કાળા ગાજરનો હલવો કે જ્યુસ જે પણ ગણો છે એકદમ હેલ્થ માટે બેસ્ટ : દેશી ગાજર છે ઘરની બેસ્ટ ઔષધી : જાણો શું છે ફાયદા અને નુકસાન…

Image by congerdesign from Pixabay

ઠંડીની મૌસમ જેવી શરૂ થાય એ સાથે જ ઉતાર ભારતીય લોકો એક ડીશનો ટેસ્ટ વધારે પસંદ કરે છે. એ છે ગરમા ગરમ ગાજરનો હલવો. ગાજર તો તમે ચાખી પણ હશે અને જોય પણ હશે! પણ શું તમે કાળા ગાજર ખાધા છે? આ વિષેની તમને જાણકારી ન હોય તો તમને માહિતી આપતા જણાવી દઈએ કે ગાજર માત્ર લાલ કે નારંગી કલરના જ હોય એવું નથી. પણ ગાજર કાળી અને પર્પલ કલરની પણ આવે છે. એમાં કાળા ગાજરને હલવો બનાવવા માટે ઉત્તમ ગણવામાં આવે છે.

સામાન્ય રીતે કાળા ગાજરને દેશી ગાજર કહેવામાં આવે છે. અને દેશી શાકભાજી ખાવાના શોખીન લોકો આ ગાજરને વધારે પસંદ કરે છે. કાળા ગાજર વિશેષ રૂપથી પૌષ્ટિક હોય છે અને તેમાંથી બનાવેલ ગાજરનો હલવો સ્વાદમાં લહેજત આપે છે. સાથે શરીર માટે ઉત્તમ ઔષધ પણ છે. શરીરને શક્તિ આપવામાં કાળા ગાજર મહત્વનો ભાગ ભજવે છે. એન્ટી ઓક્સિડેંટ એવા કાળા ગાજર શિયાળા માટેની બેસ્ટ રેસીપી રો મટીરીયલ છે.

એવી માનવામાં આવે છે ગાજરની ઉત્પતિ 10 મી સદીમાં થઇ હતી એ પહેલા કાળા અને રીંગણ કલરના ગાજર જ આવતા હતા. પછીથી સંસ્કરણ પદ્ધતિથી ગાજરની નવી એક જાત બજારમાં આવી અને એ ગાજર સ્વાસ્થ્યવર્ધક ગુણથી ભરપુર હોય છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે આપણી આંખ માટે ફાયદાકારક માનવામાં આવે છે. એ સિવાય કાળા ગાજર,અ પોષકતત્વો હોય છે.

આ આર્ટિકલમાં કાળા ગાજરમાં રહેલા ન્યુટ્રીએન્ટસ વિષે જાણકારી લખવામાં આવી છે. ઉપરાંત કાળા ગાજરને ખાવાથી થતા ફાયદા અને ગેર-ફાયદા વિષેની રસપ્રદ માહિતી લખવામાં આવી છે. તો આ આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં, જેના કારણે તમને ખબર પડશે કે કાળા ગાજરનું સેવન કઈ રીતે કરી શકાય.

કાળા ગાજરમાં રહેલા પોષક તત્વો :

  •  બધા પ્રકારના ગાજરમાં – પછી ભલે ગાજર કોઇપણ કલરની હોય : તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામીન- સી, મેંગેનીજ, વિટામીન ઈ અને થોડી માત્રામાં વિટામીન બી જેવા વિભિન્ન પોષક તત્વો રહેલા હોય છે.
  •  આ સિવાય ગાજરમાં થોડી કેલેરી પણ હોય છે. એ માટે જ ગાજર, વેટ લોસ કરવામાં મદદ કરે છે.
  •  કાળી અને રીંગણ કલરની ગાજરને બીજા ગાજર કરતા વધારે પૌષ્ટિક માનવામાં આવે છે. એમાં વિશેષ રૂપથી એન્ટી ઓક્સિડેંટ એન્થોસાયનીન હોય છે, જે શરીરને ઓક્સીડેટીવ સ્ટ્રેસથી બચાવે છે.
  •  એન્ટી ઓક્સિડેંટ સિવાય કાળા ગાજરમાં એન્ટી બેક્ટેરિયલ,એન્ટીકાર્સીનોજેનિક, એન્ટીફંગલ અને એન્ટીઇન્ફલેમેટ્રી પ્રોપર્ટીઝ હોય છે.
  •  કાળા ગાજરમાં બીટા કેરોટીન સિવાય કેલ્શિયમ, કેરેટેનોયડઝ, આયર્ન, જીંક, ફેલોનીક એસીડ, ફ્લેવોનોલ્સ વગેરે ભરપુર માત્રામાં હોય છે, જે શરીરની ઇમ્યુનિટી એનર્જીમાં વધારો કરે છે અને સાથે હાડકાને મજબુત બનાવે છે.

કાળા ગાજર ખાવાથી થતા ફાયદા :

  •  કાળા ગાજરમાં આપણે ઉપર જાણ્યું એ મુજબ ફાઈબર અને પોટેશિયમ જેવા પોષક તત્વો ખુબ રહેલા હોય છે. અને એ સ્વાસ્થ્ય માટે ઘણી જ પ્રકારે ફાયદાકારક હોય છે. તો તમને વધારે જાણકારી માટે કાળા ગાજર ખાવાથી થતા ફાયદાનું આખું લીસ્ટ વિસ્તૃત માહિતી સાથે જણાવી દઈએ :

કાળા ગાજર ખાવાથી થતો કેન્સરમાં ફાયદો :

Image source

અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે કાળા ગાજર ખાવાથી કેન્સરની બીમારી સામે લડવામાં મદદ મળે છે. આ અધ્યયન ઉંદર પર કરવામાં આવ્યું હતું અને 12 અઠવાડિયા સુધી ચાલેલું આ અધ્યયન માણસના શરીર સાથે જોડાયેલા કેન્સરની બીમારી સામે કેવી રીતે કાળા ગાજર મદદ કરે છે એ વિષેની ઘણી માહિતી આપે છે.

એવી જ રીતે ટેસ્ટ ટ્યુબ અધ્યયનથી જાણવા મયું લે એન્થોસાયનીન બ્રેસ્ટ કેન્સર, લેવર કેન્સર, સ્કીન કેન્સર, બ્લડ કેન્સર અને પેટમાં થનાર કેન્સરની કોશિકાઓના વિકાસને રોકીને માણસનું જીવન બચાવવા માટે કારગર છે.

કાળા ગાજરથી વજન ઘટી શકે છે :

ગાજર એ એવી શાકભાજી છે જેમાં કેલેરી બહુ જ ઓછી માત્રામાં હોય છે. પણ ગાજર શરીર માટે ઉત્તમ ગણાય છે. જે કારણે વજન ઉતારવા માટે ગાજરનું સેવન ફાયદાકારક નીવડે છે. કાળા અને રીંગણ કલરના ગાજરમાં ઓગળી શકે એવા ફાઈબર હોય છે, જે જમ્યા પછી ભર પેટ જમ્યાની ફીલિંગ્સ આપે છે એટલે ભૂખને કંટ્રોલ કરવા માટે ગાજર વધુ ઉપયોગી છે.

કાળા ગાજર અને આર્થરાઈટીસ :

એન્થોસાયનીન પોલીફેનોલ એન્ટીઓક્સીડેંટ છે જે સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી છે. એન્થોસાયનીનથી ભરેલ ખાદ્યચીજ જેમ કે કાળા ગાજર ઇન્ફલેમેશન(આંતરિક સોજો અને જલન) જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. એન્થોસાયનીન એન્ટી-ઇન્ફલેમેટ્રી એજન્ટ તરીકે કામ કરે છે. આવી જ રીતે સાથે સાથે કાળા ગાજરનું સેવન આર્થરાઈટીસના દર્દીઓને પણ ફાયદો આપે છે.

ગંભીર હદય રોગમાં ફાયદો આપે છે કાળા ગાજર :

image source

હદયને લગતી કોઇપણ બીમારીને બહુ જ ગંભીર માનવામાં આવે છે કારણ કે આ બીમારી ક્ષણિકમાં માણસનો જીવ લઇ શકે છે. એવામાં હદયને હેલ્ધી રાખવું જરૂરી બને છે. રક્ત વાહિનીઓના બ્લોકેજને પણ કાળા ગાજરનું નિયમિત સેવન ખોલી શકે છે. આ વિષય પર જાણકારોની ટીમ દ્વારા અધ્યયન પણ કરવામાં આવ્યું હતું અને એ અધ્યયન પરથી જાણવા મળ્યું હતું કે દર્રોજ્જ 0.2 મીલીગ્રામ એન્થોસાયનીન ખાવાથી હદયની બીમારીનું જોખમ હળવું કરી શકાય છે. એ માટે બેસ્ટ ઓપ્શન બને છે કાળા ગાજરનું નિયમિત સેવન.

માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે કાળા ગાજર ફાયદાઓ :

Image source

માનસિક સ્વાસ્થ્ય માટે કાળા ગાજરનું સેવન ફાયદાકારક ગણાય છે. 7 પ્રકારના અલગ અલગ ટેસ્ટ પરથી જાણવા મળ્યું હતું કે એન્થોસાયનીન યુક્ત ખાદ્યચીજ ખાવાથી માનસિક સ્વાસ્થ્યને સુધારી શકાય છે. એ માટે ગાજર મદદરૂપ થઇ શકે છે. મોટી ઉંમરના વ્યક્તિઓને કાળા ગાજરનું નિયમિત સેવન કરવાની ભલામણ કરી શકાય છે.

કોલેસ્ટ્રોલ અને શુગર લેવલ કરવા માટે કાળા ગાજર :

મેટાબોલીક સિન્ડ્રોમ એક એવી સ્થિતિ છે, જેમાં લક્ષણો એકસાથે ગુચ્છામાં જોવા મળે છે. જેમ કે, પેટ પર જમા થતી ચરબી, ઊંચું કોલેસ્ટ્રોલ અને બ્લડમાં શુગર વગેરે ગણવામાં આવે છે. જાનવર પર કરવામાં આવતા સ્ટડી મુજબ કાળા ગાજરનું સેવન બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે મદદ કરે છે. એટલે જ કાળા ગાજરની જ્યુસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર, હદયની માંસપેશીઓની જકડાવ વગેરે જેવી સમસ્યા દૂર થઇ સ્વસ્થ જીંદગી મળે છે.

કેવી રીતે કાળા ગાજરનું સેવન કરવું જોઈએ?

કાળા ગાજરને ખમણીને પણ ખાઈ શકાય છે, જેમાં ઘી અને થોડી ખાંડ ભેળવી હલવો બનાવીને પણ ખાઈ શકાય છે.
સલાડ બનાવીને પણ કાળા ગાજરને ખાઈ શકાય છે. જેમાં ઉપરથી થોડું નમક ઉમેરીને ખાવાથી સ્વાદમાં વધારે અનુકુળ રહે છે.
ડાયેટ પ્લાન ફોલો કરતા લોકો ગાજરની સ્લાઈસ બનાવીને પણ ખાવાના ઉપયોગમાં લઇ શકે છે. નિયમિત ગાજરની સ્લાઈસ ખાવાથી વજન ઉતારવામાં જલ્દી ફાયદો મળે છે.
જેને ગાજરનો જ્યુસ વધારે પસંદ હોય એવા લોકો જ્યુસ પી શકે છે.

કાળા ગાજર ખાવાથી થતા નુકસાન :

આ આર્ટિકલમાં તમને ગાજરનું સેવવા કરવાથી થતા એક કરતા વધારે ફાયદાઓ જણાવ્યા. એ સાથે ગાજરનું સેવન કરવાથી થતા નુકસાન વિષે પણ તમને માહિતીગાર કરીએ તો :

  •  આમ તો ગાજરનું નિયમિત સેવન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે પણ અમુક વ્યક્તિઓમાં ગાજર ખાવાથી નુકસાન જોવા મળે છે. જેમ કે, મહિલાઓને ગર્ભ હોય એવી સ્થિતિમાં ગાજરનું સેવન માફક ન આવતું હોય તો તેને બિલકુલ ગાજરનું સેવન ન કરવું જોઈએ.
  •  નાના બાળકોને ગાજરનું જ્યુસ આપવાથી ફાયદા થાય છે કે નુકસાન એ વિષેની વધારે માહિતી આજ સુધી જાણવા મળી નથી એટલા માટે બાળકોને જ્યુસ આપવાથી બચવું જોઈએ.
  •  જે લોકોને વધારે સ્કીન એલર્જી હોય છે તેને ગાજરનું સેવન ઓછું કરવું જોઈએ.

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને ચેતવણી આપવામાં આવી છે કે કંઇપણ સેવન અથવા ઉપયોગ કરતા પહેલા, તમારા ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ  આવશ્યક છે.

આશા છે કે આજના આર્ટિકલની માહિતી આપ સૌ ને પસંદ આવી હશે! તો આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે જોડાયેલા રહો ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે…

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *