શું તમે જાણો છો, ભોજનની શરૂઆતમાં તીખું અને છેલ્લે ગળ્યું ખાવાના 4 ફાયદાઓ વિશે!! તો ચાલો જાણીએ

Image Source

પ્રાચીનકાળથી જ લોકો ભોજન કર્યા પછી ગળ્યું જરૂર ખાય છે. હિન્દુ શાસ્ત્ર અને આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. ગળ્યા ખાવાના સંબંધ વિશે તો તમને જાણ જ હશે પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે જમ્યા પેહલા તીખું અથવા મસાલેદાર કેમ ખાય છે. તો ચાલો જાણીએ તેના કારણ અને ફાયદા વિશે.

તીખું:

  1. ભોજન પેહલા તીખું એટલા માટે ખાય છે કેમકે તેનાથી તમારું પાચનતંત્ર સક્રિય થઈ શકે.
  2. નિષ્ણાંતોના મત મુજબ જ્યારે તમે મસાલેદાર ખાવ છો, ત્યારે તમારું શરીર પાચક રસ અને એસિડને બહાર કાઢે છે, જે પાચન પ્રક્રિયાને વધારે છે. તેનાથી નક્કી થાય છે કે તમારી પાચન શક્તિ યોગ્ય રીતે કાર્યરત છે.
  3. આયુર્વેદ મુજબ શરૂઆતમાં તીખું ભોજન કર્યા પછી પેટમાં પાચન તત્વ અને એસિડ સક્રિય થાય છે. જેનાથી પાચનતંત્ર ઝડપી થાય છે.
  4. ભોજનની શરૂઆતમાં તીખું ખાવાથી જઠરાગ્નિ વધી જાય છે જેના કારણે સારી ભૂખ લાગે છે.

ગળ્યું:

  1. મીઠી વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે જે પાચન પ્રક્રિયાને ધીમી કરી દે છે, તેથી ભોજન કર્યા પછી ગળ્યું ખાવાથી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે.
  2. ગળ્યું ખાવાથી સેરોટોનિન નામના હોર્મોનનું સ્તર વધે છે. તે ન્યુરોટ્રાન્સમીટરનું કામ કરે છે, જેનાથી ગળ્યું ખાધા પછી તમને ખુશીનો અનુભવ થાય છે. ખરેખર, ગળ્યા ભોજનનું સેવન એમિનો એસિડ ટ્રિપ્ટોફૈનનું શોષણ વધારે છે. ટ્રિપ્ટોફૈનને સેરોટોનિન સ્તર વધારવા માટે ઓળખવામાં આવે છે. સેરોટોનિન એક ન્યુરોટ્રાન્સમીટર છે, જે ખુશીની લાગણી સાથે જોડાયેલ છે એટલે ગળ્યું ખાવાથી તમને આનંદ મળે છે.
  3. જો ભારે ખોરાક ખાધા પછી તમારે હાઇપોગ્લાઇસિમિયાની પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે, તો આ સ્થિતિમાં બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ જાય છે. આ સ્થિતિનો સામનો કરવા માટે ગળ્યું ખાવાની સલાહ આપવામાં આવે છે.
  4. આયુર્વેદ મુજબ જમ્યા પછી ગળ્યું ખાવાથી એસિડની તીવ્રતા ઓછી થઈ જાય છે, જેનાથી પેટમાં બળતરા અથવા એસિડિટી થતી નથી.

સાવધાની:
ગળ્યામાં તમારે સફેદ ખાંડ ખાવી જોઈએ નહિ કારણકે તે નુકશાનકારક છે. તેનાથી બનતી વસ્તુઓનું પણ સેવન કરવું ન જોઈએ. તેનાથી મેદસ્વીતાનું અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ થઈ શકે છે. તેના બદલે તમારે ઓર્ગેનિક ગોળ ખાવો જોઈએ અથવા તેનાથી બનેલી વસ્તુઓનું જ સેવન કરવું જોઈએ. તમે ઇચ્છો તો બ્રાઉન શુગર અથવા નારિયેળ ખાંડનો ઉપયોગ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *