ડિટર્જન્ટનો ઉપયોગ માત્ર કપડા સાફ કરવા માટે જ નહીં પરંતુ આ કામમાં પણ કરી શકો છો 

Image Source

ચાલો આ લેખમાં કપડા સાફ કરવા સિવાય ડિટર્જન્ટ પાવડરના બીજા બહેતરી ઉપયોગ વિશે જાણીએ.

જો તમને એ સવાલ કરવામાં આવે કે ડિટર્જન્ટ પાવડરનો તમે કયા કામ માટે વધુ ઉપયોગ કરો છો તો તમારો જવાબ શું હશે? કદાચ દરેક સૌથી પહેલા એ જ બોલશે કે કપડાંની સફાઈ માટે ઉપયોગ કરીએ છીએ પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે કપડા સાફ કરવા સિવાય પણ ઘરના બીજા બધા મુશ્કેલ કામને આસાન બનાવવા માટે ડિટર્જન્ટ પાવડર નો ઉપયોગ કરી શકો છો તો તમારો જવાબ શું હશે? ડિટર્જન્ટ પાવડર ની મદદથી તમે એક નહીં પરંતુ ઘણી બધી વસ્તુઓ ની સફાઈ કરવાની સાથે-સાથે કીડા મકોડા દૂર કરવા માટે પણ તેનો આસાનીથી ઉપયોગ કરી શકો છો આવો જાણીએ કઈ રીતે?

બગીચામાંથી કીડાને રાખો દૂર

હા એકથી બે ચમચી ડિટર્જન્ટ પાવડર ની મદદથી તમે આસાનીથી કોઈપણ કીડાને છોડમાંથી દૂર કરી શકો છો તેની તે જ સુગંધી અને ખટાશ ના કારણે છોડમાંથી કીડા અમુક જ મિનિટમાં દૂર થઈ જાય છે તે સિવાય મોસમ ના અલગ અલગ કીડાના ભગાવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેની માટે સૌપ્રથમ તમારે ડિટર્જન્ટ પાવડર અને અન્ય અમુક વસ્તુઓની મદદથી સ્પ્રે બનાવવાની જરૂર પડશે.

Image Source

અપનાવો આ રીત

 • સ્પ્રે બનાવવા માટે સામગ્રી
 • ડિટર્જન્ટ પાવડર 2 ચમચી
 • બેકિંગ સોડા 1 ચમચી
 • પાણી 2 લીટર
 • સ્પ્રે બોટલ 1

બનાવવાની રીત

 • સૌપ્રથમ પાણીમાં ડિટર્જન્ટ પાવડર નાખીને એક ઘોળ બનાવો.
 • ડિટર્જન્ટ પાવડર પછી તેમાં બેકિંગ સોડા ને નાખીને યોગ્ય રીતે મિક્સ કરો.
 • હવે સ્પ્રે બોટલમાં ભરીને અમુક સમય માટે તેને રહેવા દો.
 • તૈયાર થયેલ સ્પ્રેનો તમે છોડ ઉપર યોગ્ય રીતે છંટકાવ કરો.
 • છંટકાવ કર્યા પછી તમે જોશો કે કીડા દૂર જઈ રહ્યા છે.
 • તે સિવાય તમે આ સ્પ્રેનો ઉપયોગ બાથરૂમ, રસોડું સ્ટોરરૂમ વગેરે જગ્યાઓ પર કીડા ને દૂર કરવા માટે આસાનીથી ઉપયોગમાં લઈ શકો છો.

Image Source

ફ્લોર ની સફાઈ કરો

ડિટર્જન્ટ પાવડરથી તમે માત્ર કપડા સાફ અથવા કીડા જ નથી બનાવી શકતા પરંતુ તેની મદદથી તમે ફ્લોરની પણ યોગ્ય રીતે સફાઇ કરી શકો છો તેની માટે ચારથી પાંચ લીટર પાણીમાં બેથી ત્રણ ચમચી ડિટરજન્ટ પાઉડરની નાખીને એક ઘોળ તૈયાર કરો. અને ફ્લોર પર યોગ્ય રીતે નાખીને અમુક સમય સુધી રહેવા દો. અમુક સમય પછી ક્લીનીંગ બ્રશની મદદથી ઘરની સફાઈ કરો. તે સિવાય તમે ટોયલેટમાં પણ આ મીશ્રણનો સફાઈ માટે ઉપયોગ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment