ભૂલથી પણ ના કરશો આ દિવસે કોઈ શુભ કામ, થશે અશુભ

જેમકે આપણે દરેક જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં તીથીઓનું ખુબ મહત્વ હોઈ છે. આ તિથિઓમાં અમુક શુભ હોઈ છે તો અમુક અશુભ. જેમ જે ત્રીજ અને તેરસ એટલે કે વગર જોયું મુહુર્ત. આ તિથિમાં લોકો શુભ કાર્ય કરતા હોઈ છે. ઘણા લોકોને તિથી વિશેની પૂરી માહિતી નથી હોતી આવો જાણીએ તેના વિશે.

ભારતીય જ્યોતિષશાસ્ત્ર ચંદ્ર પર આધારિત છે. ચંદ્ર પૃથ્વીથી સૌથી નજીક હોવાથી તેની ગણના પ્રમાણે ધ્યાને લઈને કામ કરવાથી શુભ થાય છે. તિથિએ ચંદ્રની કળા અને વિકળા સાથે સંબંધ ધરાવે છે. ચંદ્રની કળા જોઈને કઈ તિથિ છે તે નક્કી થાય છે.

જેમ કે બીજનો ચંદ્ર અલગ દેખાય છે તો વદ ચોથનો ચંદ્ર અલગ દેખાય છે તો પૂનમનો ચંદ્ર અલગ દેખાય છે. આ ગણના પરથી તિથિ આવે છે. હિંદુ ધર્મમાં 15 તિથિ સુદની અને 15 તિથિ વદની હોય છે. સુદની પંદરમી તિથિએ પૂનમ આવે છે. અને વદની પંદરમી તિથિએ અમાસ આવે છે.

જ્યોતિષશાસ્ત્રમાં પણ તિથિઓને વર્ગીકૃત કરવામાં આવી છે. જેમાં નંદા, ભદ્રા, જયા, રિક્તા પૂર્ણા જેવું વર્ગીકરણ કરવામાં આવે છે. આ તિથિઓમાં ચોથ, નોમ અને ચૌદશને રિક્તા તિથિ ગણવામાં આવે છે. આ દિવસે શુભ કાર્ય કરવાથી શુભ થતું નથી. જો કરવામાં આવે તો શુભતાનો ક્ષય કે શુભત્વમમાં ઘટાડો થાય છે. અર્થાત શુભફળ મળતું નથી.

જ્યારે નંદા તિથિમાં કોઈ પણ પ્રકારની વિલાસિતા અને મનોરંજન સંબંધિત કાર્ય કરવા જોઈએ. જ્યારે ભદ્રા તિથિમાં સ્વાસ્થ્ય અંગેના કાર્ય કરવા જોઈએ. શિક્ષણ અને હરિફાઈ સંબંધી કે વ્યવસાય સંબંધી કાર્ય કરવા જોઈએ. જ્યારે જયા તિથિમાં પ્રતિયોગિતા અને કાનૂની કાર્ય કરવા જોઈએ.

જ્યારે રિક્તા તિથિમાં જો કોઈ કાર્ય કરવા હોય તો ઓપરેશન, દુશ્મનોનો ખાત્મો, દેવામાંથી છૂટકારો મેળવવા અંગેના કાર્ય કરવા જોઈએ. જ્યારે પૂર્ણા તિથિમાં કરવામાં આવેલા તમામ સંકલ્પો સિદ્ધ થાય છે અને તે શુભ ફળદાયી નિવડે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *