કેવું હશે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું લગ્ન પછીનું ઘર? આવું હશે તેમનું ડ્રીમ હોમ😍

લોકોને તો જરાક ભનક થવી જોઈએ, એટલે એક વાતને વધારીને, તેમાં મીઠું-મરચું ભભરાવીને કહેવાની જ વાટ હોય છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની અફવાઓ કેટલાય સમયથી ઇન્ટરનેટ પર ગોળ-ગોળ ફરી રહી છે.

ઘણા રીપોટરોએ તો એવો દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં બંને સ્ટારના લગ્ન કરવામાં આવશે. તે લોકોના લગ્નની તૈયારી જોરશોરથી ચાલી રહી છે અને લાગે છે કે આ વાત સાચી થવાની જ છે; કેમકે આ માટે તૈયારીઓ પ્રગતિમાં છે.

બોલીવુડના સુપરહિટ કલાકારો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આજ-કાલ ખુબ ચર્ચામાં જોવા મળતા હોય છે. પછી વાત ભલેને ફક્ત એક રાત્રિભોજનની હોય અથવા જન્મદિવસની, તે લોકો કપલ તરીકે ખુબ પ્રસિદ્ધ થઈ ગયા છે.

મિડ-ડેના હમણાંના સમાચાર ના હિસાબે બંનેએ પોતાના સપનાનું ઘરની તૈયારી કરી લીધી છે, અને તેના સપનાનું ઘરને અંતિમ રૂપ આપ્યું છે, જ્યાં તે લોકો લગ્ન પછી રહેતા હશે. સાથે જ, પોતાના બધાં સપનાં પૂરા કરશે, જ્યાં તે પોતાના વિવાહિત જીવનની શુભ શરૂઆત કરશે!

આ વાતને લઇને એવો દાવો કરવામાં આવ્યો છે કે બેફિકરે ના અભિનેતાએ ઇમારતમાં બે માળ ખરીદ્યા છે, જ્યાં હાલમાં તેઓ તેમના માતા-પિતા સાથે રહે છે. હવે તે ઘરનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, તેનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે- જે દેખીતી રીતે અભિનેત્રી દીપિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે; કેમકે લગ્ન પછી તેને ત્યાં રહેવાનું છે.

એટલે તે પોતાના સપનાનું ઘરને પોતાની રીતે બનાવી શકે! કયો રૂમ ક્યાં હોવો જોઈએ, કોનો રૂમ કઈ જગ્યાએ હોવો જોઈએ, સાજ-શણગારની વસ્તુઓ કેવી રીતે ગોઠવવી, તે ક્યાં હોવી જોઈએ, કેવી રીતે તેનું આયોજન હોવું જોઈએ, વગેરે. તે તેનું સપનાનું ઘરને પોતાની રીતે આયોજિત કરી શકે એટલે પુનર્ગઠન તેના હસ્તે કરવામાં આવી રહ્યું છે.

સાધારણ મનુષ્યની જેમ આ સિતારાઓ પણ તેમના નવા ઘરને લઈને ખુબ ઉત્સાહિત અને ખુશ હોય છે. લાગે છે કે દીપિકા અને રણવીર, લગ્ન પછી તેમનું આ સપ્નાનું મનમોહિત કરતુ ઘર ઉપર ચાર-ચાંદ લાગવા માંગે છે. તેમનાથી જેટલું થઇ શકે, તેટલું સુંદર બનવાનો પ્રયત્ન કરતા દેખાય છે.

દીપિકા પાદુકોણે તેની માતા સાથે હમણાં જ મુંબઈના બાંદ્રામાં પરંપરાગત ઘરેણાની ખરીદીની દેખરેખ કરતી જોવામાં આવી હતી, એટલે લોકોને તો જોવાની જ જરૂર હોય છે! આ વાતને લઇને અફવામાં બળતણ ઉમેરાયું હતું. તેથી લોકોને લાગ્યું કે તે પોતાના લગ્નની તૈયારીરૂપે ઘરેણાની ખરીદી કરી રહી છે.

તેના પરથી લોકોએ એ વાતને વધારી કે હવે તો જરૂર એ બંનેના લગ્ન નક્કી જ છે.તેની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે અને આ ખરીદીના લીધે અફવામાં તો જાણે બળતણનો વધારો થયો હોય તેમ આ વાત વધારે બહાર આવી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment