શું તમે જાણો છો તમારુ પર્સ તમારા બેક પેઈનનું કારણ બની શકે છે?

Image Source

શું તમે જાણો છો કે તમારું પર્સ બની શકે છે તમારા બેક પેઇન નું કારણ. આજે ઓફિસમાં મને એક ખૂબ જ useful ફોર્વર્ડેડ ઈમેલ મળ્યો તેને હું તમારી સાથે શેર કરી રહ્યો છું

મેઇલ સ્ટાર્ટ

આ કંઈક એવા પ્રકારનું છે જેના ઉપર આપણે દરરોજની જિંદગી માં વધુ ધ્યાન આપતા નથી. પરંતુ આ તમારા સ્પાઇન માં ઘણા પ્રકારની તકલીફ ઉભી કરી શકે છે. ખાસ કરીને એ લોકો માટે જે વધુ સમય સુધી ખુરશી પર બેસીને કામ કરે છે હું અહીં તમારા પર કંઈ વાત કરી રહ્યો છું.

તમે જ્યારે પણ ઓફિસમાં કામ કરવા બેસો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારુ પર્સ તમારા પાછળનાં ખિસ્સામાં ન મૂકો. વોલેટ જ નહીં પરંતુ એવી કોઈપણ વસ્તુ તમારા પાછળનાં ખિસ્સામાં મૂકીને ન બેસો.

Image Source

તમારું પર્સ તમારા પીઠ અને કમરના માટે ખૂબ જ દર્દકારક હોઈ શકે છે અને તેની અસર તમારા પગ પર પણ પડી શકે છે દરરોજ લાંબા સમય સુધી પર્સ પાછડ રાખી ને બેસવાથી તમારી સીયાટિક નર્વને સંકુચિત કરી શકે છે. અને જેના કારણે તમને પીરીફોર્મીશ સિન્ડ્રોમ, પીઠ દર્દ થઇ શકે છે.

તમારું પર્સ એક લાકડાના બ્લોક ની જેમ કામ કરે છે અને તે તમારા પેલ્વિસ, સ્પાઈન અને શરીરના એલાઈમેન્ટ ને બગાડી નાખે છે.જેમ કે તમે કોઈ પથ્થર ઉપર લાંબા સમય સુધી બેસી શકતા નથી તેવી જ રીતે તમારા પર્સ પર પણ વધુ સમય સુધી બેસવું જોઈએ નહીં.જો કોઈ પર્સ અને પાછળ મૂકીને અડધા કલાકથી વધુ ગાડી ચલાવે છે. તો તેમને પણ બેકપેઈન ની સમસ્યા થાય છે.

સૌથી સારો ઓપ્શન એ છે કે તમે તમારુ પર્સ ઉપર આગળના ખિસ્સામાં મૂકો. જો તમે પર્સને પાછળનાં ખિસ્સામાં મુકવું એ તમારી મજબૂરી છે તો ઓછામાં ઓછું બેસતી વખતે તેને પહેલા બહાર કાઢો.

Image Source

ઈમેઈલ નો અંત

 જ્યારે આ મેલ મને મળ્યો ત્યારે મે તેને મારા ઘણા બધા મિત્રો ને ફોરવર્ડ કરી જેના જવાબમાં મારા એક મિત્ર આલોક એ મને જણાવ્યું કે તેને પોતાને આ પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો છે અને ત્યારે મને લાગ્યું કે આ વાતને મારે સામાન્ય લેવું જોઈએ નહીં અને તૈયારીમાં મારા પર્સને કાઢીને પોતાના ડ્રોઅરમાં મૂકી દીધુ. હું તમને પણ આ વાતનો અનુરોધ કરું છું કે તમે તેને ગંભીરતાથી લો અને પોતાને જાણતા દરેક વ્યક્તિને પણ આ બાબતથી સજાગ કરો.

આ પ્રકારના પ્રોબ્લેમ જે ધીમે ધીમે પોતાની અસર દેખાડે છે. અને તે ખૂબ જ ખતરનાક હોય છે. આપણે જ્યાં સુધી આ વિષયમાં જાણીએ છીએ ત્યાં સુધી ખૂબ જ નુકશાન થઈ ગયું હોય છે. તેથી આપણી માટે એ જ સારું રહેશે કે આપણને દુખાવો થતાં પહેલાં જ તેનું નિવારણ કરી લઈએ. 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *