આજ સુધી તમે જેને વેસ્ટ સમજતા એ જ છે રીયલમાં બેસ્ટ – ડુંગળીના ફોતરાને ભૂલથી પણ કચરામાં ફેંકતા નહીં

રસોઈમાં સ્વાદ લાવનારી ચીજ હોય તો ડુંગળી. ડુંગળી વગર કોઇપણ વાનગી અધુરી છે એમ કહી શકાય અને ગરીબોની સાથી પણ છે ડુંગળી. ડુંગળીને સલાડ થી લઈને કોઇપણ સ્વાદિષ્ટ રેસીપીની અંદર ઉમેરવાથી અદ્દભુત સ્વાદ લાવી શકાય છે. આ બધા કારણોને એકસાથે ભેગા કરી દઈએ તો ડુંગળીના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે!!

આજના લેખમાં એક નવી જાણકારી લખવામાં આવી છે, આ જાણકારી તમને ક્યાંય જાણવા નહીં મળી હોય અને આ જાણકારીથી તમને ફાયદો પણ થશે. સામાન્ય રીતે દરેક ઘરમાં ડુંગળીનો કોઇપણ જગ્યાએ ઉપયોગ કરવાનો હોય ત્યારે ડુંગળીના ફોતરા કાઢી, ફોતરાને ફેંકી દેવામાં આવે છે. તમે પણ ફોતરાને કચરામાં ફેંકી દેતા હોય તો આ લેખને ધ્યાનથી વાંચી લેજો. અહીં એક એવું જાણકારી લખી છે જે ઘણાખરાને ખબર નથી હોતી.

ડુંગળીના ફોતરાને કચરામાં ફેંકી દેશો નહીં :

આમ તો ગૃહિણીઓ ડુંગળીના ફોતરાને કચરો સમજી કચરાપેટીમાં ફેંકી દે છે પણ તેના ફાયદાઓ જાણી જશે તો ભૂલથી કચરામાં એક ફોતરું નહીં જવા દે. ડુંગળીને એક પ્રકારના દવા પણ માનવામાં આવે છે એવી રીતે ડુંગળીના ફોતરાને પણ દવા જેમ ઉપયોગમાં લઇ શકાય છે.

ડુંગળીના ફોતરાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરી શકાય?

(૧) ડુંગળીના ફોતરાને સાફ કરી ને  રાતે પાણીમાં પલાળી દો. સવાર સુધી ફોતરા પલાળ્યા બાદ તે પાણીને ગાળી લો. આ પાણી સવારે ભૂખ્યા પેટે પીવાથી ગળાની તકલીફથી રાહત થાય છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી અવાજ ખરાબ થઇ જવાની સમસ્યા હોય તો તેના માટે ડુંગળીના ફોતરા છે અકસીર ઈલાજ.

(૨) ઉપર જણાવ્યા મુજબ ડુંગળીના ફોતરા કામ આવે છે પરંતુ અન્ય ઘરગથ્થું ઉપચાર માટે પણ ડુંગળીના ફોતરા કામ આવે છે. તમે એ પણ જણાવી દઈએ – આખી રાત ડુંગળીના ફોતરાને સાફ કરી ને પાણીમાં પલાળી દો અને સવારે આ પાણીને ન્હાતી વખતે ઉપયોગમાં લઇ શકાય છે. વાળને કન્ડીશનર જેવી ટ્રીટમેન્ટ આપવા માટે ડુંગળીના ફોતરાનું પાણી ખુબ કામ લાગશે.

તો હવે આ જાણ્યા પછી તમે પણ ડુંગળીના ફોતરાને કચરામાં ફેંકતા નહીં અને ફોતરાનો વ્યવસ્થિત ઉપયોગ કરીને ફરીથી ઉપયોગમાં લો. આપણી આસપાસની ઘણી વસ્તુઓ એવી હોય છે જે વેસ્ટ લાગે છે પણ ખરેખર એ જ બેસ્ટ હોય છે. એ યાદીમાં જ ડુંગળીના ફોતરાનો સમાવેશ થાય છે.

આશા છે કે આજનો આ લેખ તમને ખુબ પસંદ પડ્યો હશે. આ લેખને તમારા મિત્રો સાથે પણ શેયર કરજો જેથી તેને પણ યોગ્ય માહિતી મળે. વધુ માહિતી માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *