શું તમે જાણો છો રસ્તા પર દેખાતી પીળી અને સફેદ લાઇન ની નું શું રાઝ છે?ચાલો જાણીએ આજ ની આ જોરદાર પોસ્ટ માં..

Image Source

આપણે ફરવા જઈએ છીએ ત્યારે હાઇવે પર રોડ પર આપણે ને કેટલીક સફેદ તો કેટલીક પીળી લાઈનો દેખાય છે. આપણાં માંથી કેટલાક ને આ લાઈનો નો meaning પણ ખબર હશે.પરંતુ ઘણાં લોકો ને તે ખબર પણ નહીં હોય અને જ્યારે તેનો  meaning પૂછવામાં આવે તો તે વિચાર માં પડી જાય છે. આજે આપણે આ લેખ માં રોડ marking વિશે અને તેના meaning વિશે  જાણીશું. જેથી કરીને તમારું જ્ઞાન વધે.

રસ્તા પર દોરવામાં આવેલ આ લાઈનો નો meaning હાઇવે પર ટ્રાફિક ના માર્ગદર્શન અને નિયંત્રણ માટે કરવામાં આવે છે. શું તમે જાણો છો રસ્તા પર દેખાતી પીળી અને સફેદ લાઇન ની પાછળ શું રાઝ છે?? નહીં ને??? તો ચાલો આજે જણાવી દઈએ..

સૌથી પહેલા સીધી દોરેલી સફેદ લાઇન,

Image Source

૧) સફેદ સીધી  લાઇન: કેટલીક વખત રોડ પર આપણે સફેદ સીધી લાઇન જોવા મળે છે.તેનો  meaning એ થાય છે કે  જે લાઇન થી તમારો સફર શરૂ કર્યો છે એજ રસ્તા પર તમારો સફર કરતાં રહો, તમે તમારી સાઇડ  છોડીને બીજી સાઇડ ના જાશો.

તેના પછી બીજા નંબર પર આવે છે,

Image Source

૨) તૂટેલી સફેદ લાઇન:  આ લાઇન આપણ ને  રોડ ની વચોવચ દેખાય છે આ લાઇન એ દર્શાવે છે કે જરૂરત પ્રમાણે તમે તારો રસ્તો બદલી શકો છો. ફક્ત રસ્તો બદલતી વખતે તમારે  સામે થી આવતા  વાહનો નું ખાસ ધ્યાન રાખવું.

Image Source

૩) સીધી પીળી લાઇન: રોડ પર દેખાતી  સીધી પીળી લાઇન એ દર્શાવે છે કે તમે તમારું વાહન એ લાઇન ને ક્રોસ કરી ને ના ચલાવી શકો.

Image Source

૪) તૂટેલી પીળી લાઇન: આ લાઇન દર્શાવે છે કે  જો તમને રસ્તા ની બાજુ થી વાહન ચાલવામાં તકલીફ થતી હોય તો તમે તમારું વાહન આગળ લઈ જઈ શકો છો.

Image Source

૫) તૂટેલી સીધી પીળી લાઇન: રસ્તા પર તમે જોયું હશે કે  આ લાઈનો એક બીજા ની જોડે જોડે જ હોય છે જો તમે સીધી પીળી લાઇન તરફ થી સફર કરી રહ્યા છો તો તમે તમારું વાહન આગળ કાઢી શકો નહીં . અને જો તૂટેલી પીળી લાઇન તરફ થી સફર કરો છો તો તમે તમારું વાહન આગળ સરળતા થી કાઢી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

Author : FaktGujarati Team

Leave a Comment