ચમકતી ત્વચા માટે ગુલાબી મીઠાથી બનેલું DIY ક્લિન્ઝિંગ તેલ ખૂબ જ ઉત્તમ છે

જો તમારે ચમકતી ત્વચા માટે એક ઉત્તમ ક્લિન્ઝિંગ તેલ જોઈએ છે, તો તમે ગુલાબી મીઠાથી બનેલું ડીઆઇવાય તેલ અપનાવી શકો છો.

Image Source

કુદરતી ક્લિન્ઝિંગ તેલ તમારી ત્વચાને મુલાયમ બનાવવાની સાથે-સાથે તેને ચમકદાર પણ બનાવે છે. એવું જરૂરી નથી કે દર વખતે તમારે ડાઘ રહિત ત્વચા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો પડે, અમુક ડીઆઇવાય પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.ગુલાબી મીઠું ત્વચા માટે ખૂબ જ લાભદાયક હોય છે, કેમકે તે ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખે છે. આ ઉપરાંત ગુલાબી મીઠું તમારી ત્વચાને હાઈડ્રેટ રાખે છે અને તેને શુષ્ક થતી અટકાવે છે. જો તમે તમારી ત્વચાને ડીપ મોઇશ્ચરાઇઝ કરવા માટે ગુલાબી મીઠું અને આવશ્યક તેલનો ઉપયોગ કરો છો, તો તેનાથી ઉત્તમ વિકલ્પ બીજો કોઈ નથી. અહીં અમે તમને જણાવીશું કે ગુલાબી મીઠાથી ડીઆઇવાય ક્લિન્ઝિંગ તેલ કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

ગુલાબી મીઠાથી ક્લિન્ઝિંગ તેલ બનાવવાની રીત:

.

Image Source

કુદરતી અને સારુ ક્લિન્ઝિંગ તેલ બનાવવા માટે તમારે એક ચમચી ઓલિવ ઓઇલ, ચમચી નાળિયેરનું તેલ, અડધી ચમચી ગુલાબી મીઠું, પાંચ ટીપા ટીટ્રી તેલ અને એક કાચની બોટલની જરૂર પડશે. હવે તમે કાચની બોટલમાં સૌપ્રથમ ગુલાબી મીઠું નાખો અને પછી વધેલા બધા જ તેલ તેમાં ભેળવી દો. સરખી રીતે મિક્સ કર્યા પછી તમે જોશો કે ગુલાબી મીઠું હજુ પણ નીચે જ છે અને તેને એમ જ રહેવા દો. તેના ઉત્તમ ઉપયોગ માટે તમે આ તેલને આખી રાત બંધ કરીને રાખી દો. પછીના દિવસે તમને ક્લિન્ઝિંગ તેલનો રંગ બદલાયેલો જોવા મળશે,  જેનો તમે ઉપયોગ કરી શકો છો.

ક્લિન્ઝિંગ તેલનો ઉપયોગ આ રીતે કરો:

Image Source

જ્યારે પણ તમે ચેહરા પર  ક્લિન્ઝિંગ તેલ લગાવો ત્યારે પહેલા ચેહરાને પાણીથી ધોઈ લો. તમારા ચેહરાને સાદા પાણીથી બરાબર ધોઈ લો અને પછી ચેહરા પર થોડુ DIY ક્લિન્ઝિંગ તેલ લગાવો . હવે તમારે ચેહરાને યોગ્ય રીતે મસાજ કરવો પડશે અને ચેહરો સાફ કરવો પડશે. ધ્યાન રાખવું કે તમારે તમારા ચેહરા પર વધારે ભાર ન આપવો અને હળવા હાથથી મસાજ કરવો. દસ મિનિટ સુધી માલિશ કર્યા પછી, ચેહરા ને નવશેકા પાણીથી ધોઈ લો અને તમે થોડા જ દિવસોમાં તેની અસર જોશો.

ગુલાબી મીઠાથી પિએચ સ્તર જળવાઈ રહે છે:

Image Source

ગુલાબી મીઠું ત્વચા માટે એટલા માટે પણ ઉત્તમ છે કેમકે તેમાં ખનીજ, મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.તેનો ઉપયોગ ફક્ત સાચા માટે જ નહીં પરંતુ વાળ માટે પણ કરવામાં આવે છે. જ્યારે પણ તમારા ચેહરા પર બ્લેકહેડસ થાય છે, તો ગુલાબી મીઠાના ઉપયોગથી તમે તેને ઘટાડી શકો છો. ઘણીવાર ચેહરા પર બળતરાની સમસ્યા થાય છે, ત્યારે ગુલાબી મીઠાના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણથી તેને શાંત કરવામાં મદદ મળે છે.

મૃત ત્વચાના કોષોથી રાહત મળે છે:

Image Source

જ્યારે ચેહરા પર મૃત ત્વચાના કોષો એકઠા થવા લાગે છે ત્યારે આપણે અલગ-અલગ ઘરેલુ ઉપાયો અપનાવીએ છીએ. પરંતુ આ DIY તમારા ચહેરાના મૃત ત્વચાના કોષોને બહાર કાઢશે અને તેને નરમ રાખવાનું કામ કરે છે. આ ક્લિન્ઝિંગ તેલમાં આવશ્યક તેલ પણ ઉમેરવામાં આવે છે, જે તમને ત્વચાની સમસ્યાઓથી દૂર રાખશે. આટલું જ નહીં, જો તમારી ત્વચા શુષ્ક રહે છે, તો નાળિયેરનું તેલ તેને ડીપ મોઈશ્ચરાઈઝર રાખવાનું કામ કરે છે.

જો તમે પણ તમારી ત્વચાને ચમકીલી બનાવવા ઇચ્છો છો, તો આ DIY ક્લિન્ઝિંગ તેલનો ઉપયોગ કરી શકો છો. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર જરૂર કરો તેમજ આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી અમારી વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે.

#Author : FaktGujarati & Team

Leave a Comment