આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ ભરેલા કારેલાનું શાક

Image Source

ખાટ્ટા મીઠા ભરેલા કારેલાના સ્વાદથી તો તમે બધા જાણીતા જ હશો પરંતુ આજે અમે કંઇક અલગ જ કારેલા ની રેસીપી લાવ્યા છીએ, જેને બાળકો પણ ખાશે.

જરૂરી સામગ્રી.

  • કારેલા -૮(૪૦૦ ગ્રામ)
  • મીઠું – એક નાની ચમચી

કારેલા માં ભરવા માટેનો મસાલો.

  • •સરસવ નું તેલ – ૪ ચમચી
  • વરિયાળી પાવડર – ૨ નાની ચમચી
  • ધાણા પાવડર -૨ નાની ચમચી
  • આમચૂર પાવડર -૧ નાની ચમચી
  • લાલ મરચું પાવડર -૧/૪ નાની ચમચી
  • મીઠું – એક નાની ચમચી થી થોડું વધુ
  • ખાંડ પાવડર – ૨.૫ નાની ચમચી
  • હળદર પાવડર ૧/૨ નાની ચમચી
  • જીરૂ – ૧/૨ નાની ચમચી
  • હિંગ – એક ચપટી

રીત

કારેલા ને સારી રીતે ધોઈ લો. ચાકુ ની મદદથી છાલ કાઢી લો. થોડું મીઠું છાલ માં નાખીને રાખી દો અને થોડું મીઠું કારેલામાં લગાવીને અડધા કલાક માટે રાખી દો.

કારેલા અને છાલને સારી રીતે બે વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો. છાલને ધોઈ ચાળણી વડે ચાળી તેનું બધું પાણી કાઢી લો.

વાસણમાં બે નાની ચમચી તેલ નાખીને ગરમ કરો. ગરમ તેલ માં જીરૂ, હિંગ, હળદર પાવડર અને છાલ નાખીને બે મિનિટ સુધી સતત હલાવીને શેકી લો. પછી તેમાં ધાણા પાવડર, વરિયાળી પાવડર, આમચૂર, લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો અને ત્યારબાદ મીઠું અને ખાંડ પાવડર પણ નાખી દો. મસાલાને ચમચાથી હલાવી ને ભેળવી લો. મસાલાને થાળીમાં કાઢી લો અને થોડો ઠંડો થવા દો. શેકેલો મસાલો કારેલામાં ભરવા માટે તૈયાર છે.

Image Source

કારેલાને એવી રીતે એક બાજુથી કાપવું કે બીજી બાજુ જોડાયેલી રહે. પછી દરેક કારેલામાં મસાલો દબાવીને ભરો.

વાસણમાં તેલ મૂકીને ગરમ કરો. મસાલો ભરેલા કારેલા નાખી અને ઢાંકણ થી ઢાંકીને ત્રણ ચાર મિનિટ સુધી ધીમા અને માધ્યમ તાપ પર પાકવા દો અને પછી તપાસ કરો. ઢાંકણ ખોલો, કારેલાને ફેરવીને ફરી પાછા ત્રણ મિનિટ માટે પકાવો. હજુ એકવાર તપાસ કરો અને કારેલાને બીજી બાજુ શેકાવા માટે ફેરવો. કારેલા બદામી થાય ત્યાં સુધી ફેરવી ફેરવીને શેકી લો, ભરેલા કારેલા તૈયાર છે અને ગેસ બંધ કરી દો.

કારેલાને થાળીમાં કાઢી લો અને ધાણા થી શણગારો. ખાટ્ટા મીઠા ભરેલા કારેલા ને રોટલી, પરોઠા કે પૂરી કોઈપણ સાથે પીરસો અને ખાઓ. કારેલાને ફ્રીઝ માં રાખીને ૬-૭ દિવસ સુધી ખાઈ શકાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *