શું ડીલીવરી પછી તમારું પણ વજન વધી ગયું છે? તો અજમાવો આ પ્રાકૃતિક ઉપાય અને આસાની થી ઘટાડો તમારૂ વજન

મિત્રો, ડિલિવરી પછી સ્ત્રીઓના વજન એકાએક વધવા લાગે છે, જેના વિશે તેઓ ચિંતા કરવાનું શરૂ કરે છે. ડિલિવરી પછી વધેલા આ વજનને કેવી રીતે ઘટાડશે તે અંગે આખો દિવસ તે વિચાર્યા કરે છે. કેટલાક લોકો પાતળા બનવા માટે જીમમાં જવાનું વિચારે છે, તો કેટલાક લોકો ડાયેટિશિયન પાસેથી વિશેષ ડાયટ પ્લાન બનાવીને તેનુ પાલન કરે છે પરંતુ, આજે અમે તમને આ લેખમા ડીલીવરી પછી વધી ગયેલા વજન ને કુદરતી રીતે ઘટાડવા માટેના અમુક ઉપાયો વિશે જણાવીશુ, ચાલો જાણીએ.

ડિલિવરી પછીના ૪૦ દિવસમા કરો આ કાર્ય :

ક્રેશ ડાયટ ટાળો :

સ્ત્રીઓ ને બાળક ના જન્મ દરમિયાન જે પીડા અને થાક લાગે છે, તેમાંથી બહાર આવવામાં થોડો સમય લે છે. બાળક બે અથવા ત્રણ  મહિનાનો થાય ત્યા સુધી આ થાક લાગ્યા રાખે છે. આ સમયે સ્ત્રીઓએ તેમના સ્વાસ્થ્ય નુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ અને તેમના વજન અને કેલરી ના સેવન નુ નિરીક્ષણ કરવું જોઈએ. જો સ્તનપાન કરાવતી મહિલાઓ ક્રેશ ડાયટ શરૂ કરે છે, તો તેની અસર બ્રેસ્ટ મિલ્ક પર પડે છે, જેના કારણે બાળકને પૂરતુ દૂધ નથી મળતું અને તમે જાણો છો કે માતાનું દૂધ એ બાળક માટે પોષણનો એકમાત્ર રસ્તો છે, માટે આ ડાયટ ટાળો.

Image by press 👍 and ⭐ from Pixabay

ડિલિવરી પછી ધીરે-ધીરે કામ કરવાનુ શરૂ કરો :

બાળક ના જન્મ થયા પછી શરીરમા ઘણી નબળાઇ આવે છે, તેથી જુના રૂટીનમાં પ્રવેશતા પહેલા એકવાર ડોક્ટર ની સલાહ લેવી જ જોઇએ. જો તમારી સામાન્ય ડિલિવરી થઈ હોય તો તમે ૨૦ દિવસ પછી થોડુંક કામ શરૂ કરી શકો છો પરંતુ, સિઝેરિયન ડિલિવરી ના કિસ્સામા સંપૂર્ણ રીકવર થયા બાદ જ તમે ફરી તમારા સામાન્ય જીવનમાં પરત ફરી શકો છો.

શક્ય તેટલુ વધુ પાણી પીવુ :

પાણી એ આપણા શરીર માટે ખૂબ જ મહત્વનુ છે. ત્વચા ની સાર-સંભાળ , વજન ઘટાડવુ અને બાળકના સાચા વિકાસ માટે વધુ પાણી પીવુ ખૂબ જ સારુ માનવામા આવે છે. જે સ્ત્રીઓ સ્તનપાન કરાવે છે તેમણે દરરોજ ઓછામા ઓછુ ત્રણ લિટર પાણી પીવુ જોઈએ કારણકે, સ્તનમા ઉત્પન્ન થયેલ દૂધમા ૫૦ ટકા જેટલુ પાણી હોય છે. જો તમે તમારા શરીરને ડીલેવરી પહેલા જેવુ કરવા માંગતા હોવ  તો પછી તમારા સ્વાસ્થ્ય સાથે કોઈપણ સમાધાન ના  કરો અને તમારા સ્વાસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખો. તમે શરીરને પાણીની સાથે નાળિયેર પાણી અને લીંબુના પાણીથી પણ હાઇડ્રેટ કરી શકો છો.

Image by Iuliia Bondarenko from Pixabay

સ્તનપાન કરાવવુ :

એવુ કહેવામા આવે છે કે, માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે સ્તનપાન ફાયદાકારક છે. તે મહિલાઓને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે કારણકે, તે નિયમિત ૮૫૦ કેલરી શરીરમાંથી ઘટાડે છે પરંતુ, સ્તનપાન ક્યારેક વજન વધારવાનું કારણ પણ બની જાય છે. આ કારણ છે કે, સ્તનપાન કરાવ્યા પછી તમને ભૂખ લાગે છે અને તમે વધુ ખોરાક લેશો. જો તમે પોષણયુક્ત ચીજોને તમારા આહારમાં રાખો છો અને વધારે પડતો ખોરાક લેવાનું ટાળો છો, તો પછી સ્તનપાન વજન ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે.

પુષ્કળ ઊંઘ મેળવો :

સ્વસ્થ રહેવા માટે સંપૂર્ણ ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક અધ્યયન મુજબ રાત્રે પાંચ કલાક ની ઊંઘ લેતી સ્ત્રીઓની સરખામણીએ જે સ્ત્રીઓ સાત કલાક ની યોગ્ય ઊંઘ લે છે, તે ગર્ભાવસ્થા પછી ઝડપથી વજન ઘટાડે છે. પૂરતી ઊંઘ લીધા પછી તમે વધુ સક્રિય અને તાજગીભર્યુ મહેસુસ કરશો અને વજન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, તેથી તે વધુ સારું છે કે તમે ડિલિવરી પછી પુષ્કળ ઊંઘ લેવાનો પ્રયાસ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *