એક મૃત મહિલાએ તેના પેટમાંથી જીવતા બાળકને જન્મ આપ્યો – આવું તે કઈ રીતે શક્ય બને?? આવી છે વાત..

આપણે સૌ જાણીએ છીએ બાળકનો જન્મ ‘માં’ ના પેટમાંથી થાય છે પરંતુ ‘માં’ નું જીવિત હોવું તો જરૂરી બને છે ને!! આ મહિનામાં એક એવી ઘટના બની છે જેને ભગવાનનો ચમત્કાર કહી શકાય. આખી વાત જાણીને તમે ચકિત થઇ જશો. શું તમે એવું સાંભળ્યું છે કે મૃત મહિલાના પેટમાંથી જીવી બાળકે જન્મ લીધો હોય? નહીં ને… તો બન્યું છે કંઈક એવું જ…

તુર્કીની આ ઘટના છે જેમાં એક મહિલાના શરીરમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. જો કે આ પ્રયાસ ૧૦ વખત કરવામાં આવ્યો હતો. પહેલા તો બધી વખત નિષ્ફળતા જ મળી હતી અંતે મેડીકલ સાયન્સને સફળતા મળી હતી. જેના પગલે એક મૃત મહિલાના ગર્ભમાંથી જીવિત બાળકે જન્મ લીધો. ૩૨ વર્ષીય આ મહિલાના ગર્ભમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. ચિકિત્સા લેવલથી જોઈએ તો આ એક મોટી એવું સફળતા ગણાય છે. જેમાં ટેકનોલોજીની દુનિયા ઘણી વિશાળ બની ગઈ છે એવું સાબિત થાય છે. એ પહેલા પણ પ્રત્યારોપણ કરવાના ઘણા પ્રયોગો થયા હતા.

લાન્સેટના એક અધ્યનથી એવી જાણકારી મળી હતી જેમાં ૩૨ વર્ષીય દિમાગી રીતે અસ્થિર જેને મૃત કહી શકાય એવી મહિલાના ગર્ભમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં સફળ થયું અને તેને બાળકને જન્મ પણ આપ્યો. આ સંશોધન સફળ થયું એટલે મેડીકલ ટીમે વધુ સંસોધનની સોયને આગળ વધારી. આથી સાબિત થયું કે, આવનારા સમયમાં અનેક મહિલાઓ આવી કામયાબી મેળવી શકશે. ગર્ભાશયની તકલીફને કારણે વાનજીયાપણું ભોગવી રહેલી મહિલાઓ માટે આ પ્રયોગ સફળ અને કારગર સાબિત થયો છે.

સપ્ટેમ્બર ૨૦૧૬માં ૧૦ કલાક સુધી ગર્ભાશયનું પ્રત્યારોપણ કરવાનું ઓપરેશન ચાલ્યું હતું. જેમાં અંતે સફળતા મળી અને એ મહિલાએ બાળકને જન્મ પણ આપ્યો હતો. આ સર્જરીમાં ગર્ભાશયનું દાનકર્તા મહિલા વ્યક્તિમાંથી ગર્ભને કાઢી બીજી મહિલામાં રોપણ કરવામાં આવ્યો હતો. અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ એ મહિલા મેયર-રોકીસ્ટાકી-કસ્ટર-હૈસર(MRKH) સિન્ડ્રોમથી પીડિત હતી. પછી તો ગર્ભાશયનું પ્રત્યારોપણ થયું અને તે મહિલાએ જીવિત બાળકને જન્મ પણ આપ્યો. જન્મ સમયે બાળકનું વજન ૨.૫ કિલોગ્રામ જેટલું હતું. જેને સીજેરિયનથી જન્મ આપવામાં આવ્યો અને તે બિલકુલ સ્વસ્થ હાલતમાં આવ્યું.

દિવસે-દિવસે ટેકનોલોજી આગળ વધી રહી છે. ઈન્ટરનેટથી લઈને અન્ય ટેકનોલોજીમાં મેડીકલ સાયન્સ પણ આગળ વધ્યું છે. ત્યારે આ સંશોધનથી ઘણીખરી મહિલાઓની ‘માં’ બનવાની ઈચ્છાને સંતૃપ્ત કરી શકાશે. જય હો મેડીકલ સાયન્સની…

અમે અમારા આ ફેસબુક પેઇઝ પર આવી જ રસપ્રદ વાતો લઈને આવતા હોય છીએ. તો તમે અમારૂ પેઇઝ “ફક્ત ગુજરાતી” ને લાઈક કરવાનું ભૂલતા નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!