આ માતાજીનું રૂપ યાદ રાખજો – પરણેલી સ્ત્રી માતાજીના આ રૂપથી દૂર રહેજો..

શિવ અને પાર્વતી આ જગતના માતા-પિતા છે. શિવને ‘દેવોના દેવ’ એવો દરજ્જો છે અને માતા પાર્વતીને પણ દેવી શક્તિઓમાં મુખ્ય ગણવામાં આવે છે. માતા પાર્વતીની પૂજા ઘણી વિવાહિત મહિલા કરે છે કારણ કે માતાની પૂજાથી પતિને આયુષ્ય લાંબુ મળે છે અને રક્ષા કવચ પણ બને છે.

પાર્વતીના એક થી વધુ પ્રકારના રૂપ છે. અલગ-અલગ રૂપમાં માતા પાર્વતીનું વ્યાખ્યાન જુદી-જુદી રીતે કરવામાં આવે છે. એ રૂપમાં પાર્વતીનું એક રૂપ એવું છે, જે રૂપથી સુહાગન સ્ત્રીને બહુ જ ડર લાગે છે. એ પાછળનું કારણ પણ જાણવા જેવું છે.

માતા પાર્વતીનું એક રૂપ એવું છે, જેમાં માતા વિધવાના રૂપમાં છે અને આ રૂપ બહુ ભયંકર પણ છે. આ રૂપની પૂજા કરવામાં આવતી નથી એટલે કે વિવાહિત સ્ત્રી માતા પાર્વતીના આ રૂપની પૂજા કરતી નથી. આ રૂપના માત્ર દર્શન પણ દૂરથી કરવામાં આવે છે. ઘણી સ્ત્રી તો આ રૂપના દર્શન કરવાથી પણ ડરે છે કારણે કે આ રૂપ એટલે એક વિધવા સ્ત્રીનું રૂપ છે.

તમને એ પણ જણાવી દઈએ કે, માતા પાર્વતીના આ રૂપને ‘ધુમાવતી નામથી ઓળખવામાં આવે છે. આ રૂપ પાછળ એક એવી કહાની છે કે, એકવાર માતા પાર્વતીને ભૂખ લાગે છે એટલે તે સદાશિવને કંઈક ખાવા માટેની વસ્તુ લાવવા માટે જણાવે છે. મહાદેવ થોડો સમય પ્રતીક્ષા કરવાનું કહે છે. પછી ભગવાન શિવ ભોજનની તલાશ કરવા માટે નીકળે છે અને આવતા સમય લાગી જાય છે. ત્યારે વ્યાકુળ બનેલી માતા ભગવાન શિવને જ ગળી જાય છે.

માતા પાર્વતી જેવા શિવને ગળી ગયા ત્યારથી આ રૂપ ‘વિધવા રૂપ’ બની ગયું. શિવના શરીરમાં રહેલા ઝેરને કારણે પાર્વતીનું રૂપ ધુમાડા જેવું ઝાંખું થઇ જાય છે. ત્યારથી પાર્વતીનું ‘ઘુમાવતી રૂપ’ વિકૃત અને સિંદૂર વગરનું વિધવા થઇ જાય છે. ત્યારે ભગવાન શિવે ગુસ્સામાં આવીને પાર્વતીને કહ્યું ધુમાડા જેવું તમારૂ રૂપ થશે અને તેનું નામ ધુમાવતી થશે. એ સમયે ભગવાન શિવ દેવી શક્તિ માતા પાર્વતીને પણ કહે છે કે, ‘તમે મને ગળી ગયા છો તેના કારણે તમારું આ રૂપ વિધવાના રૂપમાં જ રહેશે અને એથી વિશેષ તમારા આ રૂપની પૂજા કોઇપણ મહિલા નહીં કરે.

ભયંકર સ્વરૂપ છે માતા ધુમાવતી દેવીનું,

આ રૂપ અતિ ભયંકર છે અને આ રૂપને શત્રુના સંહાર કરવા માટે શક્તિશાળી ગણવામાં આવે છે, પણ સામાન્ય લોકો આ રૂપની પૂજા કરતા નથી અને એથી વિશેષ લગ્ન થઇ ગયેલ સ્ત્રી આ રૂપની પૂજા કરતા પણ મનમાં ખચકાટ અનુભવે છે.

અમુક સ્ત્રીઓનું એવું પણ કહેવું છે કે, જયારે પણ ભૂલથી આ રૂપનું નામ પણ યાદ કર્યું છે તે આખો દિવસ પતિ સાથે ઝઘડો કરવામાં અથવા ઉદાસીમાં પસાર થાય છે. બસ, આજ કારણ છે કે પાર્વતીના ધુમાવતી રૂપને કોઇપણ વિવાહિત સ્ત્રી પૂજા કે દર્શન કરતા પણ મનમાં ખચકાટ અનુભવે છે.

ફક્ત ગુજરાતી પેજ પર તમને ધાર્મિક માહિતી પણ જાણવા મળશે તો આ લેખને મિત્રો સાથે શેયર કરો અને આ પેજ સાથે જોડાયેલા રહેજો કારણ કે, અહીં સ્પેશિયલ તમારા માટે અવનવી માહિતીનો ખજાનો લાવતા રહીએ છીએ.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *