શું તમને ખબર છે કે ઘરની આગળના રસ્તા માટે પણ વાસ્તુ નિયમ હોય છે? જાણો તે શુભ છે કે અશુભ

Image Source

મકાનની આગળ રહેલ રસ્તાની દિશા અને તેના વાસ્તુની તમારા જીવન પર ખૂબ અસર પડે છે. વિભિન્ન દિશાઓમાં જતા રસ્તા અને બંધ રસ્તા તમારા માટે કેટલા શુભ કે અશુભ હોય છે, તે જાણવા માટે આ લેખ વાંચો.

જીવનમાં સફળતાનો રસ્તો દરેક લોકો શોધે છે. તેના માટે તે દરેક દિશાઓમાં જઈને દિવસ રાત મહેનત પણ કરે છે પરંતુ સફળતા સાચી દિશામાં મહેનત કરવા પર જ મળે છે. કેટલાક એવાજ રસ્તા અને દિશા વિશે વાસ્તુ શાસ્ત્ર પણ કહે છે. તમારા ઘરથી વિવિધ દિશાઓ તરફ જતા રસ્તાઓ તમારી સુખ સમૃદ્ધિથી માંડીને તમારી બધી સમસ્યાઓનું કારણ બની શકે છે, તો જાણવા માટે આ લેખ વાંચો.

1. વાસ્તુ મુજબ ઘરની આગળના રસ્તાની દિશાનું ખૂબ મહત્વ હોય છે. જો તમારા ઘરની પૂર્વ દિશામાં કોઈ રસ્તો જાય છે અને બાકી બધી દિશાઓના રસ્તા બંધ છે તો તે જાણી લો કે તેવું ઘર ખૂબ શુભ માનવામાં આવે છે.

2. જો તમારા ઘરની આગળ પૂર્વ અને પશ્ચિમ બંને જ દિશાઓમાં રસ્તા છે અને બાકી દિશાઓ બંધ છે તો તે મકાન ત્યારે શુભ સાબિત થશે જ્યારે તેનો મુખ્ય દ્વાર પૂર્વ દિશામાં હશે.

3. જો તમારા મકાનની દક્ષિણ દિશામાં રસ્તો જાય છે અને બધી દિશાઓ બંધ છે તો તેવું મકાન તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.

4. જો તમારા મકાનની પૂર્વ અને દક્ષિણ દિશામાં રસ્તો જાય છે અને બાકીની બે દિશાઓ બંધ છે તો મકાન તમારા માટે શુભ સાબિત થઈ શકશે નહીં. આ મકાન ત્યારે શુભ થઈ શકે છે, જ્યારે તમે તમારા મકાનનો મુખ્ય દ્વાર ફક્ત પૂર્વ દિશામાં રાખો.

5. જો તમારા મકાનની ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશાઓમાં રસ્તો જાય છે અને બાકીની દિશાઓ બંધ છે તો આ મકાન તમારા માટે ત્યારે શુભ સાબિત થઈ શકે છે, જ્યારે તમે તમારો મુખ્ય દ્વાર ફક્ત પૂર્વ દિશામાં જ રાખશો.

6. વાસ્તુ મુજબ જે મકાનની ચારેય બાજુ રસ્તો હોય છે, તે ખૂબ વધારે કલ્યાણકારી અને શુભકારી હોય છે. પરંતુ આ મકાનમાં પણ મુખ્ય દ્વાર પૂર્વ દિશામાં જ હોવો જોઈએ.

7. જો તમારા ભવનમાં ઉત્તર અને પશ્ચિમ દિશામાં રસ્તો જતો હોય અને બાકીની દિશાઓ બંધ હોય તો તે મકાન ત્યારે શુભ ફળ દેનાર સાબિત થશે જ્યારે તેનો મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં બનેલો હોય.

8. જો તમારા મકાનની ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ દિશામાં રસ્તો હોય અને એક દિશા બંધ હોય તો તે મકાન ત્યારે શુભ ફળ આપનાર સાબિત થશે જ્યારે આ મકાનનો મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં બનાવવામાં આવે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment