ચાની સાથે સર્વ કરો આ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી વેરકી પુરી, જાણો તેને બનાવવાની આસાન પદ્ધતિ 

Image Source

જ્યાં સવારની હોય કે પછી સાંજની ચા સાથે આપણને કંઇકને કંઇક ખાવાનું મન જરૂર થી થાય છે. આમ તો ચા ની સાથે સેવન કરવા માટે ઘણા બધા નોરતા ની વેરાયટી છે પરંતુ અમુક લોકો સાંજે ચાની સાથે ચિપ્સ,ભજીયા વગેરેનુ સેવન કરવાની આદત હોય છે, વળી અમુક લોકો બિસ્કીટ મઠડી પરાઠા જેવા હલકા નાસ્તા લેવાનું પસંદ કરે છે. તમે પણ ગરમ ગરમ ચા સાથે વેકરી પુરી ટ્રાય કરી શકો છો.

પુરીને લગભગ દરેક ભારતીય ઘરોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અમુક લોકોને ડીપ ફ્રાય અને ફુલેલી પુરી નાસ્તામાં ખાવાની ખૂબ જ પસંદ હોય છે, અને અમુક લોકોને બટાકાનું શાક અથવા છોલે સાથે પુરી ખાવાનું પસંદ હોય છે પરંતુ આ વખતે તમે જ સાથે વેરકી પુરી સર્વ કરો તે જરૂર થી તમને પસંદ આવશે.

હવે આપણે આ પુરી બનાવવાની સામગ્રી અને રીત જાણીશું,

Image Source

સામગ્રી

  • મેંદાનો લોટ – 4 કપ
  • સોજી – 2 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • જીરું પાવડર – અડધી ચમચી
  • અજમા પાવડર – અડધી ચમચી
  • કાળા મરી – 15 (ક્રશ કરેલ)
  • ઘી અથવા તેલ – 2 ચમચી
  • તેલ – તળવા માટે
  • પાણી – જરૂરિયાત મુજબ

Image Source

બનાવવાની રીત 

  • વેરકી પુરી બનાવવા માટે સૌપ્રથમ તમે એક બાઉલ લો.ત્યાર બાદ તેમાં ઉપર જણાવેલ બીજી દરેક સામગ્રી નાખીને યોગ્ય રીતે મિક્સ કરો.
  • હવે તમે લોટમાં પાણી નાખો અને તેનો લોટ બાંધવા હવે જ્યારે લોટ યોગ્ય રીતે સેટ થઈ જાય ત્યારે લોટના બરાબર માત્રામાં ભાગ કરો.
  • હવે તે અલગ-અલગ ભાગ ને ગોળ પુરી નો આકાર આપો ત્યારબાદ પુરીના સાત પડ બનાવો, અને તેને ફરીથી ગોળ વાળીને ફરીથી તેને સારી રીતે વણો.
  • હવે તમે કઢાઈમાં તેલ નાંખીને તેને ગરમ કરવા માટે મૂકો હવે વણેલી પૂરીને કઢાઈમાં નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  • હવે બધી પૂરીને એક પ્લેટમાં બહાર કાઢો તમારી વેરકી પુરી તૈયાર છે તમે તેને ચા અથવા કોફી સાથે સર્વ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ચાની સાથે સર્વ કરો આ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી વેરકી પુરી, જાણો તેને બનાવવાની આસાન પદ્ધતિ ”

Leave a Comment