પર બેસવાનું અને એ બેસવા માટે પણ સેલેરી મળે છે. સ્વીડનમાં એક પ્રોજેક્ટ ઉપર અત્યારે હાલમાં કામ ચાલુ છે. અહીં આ બેસ્ટ જોબ ઓફર પ્લાન છે. ૨૦૧૭ના વર્ષમાં આ જોબ એમ્પ્લોઇમેન્ટ પ્રોજેક્ટની વિચારધારાનો પાયો નાખવામાં આવ્યો હતો. આ એક પબ્લિક આર્ટ એજેન્સી સ્વીડન અને સ્વીડીશ એડમિનિસ્ટ્રેશનનો સંયુક્ત પ્રોજેક્ટ છે. સામાજિક હેતુ અને સાથે રાજનીતિક ઉદ્દેશથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ અન્ડર એમ્પ્લોઇ કોઇપણ કામ કરી શકે છે અને તેને સેલેરી પણ ચુકવવામાં આવે છે. સ્વીડનમાં એક ગોટનબર્ગ નામનું એક સીટી છે, જ્યાં ટ્રેન માટેનું સ્ટેશન બની રહ્યું છે. આ પ્રોજેક્ટમાં કોઇપણને નાનું અને સહેલું એવું માત્ર કામ કરવાનું છે. આટલી વાત જાણ્યા પછી ઘણાખરા લોકોને એ પ્રશ્ન થતો હશે કે એવું તો વળી કેવું કામ હશે?

કોર્સવેગન ટ્રેન સ્ટેશનમાં જઈને માત્ર લાઈટ ચાલુ કરીને બેસી જવાનું. બાદ તમે જે ઈચ્છો તે કામ કરી શકો છો. જેટલી કલાક બેસવું હોય એટલી કલાક બેસી શકો છો. જેટલો સમય તમે બેઠા રહેશો એટલા સમય માટે ફ્લોરેસેન્ટ લાઈટ ચાલુ રહેશે. જેવી તમારી શિફ્ટ પૂરી થાય કે તરત જ તમારે આ લાઈટ બંધ કરીને સ્ટેશનથી નીકળી જવાનું. આ પ્રોજેક્ટ હેન્ડલ કરતી કંપનીએ જણાવ્યું હતું કે, “એમ્પ્લોય જે ઈચ્છે એ કરી છે, અહીં કોઈ કામ ફિક્સ નથી.”

આ જોબ માટે આવેદન ૨૦૨૫થી શરૂ કરવામાં આવશે અને સ્ટેશન પણ એ વખતે શરૂ કરવામાં આવશે સાથે ૨૦૨૬થી જોબ શરૂ થશે. અહીં જે જોબ કરશે તેને સેલેરી ૨,૩૨૦ અમેરિકન ડોલર આપવામાં આવશે. આ સેલેરીને ઇન્ડિયન રૂપિયામાં જોઈએ તો ૧,૫૯,૫૨૫ જેટલા થાય. વર્ષ દરમિયાન પગારમાં વધારો પણ કરવામાં આવશે. આ નોકરી માટે સૌથી મહત્વની વાત એ છે કે એમ્પ્લોઇને કાયમી નોકરી મળશે અને એ સાથે જીવનભર સેલેરી મળશે. રીટાયર્ડ પર્સનને પણ વેતન આપવામાં આવશે એવી પ્રોજેક્ટ હેન્ડલ કરતી કંપનીએ જાહેરાત કરી હતી.

આ જોબ માટે કોઈ ફિક્સ યોગ્યતાની જરૂર નથી. આ જોબ માટે દુનિયાનો કોઇપણ વ્યક્તિ આવેદન પત્ર ભરી શકે છે. હજુ પણ વધુ જાણકારી જોઈતી હોય તો અમે અહીં લીંક આપી છે તેના પરથી તમે માહિતી મેળવી શકો છો. https://publicartagencysweden.com/konst/west-link-chronotopia/eternal-employment/#_ga=2.182439527.1984349794.1554883058-958677410.1542029377 આ લીંક પર વધુ જાણકારી જાણવા માટેની છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *