શું તમને ખબર છે એક ચુટકી હીંગની કિંમત, દુર થશે અનેક બિમારી

હિંગ મોટાભાગે શાકભાજીમાં વપરાય છે. તે ઔષધીય ગુણથી ભરેલું છે. હીંગમાં શરીરના હાનિકારક બેક્ટેરિયાને નાશ કરવાની ક્ષમતા હોય છે. આ આપણા શરીરને સ્વસ્થ રાખે છે. હિંગ ફેરુલા ફોઈટીસ નામના એક છોડનો ચીકણો રસ છે. આ છોડ ઈરાન, અફઘાનિસ્તાન, તુર્કીસ્તાન, બલુચિસ્તાન, કાબુલ અને ખુરાસનના પર્વતીય વિસ્તારમાં વધુ પ્રમાણમાં થાય છે. આવો જાણીએ હિંગ ના ચમત્કારિક ફાયદાઓ વિષે.

image source

દુખાવામાં રાહત

હિંગના સેવનથી પીરિયડ્સ, દાંત, માઇગ્રેઇન સહિતના દુખાવા દૂર કરી શકાય છે. જોકે હિંગમાં એન્ટી ઓક્સીડેન્ટસ અને દર્દ નિવારક તત્વ રહેલા છે. જે તમને દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે. દુખાવો થવા પર ગરમ પાણીમાં એક ચપટી હિંગ ઉમેરીને પીવું જોઇએ. દાંતના દુખાવામાં હિંગ અને લીંબુના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવથી રાહત મળે છે.

image source

 શ્વાસ સંબંધી રોગ

હીંગ કુદરતી રીકે બલગમને દૂર કરીને છાતીના કંજસ્શનને સારું કરે છે. આ એક શક્તિશાળી શ્વસન ઉત્તેજક છે. હિંગને મધ અને આદુ મિક્સ કરીને ખાવાથી ઉધરસ તેમજ બ્રોકાઇટિસની સમસ્યાથી આરામ મળે છે.

image source

ડાયાબિટીસમાં ઉપયોગી

શુ તમે તમારું બ્લડ શુગર લેવલ ઓછુ કરવા માંગો છો તો તમારા ભોજનમાં હિંગ ઉમેરવાનું શરૂ કરી દો. હિંગ ઇંસુલિનને છૂપાવવા માટે અગ્નાશયની કોશિકાઓને ઉત્તેજિત કરે છે. જેથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે.

image source

હાઇ બીપીમાં હેલ્પફુલ

હીંગમાં કોમરિન્સ નામના તત્વ રહેલા છે. જે લોહીને પાતળું કરીને બ્લડ ફ્લો વધારે છે. તેના કારણથી લોહી જામતું નથી. તેમા બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ અને શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ ઘટે છે. જેના કારણથી હાઇપરટેન્શનથી બચાવ થાય છે.

image source

પીરિયડ્સ સંબંધિત સમસ્યા

હીંગમાં રહેલા તત્વ પીરિયડ્સથી જોડાયેલી દરેક સમસ્યા જેમ કે ક્રેમ્પસ, અનિયમિત પીરિયડ્સ તેમજ દુખાવામાં રાહત અપાવે છે. તે સિવાય લ્યુકોરિયા અને કૈડિડા ઇન્ફ્કેશન ઝડપથી સારુ કરવામાં મદદ કરે છે.

image source

કેન્સરના જોખમને દૂર કરે

હિંગમાં શક્તિશાળી એન્ટી-ઓક્સીડે્ટસ હોય છે. હિંગને સતત ખવાથી ફ્રી રેડિકલ્સથી શરીરની કોશિકાઓને બચાવ પ્રદાન કરે છે. હિંગની કેન્સર વિરોધી ગતિવિધિ કેન્સર કોશિકાઓનો વિકાસ અવરોધિત કરે છે.

image source

સૂકી ઉધરસ

આદુ અને હિંગને મધમાં મિક્સ કરીને ખાવાથી કાળી ઉધરસ અને સૂકી ઉધરસમાં આરામ મળે છે અને હિંગનો ઉપયોગ સૌથી સારો ઉપાય છે. હિંગ એક બેસ્ટ ઉપાય છે દરરોજ ભોજનમાં હિંગ ઉમેરવાથી ઘણા ફાયદા મળે છે.

image source

ત્વચાની સમસ્યામાં રાહત

હિંગમાં વધારે પ્રમાણમાં એન્ટી ઇનફ્લેમોટરી તત્વ હોય છે. જેના કારણથી હિંગને સ્કિન કેર ઉત્પાદનોને મિક્સ કરવામાં આવે છે. તે ત્વચા પર થતી જ્વલન જેવી સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા રાખે છે. હિંગથી ત્વચા પર ઠંડક થાય છે અને સાથે જ ત્વચાની સમસ્યાઓ માટે બેક્ટેરિયા પણ દૂર કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *