નબળી જીવનશૈલી અને ખરાબ ખાન પાન ને કારણે, લોકોમાં હૃદયને લગતા રોગોનું જોખમ વધ્યું છે. આવી સમસ્યાઓ કોઈપણ સમયે હાર્ટ એટેક લાવી શકે છે. ખરેખર, લોહીમાં ગાંઠ થઈ જવાને લીધે, હૃદયને લોહીને પમ્પ કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડે છે, એટલે કે, શરીરના અન્ય ભાગો સુધી લોહી ને પહોંચડવા માંટે વધુ તકલીફ થાય છે. જેના કારણે હૃદયની માંસપેશીઓ ફેલાવા લાગે છે અને હૃદયનો આકાર બદલાવા લાગે છે. હાર્ટ એટેકનું આ એકમાત્ર કારણ છે. ચાલો તમને તેના ચેતવણી ચિન્હ વિશે જણાવીએ.
અસામાન્ય હાર્ટ ધબકારા
જો કોઈ વ્યક્તિ ખૂબ જ નર્વસ અથવા ઉત્સાહિત હોય તો તેને હૃદય ના ધબકારા ઓછા -વધતાં આવે તે સામાન્ય છે. પરંતુ જો તમારી હાર્ટ બીટ થોડી સેકંડથી વધુ સમય માટે અનિયંત્રિત થઈ રહી છે, તો તે એક મોટી સમસ્યા ઉભી કરી શકે છે. આ કિસ્સામાં, તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
હાથ અથવા એડી માં સોજો
જો કોઈ વ્યક્તિના પગ, પંજા અથવા એડી માં સોજો આવવાની સમસ્યા વધી જાય છે, તો તે ગંભીર વિષય બની શકે છે. ડોકટરો કહે છે કે ઘણીવાર જ્યારે વ્યક્તિનું હૃદય લોહીને યોગ્ય રીતે પમ્પ કરી શકતું નથી, ત્યારે હાથ અને પગમાં સોજો વધવા લાગે છે.
પરસેવો
શરીરમાંથી વધારે પડતો પરસેવો થવો એ હાર્ટ એટેકનું લક્ષણ પણ હોઈ શકે છે. ખાસ કરીને જો તમે નીચા તાપમાને એટલે કે ઠંડામાં પણ પરસેવો અનુભવો છો, તો આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
ખભામાં દુખાવો
જો તમારા ખભા અથવા તમારા હાથ સિવાય કમરમાં સતત દુખાવો થતો હોય તો સાવચેત રહો. હાર્ટ એટેક પહેલાં ઘણા દર્દીઓમાં આ લક્ષણો હોય છે.
જડબા, દાંત અથવા માથાનો દુખાવો
ઘણા દર્દીઓ હાર્ટ એટેક પહેલા હાથ, જડબા, દાંત અથવા માથામાં દુખાવાની ફરિયાદ કરે છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા આવી રહી છે તો જલ્દીથી તેની તપાસ કરાવો.
સતત ઉધરસ આવવી
સતત ઉધરસને હાર્ટ એટેક અથવા હાર્ટને લગતા રોગો સાથે જોડવી યોગ્ય નથી. પરંતુ જો તમે હૃદય રોગ સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો પછી સતત ઉધરસ તરફ ધ્યાન આપવાની જરૂર છે. નિષ્ણાંતો કહે છે કે જો ખાંસી વખતે સફેદ કે ગુલાબી રંગનો મ્યુકસ બહાર આવે છે, તો તે હાર્ટ ફેઈલર ના સંકેત હોઈ શકે છે.
શ્વાસ લેવામાં તકલીફ
જો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અથવા સંપૂર્ણ શ્વાસ લીધા પછી પણ જો તમને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહી છે, તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. આ સિવાય કેટલાક લોકોને ગભરાટ, પાચનશક્તિ, હાર્ટબર્ન અને પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.
છાતીમાં બળતરા અથવા અપચો
જો તમારી છાતી સતત બળતી રહે છે અથવા તમે અપચા ની સમસ્યાથી પીડિત છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. ગેરવાજબી અપચો એ હાર્ટ એટેકની નિશાની છે.
ઉલટી
વારંવાર ઉલટી અને પેટમાં દુખાવો પણ હૃદયરોગના હુમલા પહેલા દેખાતા લક્ષણોમાં શામેલ છે. આ પ્રકારના લક્ષણોને ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરો, તરત જ તબીબી સલાહ લો.
નસકોરાં
ઉંઘમાં નસકોરા વાગવાએ એક સરળ વસ્તુ છે. જો કે, નસકોરાના જોરથી અવાજ આવવો એ સ્લીપિંગ એપનિયાનું લક્ષણ છે. રાત્રે સૂતી વખતે ઘણી વખત આપણો શ્વાસ અટકી જાય છે, જેનાથી હૃદય પર વધારાનું વજન આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team