શું તમે જાણો છો કે ધાણાના પાન પણ સુંદર ત્વચા માટે ઉપયોગી છે?? તો વાંચો સુંદર ત્વચા માટે ધાણાનો ઉપયોગ કેવી રીતે કરવો

Image Source

અત્યાર સુધી તમે ધાણાના પાનનો ઉપયોગ ભોજન રૂપે કર્યો હશે. ધાણાના પાનથી શાકભાજીની સજાવટ કરી હશે તો ઘણીવાર ચટણી રૂપે ભોજનનો સ્વાદ વધાર્યો હશે. પરંતુ લીલા ધાણાનો ઉપયોગ ફક્ત ભોજનમાં જ નહીં પરંતુ સુંદરતા વધારવા માટે પણ કરવામાં આવે છે. તેના ઉપયોગથી ત્વચામાં ગમતી સુંદરતા તો આવે જ છે. સાથે જ ખીલ, પિગ્મેંટેશન, ડ્રાય સ્કિન અને બ્લેક હેડ્સ જેવી સમસ્યાઓને દુર કરવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ ત્વચા પર ધાણાના પાનનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.

ધાણાના પાન, મધ, દૂધ અને લીંબુ:

ત્વચાને ચમકદાર બનાવવા માટે તમે ધાણાના કેટલાક પાનને ધોઈને સાફ કરી લો. પછી તેને ઝીણા પીસી ઘાટી પેસ્ટ બનાવી લો. હવે તેમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરો. સાથેજ બે ચમચી કાચું દૂધ પણ ઉમેરો. આ બધાને યોગ્ય રીતે મિકસ કરી લો પછી ચહેરા અને ગળાના ભાગ પર લગાવી, અડધી કલાક પછી સાદા પાણીથી ધોઈ લો.

ધાણાના પાન, ચોખા અને દહીં:

ધાણાના પાનને સાફ કરીને ધોઈ લો. પછી તેને પીસી થોડી પેસ્ટ બનાવી લો. તેમાં એક ચમચી પીસેલા ચોખા અને એક ચમચી દહીં ઉમેરો. આ દરેક વસ્તુને સરખી રીતે મિક્સ કરો. પછી ફેસપેકની જેમ ચહેરા અને ગળાના ભાગ પર લગાવી, વીસ મિનિટ પછી પાણીથી ધોઈ લો. તેનાથી ચહેરાના સ્નાયુઓ અને કોશિકાઓને ઘણો આરામ મળે છે અને ત્વચામાં ચમક આવે છે.

ધાણાના પાન અને લીંબુનો રસ:

ધાણાના પાનને ધોઈ બારીક પીસીને તેની ઘાટી પેસ્ટ બનાવી લો. તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. બન્નેને યોગ્ય રીતે મિક્સ કરી, પછી ચહેરા અને ગળાના ભાગ પર લગાવી, વીસ પચ્ચીસ મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો. તેનાથી મૃત ત્વચા નીકળી જશે. ત્વચા મુલાયમ બનશે સાથેજ ખીલ અને કરચલીઓ પણ દૂર થશે.

ધાણાના પાન અને એલોવેરાનું જેલ:

થોડા ધાણાના પાનને ધોઈને સાફ કરી લો અને તેને બારીક પીસી પેસ્ટ બનાવી લો. તેમાં એક ચમચી એલોવેરા જેલ મિકસ કરી. આ મિશ્રણને ચહેરા અને ગળા પર લગાવી, વીસ મિનિટ માટે તેમજ રેહવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી કરચલીઓ ઓછી કરવામાં મદદ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment