રસોડામાં દરેક કામ કરો ગણતરીની સેકન્ડોમાં, બીઝી લાઈફની ટોપ ૧૦ ઇઝી ટીપ્સ

બીઝી લાઈફ શેડ્યુલમાં ઘરની દરેક સ્ત્રીને સલામ કરવું પડે એમ છે કારણ કે પુરૂષો તેના ભાગનું કામ વ્યવસ્થિત નથી કરી શકતા ત્યારે અમુક લેડીસ તો ઘરનું અને ઓફીસ કે બીઝનેસનું કામ એમ બંને કામને સંભાળતી હોય છે. બીઝી ડે રહેતો હોય એવી લેડીસને રસોડામાં પણ બહુ ઓછો સમય મળતો હોય છે ત્યારે રસોડામાં રસોઈ અને અન્ય કામ જલ્દીથી કરવા પડે છે.

આજના લેખમાં સ્પેશિયલ લેડીસ માટે નાની-નાની ટીપ્સનું કલેક્શન કરવામાં આવ્યું છે, જેના થકી રસોડામાં ઓછા સમયમાં જલ્દીથી કામ કરી શકાય છે. દરેક લેડીએ આ ટીપ્સને વાંચીને યાદ રાખવા જેવી છે. તો આ લેખને અંત સુધી વાંચીને ક્લોઝ ફ્રેન્ડસ સાથે પણ શેયર કરજો જેથી તેને પણ માહિતી આંગળીના ટેરવે મળી શકે.

લેડીસ માટે બેસ્ટ ૧૦ કિચન ટીપ્સ :

(૧૦) દાળ કે ચોખામાં તપેલીમાં ઉભરો ન આવે એ માટે સહેજ ઘી કે તેલ ઉમેરવું.

(૯) મેથીનું શાક બનાવતી વખતે મેથીની કડવાશ હળવી કરવા માટે મેથીને કાપીને તેને થોડા સમય માટે મીઠાના પાણીમાં પલાળી રાખો ત્યાર બાદ પાણીને નીતારીને શાક બનાવો.

(૮) કાપેલા સફરજન પર સહેજ લીંબુનો રસ લગાવવાથી સફરજન કાળું નહીં પડે.

(૭) લીલા મરચાને ફ્રિજમાં વધુ દિવસો સુધી તાજા રાખવા માટે દાંડીવાળા ભાગને તોડીને એરપૂફ ડબ્બામાં રાખી ડો.

(૬) રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં સહેજ દૂધ ઉમેરવાથી રોટલીનો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગશે.

(૫) ખીર બનાવતી વખતે તેમાં થોડા ચોખા નાખવાથી દૂધ એકદમ ઘટ્ટ થઇ જશે. જો દૂધ પાતળું થઇ ગયું હોય તો આ ઉપાયને અજમાવી શકાય છે.

(૪) સુકા આદુની છાલ ઉતારવા માટે ઠંડુ પાણી બહુ કામ લાગશે. ઠંડા પાણીમાં આદુને થોડો સમય પલળવા દો એટલે આસાનીથી છાલ ઉતારી શકાશે.

(૩) નુડલ્સને બાફ્યા બાદ તેને ચાળણીમાં મૂકી ઉપરથી ઠંડુ પાણી ઉમેરવાથી નુડલ્સ એકદમ છુટ્ટા પડી જશે.

(૨) ભીંડાની શાક બનાવતી વખતે તેમાં સહેજ લીંબુના ટીપા ઉમેરવાથી શાક ચિકાસવાળું બનશે નહીં.

(૧) મિક્ષરની અંદરની જારમાં થોડું મીઠું નાખીને સાફ કરવાથી બ્લેડ એકદમ સારી રીતે ચાલવા લાગશે.

આ છે રસોઈની રાણી માટેની જાણવા જેવી ટીપ્સ, જેને ફોલો કરવાથી રસોઈને રાણીને રાણી બનતા કોઈ અટકાવી શકે નહીં. તો તમે પણ અજમાવો આ ટીપ્સ…

આવી જ રસપ્રદ માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો જેથી તમને તમામ માહિતી જાણવા મળે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment