શિયાળાની ઋતુમાં નહાવા અને વાસણ ધોવા માટે તો ગરમ પાણીનો ઉપયોગ કરીએ જ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણીનો ઉપયોગ બીજી પણ ઘણી વસ્તુઓમાં કરી શકાય છે. જી હા, ગરમ પાણીનો ઉપયોગ તમે ખુબજ સરળતાથી રસોડાના ઘણા કામમાં કરી શકો છો અને શિયાળામાં તો તે ખુબજ ઉપયોગી સાબિત થશે. નહિ નહિ અમે કાંચના વાસણના ઢાંકણ ખોલવા માટે ગરમ પાણીનો ઉપયોગની વાત નથી કરી રહ્યા પરંતુ તેનાથી પણ જરૂરી કામની વાત કરી રહ્યા છીએ.
રસોડાના ઘણા ઉપાય મહત્વપૂર્ણ હોય છે અને ગરમ પાણીની મદદ થી તમે રસોડાની સફાઈથી લઈને સિંકને અન્કલોગ કરવા સુધી ઘણુબધુ કરી શકાય છે. આજે અમે તમને ગરમ પાણીથી જોડાયેલ કેટલાક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.
૧. વાસણોના લેબલ દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો-
નવા વાસણ જેમકે સ્ટીલની વાટકી, ચમચી, થાળી વગેરેમાં કાગળનું લેબલ લાગેલુ હોય છે અને તે જામી જાય છે. ઘણીવાર ઘસવાથી પણ તે નથી નીકળતા. તેવી સ્થિતિમાં જો તમારે તે ઝડપથી કાઢવા છે તો ખૂબ ગરમ પાણીમાં થોડી વાર તેને પલાળીને રાખી દો. તે એટલી સરળતાથી નીકળશે કે તમારે ન વાસણ ઘસવા પડશે અને ન તો કોઈ બીજી રીત અપનાવવી પડશે.
જો તમને લાગે છે કે વાસણમાં લાગેલા લેબલના ગમ થી કોઈ ગંદકી ન ફેલાય અને તે ખુબજ સરળતાથી નીકળી જાય તો તમે તેમાં થોડો લીંબુનો રસ કે પછી સફેદ સિરકો નાખી શકો છો.
૨. જામેલુ માખણ, ચીઝ વગેરે કાઢવા માટે-
જો તમે માખણ ફ્રીજમા રાખી દીધું છે તો ચોક્કસપણે તેને કાઢવું ખૂબ મુશ્કેલ થશે. તે સરળતાથી બ્રેડ વગેરે પર લાગતુ પણ નથી. તેવી સ્થિતિમાં તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. નહિ નહિ માખણને ગરમ પાણીમાં નાખવાની જરૂર નથી પરંતુ ફકત તે ચાકુને ગરમ પાણીમાં નાખો જેમાં માખણ કાઢવાનું છે. ઘણા લોકો ચાકૂને સીધું ગેસ પર ગરમ કરે છે જે સારું હોતું નથી તેવામાં ચાકુને ગરમ પાણીમાં નાખીને કાઢવાથી માખણ, ઘી, ચીઝ વગેરે સરળતાથી કાપી શકાય છે.
૩. કિચન કાઉન્ટર ની સફાઈ-
જો તમારા કિચન કાઉન્ટર, બારી, ગેસ વગેરે પર તેલ ના ડાઘ લાગ્યા છે અને તે સરખી રીતે સાફ થઈ રહ્યા નથી તો તમે કિચન કાઉન્ટર ની સફાઈ માટે ગરમ પાણીમાં એક ચમચી એમોનિયા ઉમેરીને ઉપયોગ કરો.
તમારુ કિચન કાઉન્ટર ખૂબ વધારે ચમકશે અને સાથે સાથે કિચન કાઉન્ટર માં જામેલો મેલ, ગંદકી અને ગંધ પણ દૂર થશે. તમે રસોડાની બધી સપાટીને તેનાથી સાફ કરી શકો છો.
૪. જમા થયેલા સિંકને ગરમ પાણીથી સરખું કરો-
જો તમારું કિચન સિંક જામ થઈ ગયું છે તો તમે તેને ગરમ પાણીથી સરખું કરી શકો છો. તેના માટે તમે ખૂબ ગરમ પાણીમાં થોડું સિરકા ઉમેરીને સિંક હૉલની અંદર નાખો. જે પણ વસ્તુ જામેલી હશે તે પાઇપ દ્વારા સરળતાથી નીકળી જશે અને તમારું સિંક પ્લંબર વગર સરખું થઈ જશે.
૫. ખાદ્ય ડાઘ દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો –
તમે ગરમ પાણીનો ઉપયોગ ખાદ્ય ડાઘ દૂર કરવા માટે પણ કરી શકો છો. પછી તે જમીન પર પડ્યા હોય કે પછી કપડા કે કિચન કાઉન્ટર પર બધા માટે ઉપાય સમાન છે. એક ચમચી એમોનિયા ને ગરમ પાણીની સાથે ઉમેરો અને સફાઈ કરો. તે ખુબજ સરળતાથી સાફ થઈ જશે અને તમારે તેને ઘસવું પણ પડશે નહિ, હા જો તમારા રંગીન વસ્ત્રો છે તો એમોનીયા ને બદલે લીંબુનો રસ ઉમેરો કેમકે એમોનિયા થી સંપૂર્ણ રીતે કલર ઉડી પણ શકે છે.
આ બધા ઉપાય તમારા રોજિંદા કામોમાં મદદ કરશે અને તમારું કામ સરળ બનાવશે. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો તેને શેર કરો. આવી જ અન્ય વાર્તાઓ વાંચવા માટે અમારા જીવન સાથે જોડાયેલા રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team