આશ્ચર્યજનક કિસ્સો: સૂરત માં એક વેપારી એ બનાવ્યો હીરા અને સોનાજડિત માસ્ક.. કિંમત જાણી ને ચોંકી જાશો..

Image Source

સૂરત: સૂરત ના એક વેપારી એ ડાયમંડ નો માસ્ક તૈયાર કર્યો. તેણી કિંમત 1.5 લાખ થી 4 લાખ સુધી ની છે. દુકાનદાર નો દાવો છે કે તેમણે આ માસ્ક સરકારી ગાઈડ લાઇન ને અનુસરી ને બનાવ્યો છે. તે વાઇરસ થી બચવા માટે સક્ષમ છે. માસ્ક માં સોનુ, હીરા અને વ્હાઇટ ગોલ્ડ નો ઉપયોગ થયો છે. તેના વપરાશ પછી ગ્રાહક ની ઈચ્છા અનુસાર તેમાંથી હીરા અને સોના ને કાઢી ને તેના ઘરેણાં બનાવી શકાય છે.

Image Source

Jewelry શોપ ના માલિક દિપક ચોક્સી નું કહેવું છે કે આ માસ્ક બનાવાનો વિચાર એક ગ્રાહક પાસે થી મળ્યો. Lockdown પૂરું થતાં જ લગન ની તૈયારીઓ શરૂ થઈ ગઈ. આ સમય દરમિયાન એક ગ્રાહક અમારી પાસે આવ્યો. અને તેને વર-વધુ માટે ખાસ પ્રકાર ના jewelry ના માસ્ક ની ડિમાન્ડ કરી. અમે તેની માંગ અનુસાર, અમારા designer ને માસ્ક બનાવા કહ્યું અને પછી ગ્રાહકો એ તે ખરીદવાનું ચાલુ કર્યું. આના પછી અમે અલગ અલગ કિંમત ના માસ્ક બનાવાના શરૂ કર્યા.

Image Source

દિપક ચોક્સી ના કહેવા પ્રમાણે, માસ્ક ની કિંમત 1.5 લાખ થી શરૂ કરી 4 લાખ સુધી ની છે. American diamond અને ગોલ્ડ ની સાથે બનાવેલ માસ્ક ની કિંમત 1.5 લાખ છે. ત્યાં જ રિયલ diamond અને વાઈટ ગોલ્ડ થી બનાવેલ માસ્ક ની કિંમત 4 લાખ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment