ફ્રિજમાં ભૂલથી પણ ખાવા પીવાની આ વસ્તુઓ મૂકશો નહી, નહીંતર નુકસાન પહોંચી શકે છે

ખાવા-પીવાની દરેક વસ્તુને ફ્રીજમાં રાખીને તેની સ્ટોર કરી અથવા બચાવી શકાય છે, તે એકદમ ખોટું છે.

  • ઘણી વસ્તુઓ એવી છે જેને ફ્રિઝમાં રાખવાથી ખરાબ થઈ જાય છે.
  • તે સ્વાસ્થ્યને નુકશાન પહોચાડે છે.

રેફ્રિજરેટર એટલે ફ્રીજ આજે દરેક ઘરનું જરૂરીયાત બની ચૂક્યું છે. શિયાળો હોય કે ઉનાળો આપણે મોટાભાગનો ખોરાક ફ્રીઝમાં રાખીને સ્ટોર કરીએ છીએ. રાત્રે બચેલો ખોરાક હોય અથવા વધારે બની ગયેલો ખોરાક, શાકભાજી હોય કે ડેરી ઉત્પાદન દરેક ફૂડને ફ્રીઝમાં રાખીને સ્ટોર કરવું આજે ઉપયોગી બની ગયું છે પંરતુ તે એટલું જરૂરી નથી કે ખાવા પીવાની દરેક વસ્તુને ફ્રીજમાં રાખીને સ્ટોર કરી અથવા બચાવી શકાય છે. ઘણી વસ્તુઓ એવી છે જેને ફ્રિઝમાં રાખવાથી તે ખરાબ થઈ શકે છે અને તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

ચાલો જાણીએ કે ફ્રીજમાં ખાવા પીવાની કઈ વસ્તુઓને કોઈપણ કારણ વગર સ્ટોર કરવી જોઈએ નહીં.

કેળા

કેળાને ફ્રીજમાં રાખવા જોઇએ નહીં. શિયાળો હોય કે ઉનાળો કેળાને ઓરડાના તાપમાને જ રાખવા જોઈએ. જો તમે કેળાને ફ્રીજમાં રાખો છો તો તે ઝડપથી ખરાબ થવા લાગે છે અને તે જલ્દી કાળા પડી જશે.

મધ

મધને પણ ફ્રિજમાં રાખવું જોઈએ નહીં. ઓછા તાપમાનમાં રાખવાથી મધમાં ક્રિસ્ટલ બનવા લાગે છે અને તેનો કુદરતી સ્વાદ બગડવા લાગે છે. પ્રયત્ન કરો કે દરેક ઋતુમાં મધને ઓરડાના તાપમાને જ રાખો.

બટાકા

બટાકાને કોઈ પણ સંજોગોમાં ફ્રીજમાં રાખવા જોઇએ નહીં. જો તમે બટાકાને ફ્રિજમાં ઓછા તાપમાને રાખશો તો તેમાં રહેલ સ્ટાર્સ શુગરમાં બદલી જશે અને તે સ્વાસ્થ્યને ઘણું નુકસાન કરશે. ડાયાબિટીસના દર્દીઓ માટે તેવા બટાકા ખૂબ જ જોખમી થઈ શકે છે. તેથી બટાકાને હંમેશા સામાન્ય તાપમાને લાકડાની ટોપલીમાં રાખો.

ટામેટા

આ રીતે, મોટાભાગના લોકો ટામેટાને ફ્રિજમાં રાખવાનું પસંદ કરે છે અને તેનું કારણ છે ટામેટા ઝડપથી ગળવા લાગે છે. પરંતુ ઓછા લોકો એ જાણે છે કે ઓછા તાપમાને ટામેટા ઝડપથી ગાળવા લાગે છે. તેના ઉપરનો ભાગ ગળતા જ ટામેટાના સ્વાદ પર ફ્રીજના તાપમાનની અસર પડે છે અને સ્વાદની સાથે સાથે ટામેટાનો કલર પણ બદલાઈ જાય છે.

કેરી

કેરીને ફ્રીજમાં રાખવી જોઈએ નહીં કેમકે ઠંડા તાપમાનમાં કેરીમાં રહેલ એન્ટી ઓક્સિડન્ટ પૂરા થવાની સાથે તેને પકવવા માટે લગાવેલ કાર્બાઈડ ભેજ મળતા જ કેરીને ખરાબ કરવા લાગે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment