શું હું ડાર્ક સર્કલને મેકઅપથી છુપાવી શકું છું? જાણો અહી ક્લિક કરી ને સંપૂર્ણ માહિતી

મારી આંખો નીચે ડાર્ક સર્કલ છે, જેના લીધે મારો ચેહરો નિર્જીવ લાગે છે. સારા કપડા અને મોંઘા મેકઅપ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યા પછી પણ ચેહરો સુંદર દેખાતો નથી. કૃપા કરીને કોઇ એવો ઉપાય બતાવો કે જેનાથી ડાર્ક સર્કલ છુપાવી શકાય અને આંખો સુંદર દેખાય. શું ડાર્ક સર્કલને મેકઅપથી છુપાવી શકું છું?

Image Source

હા, મેકઅપ થી તમે સરળતાથી ડાર્ક સર્કલ છુપાવી શકો છો. તમે મેકઅપ કરતી વખતે કન્સીલર કે કલર કરેકટર નો ઉપયોગ કરો. કન્સીલર કે કલર કરેકટર નો ઉપયોગ કરીને તમે તમારા ડાર્ક સર્કલ સરળતાથી છુપાવી શકો છો. કન્સીલર કે કલર કરેકટર નો ઉપયોગ કર્યા પછી જ મેક અપ કરો. આમ કરવાથી તમારી આંખો સુંદર દેખાશે અને પ્રકાશિત થશે.

ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે તમે પાંચ ઘરેલૂ ઉપાય પણ અજમાવી શકો છો. પાંચ ઘરેલૂ ઉપાયથી પણ તમે ડાર્ક સર્કલ થી છુટકારો મેળવી શકો છો.

Image Source

૧. દરરોજ સુતા પહેલા આંખોના કાળા કુંડાળા પર બદામનું તેલ લગાવીને હળવા હાથથી માલિશ કરો. સવારે ઉઠ્યા પછી ઠંડા પાણીથી આંખો ધોઈ લો. કાળા કુંડાળા દૂર થાય ત્યાં સુધી આ ઉપાયને અજમાવો.

Image Source

૨. આંખો નીચે વધારે વર્જિન નાળિયેરનું તેલ લગાવીને હળવા હાથથી માલિશ કરો અને થોડા કલાકો માટે છોડી દો. આ પ્રક્રિયા અમુક મહિનાઓ સુધી દરરોજ કરો. નારિયેળનું તેલ આંખોની આસપાસની ત્વચા ને મોઈશ્ચરાઈઝર કરવા ઉપરાંત બારીક રેખાઓ, સોજા તેમજ કાળા કુંડાળા ને પણ ઓછા કરે છે.

૩. બટાકાને છીણી ને રસ કાઢી લો અને કોટન બોલ ની મદદથી કાળા કુંડાળા પર લગાવવું. વીસ મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. બટાકામાં કુદરતી બ્લીચીંગ ના ઉત્સેચકો મળી આવે છે, જે આંખ નીચેના કાળા કુંડાળા તેમજ સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.

Image Source

૪.કાકડી -કાકડી ને મોટી મોટી સ્લાઈસમાં કાપીને ફ્રીઝમાં ત્રીસ મિનિટ માટે ઠંડી થવા માટે રાખી દો. આ સ્લાઈસને આંખ પર દસ મિનિટ માટે રાખો. પછી આંખોને પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયાની દિવસમાં બે વાર અઠવાડિયા સુધી કરો. કાકડીમાં સ્કિન લાઇટનિંગ તેમજ માઈલ્ડ એંસ્ટીજેન્ટ તત્વ મળી આવે છે, જે ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે. કાકડી આંખોને ઠંડક પણ પહોંચાડે છે.

૫. એક ચમચી ટામેટાના રસમાં અડધી ચમચી લીંબુનો રસ ભેળવીને આંખના કાળા કુંડાળા પર લગાવવું, દસ મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં બે વાર કરવી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *