દેશી ઘી કે વેજીટેબલ ઓઈલ, હૃદયના સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક શું છે?

Image Source

તન-મનને ખુશ અને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે ભોજનમાં સારા તેલનો ઉપયોગ કરવો,પરંતુ ટીવી પર આવતી જાહેરાતોને લીધે કોઈ પણ તેલ ખરીદી લઈએ છીએ. પરંતુ તે વાતનું ધ્યાન નથી રાખતા કે આ તેલ આપણા શરીર માટે સારું છે કે નહિ. ઘણાબધા લોકો તે મુંજવણ મા પણ હોય છે કે ભોજન બનાવવા માટે અને ભોજનના સ્વાદને વધારવા માટે ક્યાં વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો. તેમજ સ્વાસ્થય સારું રહે તેના માટે વેજીટેબલ ઓઈલ નો ઉપયોગ કરવો કે ઘીનો ઉપયોગ કરવો. આજકાલ ખાવામાં ઘણા પ્રકારના તેલ જેમકે મકાઈ નું તેલ, કેનોલા તેલ, સૂર્યમુખી નું તેલ, ઓલિવ ઓઈલ અને તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે લોકો મુંજવણમાં છે કે આ વેજીટેબલ તેલનો ઉપયોગ કરવો કે ઘીનો. તો હવે તમારે વધારે પરેશાન થવાની જરૂર નથી કેમકે તમારા સવાલના જવાબ માટે તેલ અથવા ઘી માંથી શું સારું છે, તેના વિશે જણાવી રહ્યા છે ડાયટિશ્યન સ્વાતિ બાથવાલ.

આ તેલને ના કહો:

કૈનોકા, સોયા, સૂર્યમુખી, કપાસિયા તેલ, કુસુમ તેલ, દ્રાક્ષના બીજનું તેલ વગેરેને ખરાબ તેલમાં ગણવામાં આવે છે. આ ઓઈલનો ઉપયોગ ભોજનને ગરમ કરવા અથવા તળવામાં ન કરવો જોઈએ. આ વેજીટેબલ તેલ મેટાબોલીઝમને ઉતેજીત કરે છે. તેમજ તેમાંથી કેટલાક તેલ ટ્રાંસ ફેટી પણ હોય છે. ખરેખર વનસ્પતિ તેલમાં ગરમી સંવેદનશીલ પોલિએસેચ્યુરેટેડ ચરબી હોય છે, જે ગરમ થાય ત્યારે ઝેરીલા સંયોજનો માં ફેરવાય છે, જેને ટ્રાંસ ફેટ કહેવામાં આવે છે.

Image Source

આ તેલનો ઉપયોગ કરવો:

સ્વાતિ બાથવાલ કહે છે કે જે તેલ લાંબા સમય સુધી ગરમ રહી શકે છે, તેને રસોઈમાં ઉપયોગ કરી શકાય છે. તેણે જણાવ્યું કે સરસવનું તેલ, મગફળીનું તેલ, તલનું તેલ, બટર, ઘી અને એક્સ્ટ્રા વર્જીન નારિયેળ તેલ વગેરેનો ઉપયોગ ભોજન બનાવવામાં કરી શકાય છે. તેમજ ઘી અને મગફળીના તેલને શૈલો ફ્રાય કે ડીપ ફ્રાય કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. મોનો-અનસેચ્યુરેટેડ ફેટ જેવા મકડેમિયા, એવોકાડો અને ઓલિવ ઓઈલનો ઉપયોગ સલાડ,ભોજનમાં ડીપ્સ અને રાંધેલા ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે ઉપયોગ કરી શકાય છે પરંતુ ભોજન બનાવવામાં નહીં.

જ્યારે આપણે ખરાબ તેલનો ઉપયોગ કરીએ છીએ તો શું થાય છે?

સ્વાતિ બાથવાલના જણાવ્યા મુજબ, આપણા પેશીઓમાં રહેલા ઓક્સિડન્ટ સ્વસ્થ પરમાણુઓને ફરીથી ઉત્પન્ન કરવાનું કામ કરે છે. અમે તેને આ રીતે સમજી શકીએ છીએ કે તેઓ કાર્યાત્મક કલાકૃતિઓને બિનઅસરકારી કળાઓમાં રૂપાંતરિત કરે છે. તેઓ મેટાબોલિક કાર્ય સાથે ઇન્ટરફિયર કરે છે. વનસ્પતિ તેલમાં ખોરાક તળવાથી આપણા ઉતકોમાં જાય છે જેમાં વિટામિન્સ અને એન્ટીઓક્સિડેન્ટ ની ઉણપ હોય છે.

તમારી છૂપાયેલી ખરાબ ચરબીને ઓળખો:

સ્વાતિ બાથવાલના મુજબ, આપણે દરરોજ જે ભોજન ખાઈ રહ્યા છીએ તેમાં આપણને તેલ દેખાય તો આપણે ચરબી સમજી લઈએ છીએ, પરંતુ આ ઉપરાંત પણ આપણે ઘણી રીતે ચરબીનું સેવન કરી રહ્યા છીએ. નમકીન, સમોસા,પેકેટ ના સનેક્સ વગેરે. આ બધામાં ચરબી હોય છે જેને આપણે જોઈ નથી શકતા. ફ્રેન્ચ ફ્રાયમા પણ ચરબી હોય છે. ઘણા રેસ્ટોરન્ટમાં જોવા મળ્યું છે કે કર્મચારી એક વાર ઉપયોગ કરેલા તેલનો ઘણીવાર ઉપયોગ કરે છે. આ પ્રકારનું તેલ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક બને છે.

તેલની ગુણવતા તપાસો:

પહેલાના સમયમાં મોટાભાગના ઘરમાં ઘી અને દેશી તેલનો ભોજન બનાવવામાં ઉપયોગ કરવામાં આવતો હતો. આજે પણ તેનો ઉપયોગ થાય છે પરંતુ આજકાલના આ પદાર્થોમાં ભેળસેળ વધારે જોવા મળે છે આ કારણે તેનો ઉપયોગ ધ્યાનપૂર્વક કરવો જોઈએ. સ્વાતિ બાથવાલના મત મુજબ, જો તમે પણ તેનો ઉપયોગ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે તે કોલ્ડ પ્રેસ્ડ હોય. ચરબીયુક્ત પદાર્થોને પ્લાસ્ટિકના કન્ટેનરમાં ન રાખવું. જ્યારે તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો ત્યારે ધ્યાન રાખો કે તે કોલ્ડ પ્રેસ્ડ હોય અને કાચની બોટલમાં રાખવામાં આવેલું હોય.

Image Source

ક્રૂડ તેલનો ઉપયોગ કરો:

ક્રૂડ તેલ કોલ્ડ પ્રેસ્ડ હોય છે. તેનાથી વિપરીત વેજીટેબલ તેલના ઉત્પાદકો જુદા જુદા પ્રકારની પ્રક્રિયા કરે છે જેનાથી તે ખાવાલાયક નથી રહેતું.

પરંપરાગત વાનગીઓ બનાવો:

આધુનિક જીવન અને સાધન સામગ્રીની વધતી જતી ભરમારને લી બધું ખૂબ ઝડપથી થઇ રહયું છે. આ કારણે જ જીવનમાં મશીનનો ઉપયોગ ખૂબ વધ્યો છે. આજના આધુનિક ભોજન કરતા પેહલા આપણે જે પરંપરાગત રીતે ભોજન બનાવતા હતા તે વધારે પૌષ્ટિક ભોજન હતું. હવે ટેફલોન, નોન સ્ટીક પેન વગેરેમાં રસોઈ બનાવવામાં આવે છે. તેમજ તેલની ગુણવતા ઘટી રહી છે જેનાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ રહ્યુ છે.

સ્વસ્થ મીઠાઇઓ ખાઓ:

ડાયટિશ્યન સ્વાતિ બાથવાલના મત મુજબ જો તંદુરસ્ત રેહવું હોય તો સ્વસ્થ મીઠાઈઓ ખાઓ. શેકેલા અનાનસ, ક્રીમ સાથે સ્ટ્રોબેરી, ફ્રોઝન દ્રાક્ષ, ડાર્ક ચોકલેટ વગેરે ( ૭૦ ટકાથી વધારે) પૌષ્ટિક મીઠાઇઓ છે. આ ઉપરાંત આપણી પરંપરાગત મિઠાઈઓ જેમકે ગોળના બનેલા લાડુ, બદામ, સંદેશ , ગોળની સાથે મગફળીની ચીક્કી વગેરે સ્વસ્થ મિઠાઈઓ છે. તેનું સેવન કરી શકાય છે.

સ્વસ્થ ભોજન સ્વસ્થ જીવનનો આધાર હોય છે. ભોજનમાં તેલ ઓક્સિજનની જેમ કામ કરે છે. તેથી ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે કેવા તેલનો ઉપયોગ કરી રહ્યા છીએ. ધ્યાન રાખો કે અહી જે સૂચના આપવામાં આવી છે તે સામાન્ય લોકો માટે છે. જો કોઈ વ્યક્તિને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય તો તમારા ડોકટર સાથે વાત કરો

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment