લાઇફ પાર્ટનર સાથે બોન્ડિંગ વધારવા અને તંદુરસ્ત રહેવા માટે દરરોજ ૨૦ મિનિટ એક સાથે કરો એક્રો યોગા, જેનાથી ઘણા ફાયદા થશે

Image Source

વેલેન્ટાઇન ડે છે તો તમે પણ તમારા પાર્ટનર માટે કંઈક જુદો પ્લાન કરી રહ્યા છો? જો હા તો અમારી પાસે તમારા માટે એક હેલ્ધી વિકલ્પ છે. તમે આ વેલેન્ટાઈન ડે પર તમારા પાર્ટનર સાથે જીવનની શરૂઆત કરી શકો છો. તેની મનોરંજક રીત એક્રો યોગા છે. તેને કપલ યોગાના નામે પણ ઓળખવામાં આવે છે તેનાથી ન ફક્ત તમારું સ્વાસ્થ્ય સારું રહે છે પરંતુ તમારા પાર્ટનરની સાથે બોન્ડીંગ પણ મજબુત બને છે. એક્રો યોગાથી પેટ, હિપ્સ, બાજુ આકારમાં આવે છે. એક્રો યોગા કરવાથી તમે દિવસ દરમિયાન એનર્જી અનુભવી શકશો. તેનાથી તમે કામમાં પણ સંપૂર્ણ દિવસ તાજગીસભર રેહશો. કેટલાક સંશોધન મુજબ એક્રો યોગા કરવાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે. તેનાથી કોલોન અને બ્લડ કેન્સર નું જોખમ ઓછું થાય છે. જો તમે આ યોગ દરરોજ ૨૦ મિનીટ કરશો તો તમારા કમરની ચરબી ઓછી થવા લાગશે. આ વિશે વધુ માહિતી માટે, અમે રવિન્દ્ર યોગ ક્લિનિક, લખનૌના યોગ નિષ્ણાત ડો. રવીન્દ્રકુમાર શ્રીવાસ્તવ સાથે વાત કરી.

Image Source

શું છે એક્રો યોગા?

આ યોગ એક્રોબેટિક્સ સાથે મળીને બને છે તેથી તેને એક્રો યોગાના નામે ઓળખવામાં આવે છે. આ યોગમાં યોગની મુદ્રાને ડાન્સ, રમત, માર્શલ આર્ટ્સની રીતે કરવામાં આવે છે. આ યોગને ૨ લોકો એકબીજા સાથે કરી શકે છે. તેનાથી આપણું શરીર લચીલું બને છે. તમે આ યોગને એન્જોય કરવાની સાથે તમારું વજન સરળતાથી ઓછું કરી શકો છો. તેને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ્ય વિલ્કપ માનવામાં આવે છે.

યુગલોની બોન્ડિંગ માટે ફાયદાકારક છે:

૨૦૧૩ માં એક સંશોધન મુજબ તે જાણવા મળ્યું છે કે તે લોકોનો ઉત્સાહ અને મનોબળ વધારે હોય છે જે ગ્રુપ અથવા કોઈની સાથે કામ કરે છે, જ્યારે જે લોકો એકલા કોઈ કાર્ય કરે છે તો તેનામાં ઉત્સાહ હોતો નથી. તેવીજ રીતે યોગ અથવા કસરત દરમિયાન તમારી સાથે કોઈ પાર્ટનર હોય તો તમને લાંબા સમય સુધી કસરત કરવાનું મન થશે. તે જરૂરી નથી કે એક્રો યોગા ફકત કપલ માટે જ છે તમે કોઈપણ મિત્ર અથવા પરિવારના કોઈ વ્યક્તિ સાથે કરી શકો છો. પાર્ટનરની સાથે યોગા કરવાનો ફાયદો એ છે કે તમારા શરીરને એક સમય માટે કસરત કરવાની આદત પડી જાય છે. તમે સમયની સાથે ચાલો છો. પરંતુ જે લોકો એકલા કસરત કરે છે તેઓના સમયની પાબંધી જોવા મળતી નથી, સાથે જ આ યોગથી એક સ્પર્ધાનો ભાવ મનમાં રહે છે કે આપણે બીજા કપલથી વધારે શ્રેષ્ઠ કરવાનુ છે અથવા આપણા પાર્ટનરને સંતુલન આપવું. એક્રો યોગા કરવાથી તમારા પાર્ટનરના સુખ દુઃખ સાથે જોડવા લાગો છો. તમારી માનસિક સ્થિતિ પાર્ટનરને મળવા લાગે છે અને બંનેનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

એક્રો યોગાથી ચિંતા ઓછી થાય છે:

એક્રો યોગા ફકત શરીર જ નહીં મન માટે પણ ફાયદાકારક છે. જે કપલ વચ્ચે હંમેશા ઝગડો થાય છે તેમણે આ યોગને પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી તણાવ અથવા ડિપ્રેશન જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. એક્રો યોગા એન્ટી ડિપ્રેશન દવાની જેમ કામ કરે છે. તમને એક અઠવાડિયામાં ફેરફાર જોવા મળશે. કેટલાક લોકોમાં આ સંકુલ જન્મ લઈ લે છે કે હું મારા પાર્ટનર ની સરખામણીમાં આકર્ષિત નથી દેખાતો, તે લોકોએ પણ એક્રો યોગા કરવો જોઈએ. તેનાથી ત્વચા સારી બને છે અને તમે તમારા વિશે આત્મવિશ્વાસ અનુભવો છો.

Image Source

કેવી રીતે કરવા એક્રો યોગા?

એક્રો યોગા મુખ્ય રૂપે ત્રણ જુદી રીતે કરવામાં આવે છે. પેહલી રીત છે આધાર. તેમાં એક વ્યક્તિ જમીન પર હોય છે અને બીજો વ્યક્તિ તેના માટે આધાર બને છે. તેમાં જે વ્યક્તિ નીચે હોય છે તેની મહત્વની ભૂમિકા હોય છે. તેનો ઉદ્દેશ્ય નીચેના આધારને મજબૂત રાખી બીજા વ્યક્તિને સ્પોર્ટ આપવાનો છે. બીજી રીત છે ફ્લાયર.

જે વ્યક્તિ ટોચ પર છે તેને ફ્લાયર કહેવામાં આવે છે. ફ્લાયર જમીન પર સૂતેલા વ્યક્તિ સાથે તેના હાથ અને પગને જોડતો રાખે છે. આવા દંભ શરીરને સંતુલન, મજબૂત બનાવવામાં મદદ કરે છે. ત્રીજી રીત સ્પોટર છે. આમાં પ્રથમ કે બીજો વ્યક્તિ કોઈ પણ પ્રકારની શારિરીક કસરત કરતો નથી. સ્પોટરમાંનો આધાર ફ્લાયરને બાહ્ય સપોર્ટ આપે છે. આ ત્રણ સૌથી સામાન્ય એક્રો યોગ દંભ છે. આ યોગ કરવાથી ધ્યાન વધે છે. સારા ધ્યાનથી એક બીજામાં આત્મવિશ્વાસ વધે છે અને સારું બોન્ડિંગ વધારે છે.

Image Source

એક્રો યોગા કરવાથી શરીરને ઘણાબધા ફાયદા થાય છે:

  1. તમારા શરીરમાં કોઈપણ પ્રકારના દુઃખાવા છે તો તમારે એક્રો યોગા કરવા જોઈએ. તેનાથી પીઠ અને પગના દુખાવાથી છુટકારો મળે છે.
  2. તેમાં તમારે તમારા પાર્ટનરનો વજન તમારા શરીર પર લઈને સંતુલન જાળવી રાખવાનું છે. આ સંતુલનથી ખંભા, બાજુ, હિપ્સના સ્નાયુઓ મજબૂત બને છે. આ યોગા કરવાથી તમે તમારા શરીર વિશે પણ સભાન બનો છો.
  3. આ યોગથી શરીરમાં લચીલાપણું આવે છે. શરીર દરેક ખૂણાથી ખેંચાય છે અને શરીર ખુલ્લું થઈ જાય છે.
  4. એક્રો યોગાથી શરીર ટોન થાય છે. સ્નાયુઓ રચાય છે અને સ્ટેમીના પણ વધે છે.
  5. એક્રો યોગા કરવાથી સ્ટેમીના વધે છે અને તમારું મૂડ સારું રહે છે કેમકે તે એક ફન એક્તિવિટી ની જેમ કરવામાં આવે છે આ યોગ કર્યા પછી તમે હળવાશ અનુભવશો.
  6. આ યોગ કરવાથી મેટાબોલિઝ્મ મજબૂત થાય છે.તમારી કેલેરી પણ બર્ન થાય છે. તમે ફરીથી યુવાન જેવા લાગો છો.
  7. દરરોજ એક્રો યોગા કરવાથી લોહીનો પ્રવાહ પણ સારો રહે છે. યોગ્ય રક્ત પુરવઠો જ્યારે મગજને મળે છે તો તે પણ યોગ્ય કાર્ય કરે છે.
  8. તેનાથી બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે તેવા લોકોએ ડોકટરની સલાહ લઈને એક્રો યોગા કરવા જોઈએ.
  9. તે ચેહરા પર રક્ત પરિભ્રમણને સુધારે છે જેનાથી કુદરતી ચમક ચેહરા પર આવે છે અને ત્વચા યુવાન દેખાય છે.
  10.  જો તમને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય, તો તમારે એક્રો યોગા કરવા જોઈએ. તેનાથી સારા કોલેસ્ટ્રોલ વધે છે જેનાથી હદય યોગ્ય રીતે બ્લડ પંપ કરી શકે છે અને ઓક્સિજન સારી માત્રામાં મળે છે.

એક્રો યોગામાં સંતુલન અને શારીરિક શક્તિ ની જરૂર હોય છે તેથી તમારા ડોકટરની સલાહ લઈને જ એક્રો યોગા કરો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *