ઉતાવળ માં એબ્સ મેળવવા માટે ન કરશો આ ભૂલો, પહોંચાડી શકે છે નુકશાન

Image source

જો તમે 6 પેક એબ્સ બનાવા માંગો છો અને તેની માંટે રોજ કસરત પણ કરો છો તમારા લક્ષ્ય સુધી પહોંચવા માંટે આટલું કાફી નથી. તેની માંટે સરખી રીતે કસરત કરવી અને ડાયટ ફોલો કરવું ખૂબ જરુરી છે. તે દરમિયાન આ ભૂલો થી બચી ને રહેવું..

ખોટી રીતે ક્રનચેસ કરવું

Image by Keifit from Pixabay

વાત જ્યારે એબ્સ ને ટ્રેન કરવાની હોય તો, સૌથી જરુરી છે ક્રનચેસ. તમે આને કરતાં સમયે તમારી ચીન ને છાતી પાસે લાવો છો અને પીઠ ને ઉપર ની બાજુ એ લઈ જાવ. જેનાથી ગરદન અને પીઠ ના મસલ્સ ખેચાય છે. બીજી ભૂલ એવી થાય છે કે તમારા હાથ ને ગરદન ની નીચે રાખો છો પણ હાથ ને છાતી ની પાસે જ રાખવા.

સાચી ફોર્મેટ યુઝ ન કરવી.

એબ્સ ની મસલ્સ પણ ખભા અને બાયસેપસ જેવી હોય છે. એટલે તેને ટ્રેન થવા માં પણ વાર લાગે છે. જો તમે શરૂઆત માં ખૂબ મહેનત કરો છો, રોજ ખૂબ સ્કવાટ્સ કરો છો તો તેનાથી તમને કોઈ ફાયદો નહીં થાય . અને બોડી માં કસાવ નહીં આવે. હલકા વેટ લિફ્ટિંગ થી શરૂઆત કરવી. અને પછી ધીમે ધીમે તેને ઊચકો.

ખોટી રીતે બોડી મૂવમેન્ટ કરવી.

Image source

એબ્સ બનાવા માંટે તમારે શરૂઆત તમારા શરીર ના વચ્ચે ના ભાગ એટલે કે પેટ થી કરવી. આવા માં વળી ને કરવા વાળી બધી જ કસરત સારી રીતે કરવી. સૌથી પહેલા તો તમારે પગ ઊંચા કરવા. ત્યારબાદ એબ્સ મૂવમેન્ટ કરો. ત્યારબાદ ક્રનચેસ ની અલગ અલગ રીત કરવી.

વધુ સમય સુધી પ્લાનક કરવું.

જો તમારા પેટ ની મસલ્સ મજબૂત છે તો તમે કોઈ પણ પરેશાની વગર પ્લાનક કરી શકો છો. પણ તેનાથી મસલ્સ માં ખેચાણ આવી શકે છે. અને તમને તેની ખબર પણ નહીં હોય. વધુ સમય સુધી પ્લાનક ન કરતાં તેમા થોડો બદલાવ લાવો. જેમ કે એક હાથ કે એક પગ થી તેને કરવું.

ફક્ત સ્પોટ ટ્રેનિંગ કરવી.

Image source

ફક્ત સપોર્ટ ટ્રેનિંગ થી એબ્સ નથી બનતા. તમારે કાર્ડિયો પણ કરવો જોઈએ. અને હેલ્થી ડાયટ પણ ફોલો કરવું. અઠવાડિયા માં બે વાર એબ્સ ની કસરત કરવી. અને વધુ ફિટનેસ માંટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાર્ડિયો,પ્લોમેટ્રિક વર્કઆઉટ જેવી કસરત પણ કરવી.

ખોટી રીતે લેગ લેફ્ટ કરવા.

જ્યારે તમે પગ ઊંચા કરો છો તો કેટલીક વાર પીઠ ખૂબ ઉપર લઈ જાવ છો. જેના લીધે તમે તમારી કમર ને નુકશાન પહોંચડો છો. જેનાથી તમારા મસલ્સ ડેમેજ થાય છે. અને તમને કોઈ ફાયદો થતો નથી.

ફ્લેટ પેટ ની આશા રાખવી

Image source

ફક્ત એબ્સ ની કસરત કરી ને તમે બેલી ને ઓછું નહીં કરી શકો. ક્રનચેસ થી તમે એબ્સ તો બનાવી લેશો પણ તમારે બોડી ના ફેટ ને પણ ઓછું કરવું જોઈએ. ફક્ત એક જ જગ્યા ના ફેટ ને ઓછું કરવા માંટે કસરત ન કરવી.

ખાસ નોંધ : ઉપરોક્ત કોઈ પણ માહિતી ને તમે જો ઉપયોગ મે લેવાના હોવ તો તમારે પેહલા તમારે Health Expert ની સલાહ લેવી આવશ્યક છે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *