શું તમને ખબર છે કે લીંબુની છાલનો પણ વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે?જાણો આ લેખમાં તેના સરળ ઉપયોગો વિશે

Image Source

લીંબુની છાલના ઉપયોગ વિશે લગભગ તમે પેહલી વાર સાંભળ્યું હશે, પરંતુ આ ત્રણ સરળ રીત વિશે પણ જાણી લો, જે રોજિંદા ઉપયોગમાં પણ આવી શકે છે.

આપણે લીંબુની છાલને હંમેશા ખરાબ સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય છે? ખરેખર, લીંબુની છાલ પણ વિટામિન સીથી ભરપૂર હોય છે અને તેને ખાવા અથવા બ્યુટી માટે જ નહિ પરંતુ સફાઈ માટે પણ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકાય છે. તો ચાલો જાણીએ લીંબુના છાલનો ઉપયોગ કેવી રીતે કરવો, જેને જાણ્યા પછી તમે લગભગ તેને ફેંકશો નહીં.

અમે તમને ત્રણ એવા ઉપયોગ વિશે જણાવવાના છીએ જે રોજિંદા ઉપયોગમાં તમારી મદદ કરી શકે છે અને સાથે જ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ તેના વિશે.

Image Source

1.લીંબુના છાલથી ક્લીનર કેવી રીતે બનાવવું ?

લીંબુના છાલનો ઉપયોગ પહેલાં તો આપણે ક્લીનર બનાવવા માટે કરીએ અને ત્યારપછી તેની રસોઈ ટિપ્સ પણ જાણીશું.

સામગ્રી:

 • 1.5 લીટર પાણી
 • 1 કિલો લીંબુની છાલ
 • 1 ચમચી ડિશવોશ
 • 1 ચમચી બેકિંગ સોડા

તમે સૌથી પહેલાં લીંબુની છાલને પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તેને ઓછામાં ઓછી દસ મિનિટ સુધી ગેસ પર ઉકાળતા રહો. હવે પાણીને ઠંડુ કરી અને પછી લીંબુની છાલને તે પાણીમાં નીચલી લો કેમકે ઉકાળ્યા પછી તેમાં ઘણુંબધું પાણી ભરાઈ જાય છે.

હવે તમે એ પાણીને ગાળી લો જેથી તેમાંથી બીજ અને લીંબુની કળીઓ નીકળી જાય. તેને એક સ્પ્રે બોટલમાં ભરી અને સ્પ્રે બોટલને ઉપરથી થોડીક ખાલી રાખો.

હવે તેના ઉપરથી ડિશવોશ અને મીઠા સોડા ( બેકિંગ સોડા ) બંને નાખો. તેને થોડી વાર માટે તેમજ રેહવા દો જેથી ફીણ ઓછા થાય. તમારું ક્લીનર તૈયાર છે.

Image Source

ક્યાં કામમાં આ ક્લીનરનો ઉપયોગ થશે?

 • કાટના દાગ કાઢવા માટે
 • ટાઇલ્સ ની સફાઈ માટે
 • ગેસના ચૂલા અને પ્લેટફોર્મ ની સફાઈ માટે
 • તેનાથી તમે સ્ટીલના વાસણોની સફાઈ કરી શકો છો.
 • આ ક્લીનરથી કારની સફાઈ પણ કરી શકાય છે.
 • આ કલીનરથી તમે પ્લાસ્ટિકની વસ્તુ જેમકે ટેબલ, ખુરશી, રસોઈના ડબ્બા સાફ કરી શકો છો.

કઈ જગ્યાએ કલીનરનો ઉપયોગ કરવો નહીં?

આ કલીનરનો તમે લાકડાની વસ્તુ પર ઉપયોગ કરશો નહિ નહિતર તે ફૂલી જશે. આ ઉપરાંત, તમે કાંચની વસ્તુ પર પણ ઉપયોગ કરશો નહિ કેમકે તેનાથી કાંચ પર પાણીના દાગ રહી જશે.

2. લીંબુની છાલનું ફટાફટ અથાણું બનાવો:

હવે આપણે લીંબુની છાલથી ક્લીનર બનાવવાની રીત જાણી લીધી, પરંતુ માની લો તમારે ક્લીનર બનાવવાની જરૂર નથી તો તમે તેનાથી કેટલીક ખાદ્ય વસ્તુઓ પણ બનાવી શકો છો. હવે લેમન જેસ્ટનો ઉપયોગ તો તમને ખબર જ હશે કે કેવી રીતે શેકતી વખતે તમે લીંબુની છાલને થોડી છીણી તેનો ઉપયોગ કરી શકો છો જેથી બ્રેડ, કેક વગેરેમાં લીંબુનો સ્વાદ આવે, પરંતુ લીંબુની છાલનું ફટાફટ અથાણું પણ બનાવી શકો છો જે લીંબુના અથાણા જેટલું જ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો તમને જણાવી દઇએ કે કેવી રીતે લીંબુની છાલનો ઉપયોગ કરવો.

સામગ્રી:

 • સરસવનું તેલ ( જરૂર મુજબ )
 • 2 ચમચી પીળી રાઈ
 • 1 નાની ચમચી અજમા
 • થોડી કલોંજી ના દાણા ( વિકલ્પ )
 • 1/4 નાની ચમચી હિંગ
 • 1 નાની ચમચી હળદર પાવડર
 • 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
 • મીઠું અને સંચળ ( સ્વાદ મુજબ )
 • 2 ચમચી પીસેલી ખાંડ
 • 1 કિલો લીંબુની છાલ

રીત:

 1. સૌથી પહેલા છાલને બારીક કાપી લો. તમે કોઈપણ આકારમાં કાપી શકો છો.
 2. ધ્યાન રાખો કે બધા બીજ તેમાંથી કાઢી લેવા.
 3. હવે તેને બે ભાગમાં વહેંચી લો અને બે કાંચના વાસણોમાં ભરી દો.
 4. હવે એક ભાગમાં થોડો લીંબુનો રસ અને મીઠું નાખો અને તડકે મૂકી દો. તેને તમે સામાન્ય મીઠાવાળા લીંબુનું અથાણું કહી શકો છો. તેને તડકામાં પાલવમાં 8-10 દિવસ લાગશે. જો તમારે વધારે ઉતાવળ હોય તો લીંબુની છાલને બાફીને પછી કાંચના વાસણમાં રાખો. આવી સ્થિતિમાં 1-2 દિવસમાં જ તમારું કામ થઈ જશે.
 5. પેહલી રીત તો તમને પહેલેથી જ ખબર છે, પરંતુ હવે બીજી રીતની વાત કરીએ. બીજો ભાગ જે તમે રાખ્યો છે તેમાં સૌથી પેહલા થોડું મીઠું ઉમેરો.
 6. ત્યારબાદ લાલ મરચુ પાવડર, છીણેલા અથાણાનો મસાલો, 1-2 ચમચી લીંબુનો રસ અને થોડી ખાંડ ઉમેરો.
 7. હવે એક વાસણમાં ૨ ચમચી સરસવના તેલને ગરમ કરો અને તે તેલમાં હિંગ નાખો. આવી સ્થિતિમાં લીંબુના છાલના અથાણાને તડકમાં રાખો. જો તમે તેને પણ ઝડપથી પકવવા માંગતા હોય તો તમે લીંબુની છાલને વરાળથી બાફી શકો છો. આવી સ્થિતિમાં તે ફટાફટ ગળી જાય અને 240કલાકમાં જ તમારું લીંબુનું અથાણું તૈયાર થઈ જશે.

3. સુંદરતા માટે લીંબુની છાલનો ઉપયોગ:

હવે સાધારણ ઉપયોગ જે સૌથી વધારે કરવામાં આવે છે તે એ કે તમે તમારી કોણી અને ઘૂંટણ પર સીધી લીંબુની છાલને ઘસી શકો છો જેનાથી તેની કાળાશ અમુક હદ સુધી દૂર થઈ શકે છે.

લીંબુની છાલથી તમે આ બધી વસ્તુઓ કરી શકો છો અને આ યુક્તિઓ તમને ખૂબ ઉપયોગમાં આવી શકે છે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment