જાણો, તમારી ઉંમર પ્રમાણે ઓછામાં ઓછી કેટલા કલાકની ઉંઘ લેવી જરૂરી છે

શરીરનું સરખી રીતે સંચાલન માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોને આ વાતની ખબર જ હોતી નથી કે કેટલા કલાકની ઉંઘ તેના માટે પૂરતી હોય છે.

શરીરનું સરખી રીતે સંચાલન માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે, તે વાત તો આપણે બધા જાણીએ છીએ. હવે સવાલ તે છે કે આ ‘ પૂરતી ઉંઘ’ની હદ કેટલી છે? કેટલા કલાકની ઉંઘ પૂરતી કહી શકાય છે. ઘણા લોકોને આ વાતની ખબર જ હોતી નથી કે કેટલા કલાકની ઉંઘ તેના માટે પૂરતી હોય છે.

તે બાબતે સંયુકત રાજ્ય અમેરિકામાં થયેલા એક સંશોધનમાં તે કહેવામાં આવ્યું છે કે વ્યક્તિને કેટલા કલાકની ઉંઘ દરરોજ લેવી જોઈએ તે તેની ઉંમર પર આધાર રાખે છે. જીવનશૈલીમાં અનિયમિતતા , દારૂ , કોફીનું વધારે માત્રામા સેવન , એનર્જી ડ્રીંકસ નું સેવન વગેરે ઘણા એવા કારણ છે જે તમારી ઉંઘને અસર કરે છે. આ બધાની વચ્ચે સ્વસ્થ રહેવા માટે તમારે કોઈ પણ રીતથી પૂરી ઉંઘ લેવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. આજે અમે તમને જણાવીશું કે ક્યાં ઉંમરના વ્યક્તિને કેટલી ઉંઘ લેવી જોઈએ.

Image by PublicDomainPictures from Pixabay

નવજાત બાળક ને

નવજાત બાળકને લગભગ ૧૪ -૧૭ કલાકની ઉંઘ લેવી જોઈએ, પરંતુ તેને ૧૯ કલાકથી વધારે સુવા ન દેવું જોઈએ.

Image by Daniela Dimitrova from Pixabay

૩-૫ વર્ષની ઉમર ના બાળકોને

નિષ્ણાંતો ના મત મુજબ આ ઉમર ના બાળકો માટે ૧૦-૧૩ કલાકની ઉંઘ પૂરતી ઉંઘ કહી શકાય છે. તેના સિવાય ૮ કલાકથી ઓછી અને ૧૪ કલાકથી વધારે ઉંઘ આ બાળકો માટે સારી માનવામાં આવતી નથી.

Image by Pexels from Pixabay

૬-૧૩ વર્ષની ઉંમર સુધીના બાળકોને

તે બાળકો માટે નેશનલ સ્લીપ ફાઉન્ડેશન ( એનએસએફ ) ૯ થી ૧૧ કલાકની ઊંઘ માટે સલાહ આપે છે. તેના માટે ૭ કલાકથી ઓછી અને ૧૧ કલાકથી વધારે ઉંઘ આ બાળકો માટે સારી નથી માનવામાં આવતી.

Image by Claudio_Scott from Pixabay

કિશોરાવસ્થા મા

૧૪ વર્ષથી ૧૭ વર્ષ સુધી ઉંમરના લોકોને ૮-૧૦ કલાક ઉંઘ ની સલાહ આપવામાં આવી છે. પરંતુ ૭ થી ઓછી અને ૧૧ થી વધુ કલાકની ઉંઘ તેના માટે સારી નથી.

Image by StockSnap from Pixabay

પુખ્તવયના

૧૮ વર્ષથી ૬૪ વર્ષ સુધીની ઉંમરના લોકોને ઓછામાં ઓછી ૭-૯ કલાકની ઉંઘ લેવી જોઈએ. તેના સિવાય તેને ૬ કલાકથી ઓછી અને ૧૧ કલાકથી વધારે તો બિલકુલ સુવું ન જોઈએ.

Image by Gerd Altmann from Pixabay

વૃદ્ધો ને

૬૫ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે ઓછામાં ઓછી ૭-૮ કલાકની ઉંઘ લેવી જોઈએ. તેવા લોકોને ૫ કલાકથી ઓછી અને ૯ કલાકથી વધારે સુવું ન જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment