દરેકના ઘરે મળતી આ વસ્તુ ડાયાબિટીસને ગાયબ કરી નાખાશે

જંગલી જલેબી સ્વાદમાં અને સ્વાસ્થ્યમાં બંને ગુણ ખૂબ જ ભરપૂર માત્રામાં ઉપસ્થિત હોય છે તેથી જ તેને ડાયાબિટીસ સહિત ઘણી બધી બીમારીઓમાં ઔષધી રૂપે તેનો ઉપયોગ લેવામાં આવે છે. જંગલી જલેબીમાં વિટામિન સી, વિટામીન b1, વિટામિન b2,વિટામીન b3, વિટામીન કે, આયર્ન,કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન,ફાઈબર, સોડિયમ અને વિટામીન એ જોવા મળે છે.

જંગલી જલેબી એક પ્રકારનું ફળ છે જે જલેબી ની જેમ ગોળ ગોળ હોય છે, અને તે જંગલોમાં વધુ જોવા મળે છે. તેથી જ તેને જંગલી જલેબી કહેવામાં આવે છે, આમ તો તેના ઘણા બધા નામ છે જેમ કે ગોરસ આંબલી, મીઠી આંબલી ગંગા જલેબી, મદ્રસ્થાન ગુવા મૂચીલ વગેરે તેના અલગ અલગ નામ છે આ ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેની સાથે જ સ્વાસ્થ્યના ફાયદાઓથી અત્યંત ભરપૂર હોય છે ઘણા બધા પ્રકારની બીમારીમાં સકારાત્મક પ્રભાવ પણ તેનો જોવા મળે છે. શહેરમાં રહેનારા લોકો કદાચ જ આ ફળ વિશે જાણતા હશે, પરંતુ ગામના લોકો તેને ખૂબ જ ચાહથી ખાવાનું પસંદ કરે છે.

જંગલી જલેબીના ઔષધીય ગુણ જાણીએ તો એનસીબીઆઈ અનુસાર આ છોડના અર્કના વિભિન્ન ભાગોમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટી ઈમ્ફ્લેમેંટરી, એન્ટી માઇક્રોબિયલ ડાયાબિટીક, કાર્ડિયો પ્રોડક્ટિવ, જેવા ગુણો જોવા મળે છે, અને તેમાં અલગ અલગ પ્રકારના વિટામિન પણ ઉપસ્થિત હોય છે.

સુગર લેવલ ને કંટ્રોલમાં રાખે..

ડાયાબિટીસમાં જંગલી જલેબી નું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ ફળના અર્કનો રસ એન્ટીહાઈપરગ્લાઈસેમિક ગુણોને પ્રદર્શિત કરવા માટે ખૂબ જ જાણીતું છે, જે ટાઈપ 2 ડાયાબિટીસના પીડિત લોકો માટે બ્લડ સુગરના લેવલને ઓછું કરવાનું કામ કરે છે. આ જ રીતે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે ડાયાબિટીસના દર્દીઓ નિયમિત રૂપે તેનું સેવન કરી શકે છે.

ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે..

જંગલી જલેબી માં ઉપસ્થિત લોહીમાં ગંદા ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવાની સાથે સારા કોલેસ્ટ્રોલ ને વધારવાનું કામ કરે છે. તેની સાથે જ તેમાં ઉપસ્થિત પોટેશિયમ હૃદયને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે, એવામાં આ ફળ હૃદયના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે..

જંગલમાં ઉગતું જલેબી જેવું દેખાતું આ ફળ ઘણા બધા પ્રકારના એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. અને તે શરીરના રોગો તથા વાયરસ સામે લડવાની ક્ષમતાને વધારવાનું કામ કરે છે.

સોજા ને ઓછો કરે..

જંગલી જલેબી માં એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણ જોવા મળે છે, અને આ ગુણ આપણા લોહીમાં યુરિક એસિડ ની માત્રા ને નિયંત્રણમાં રાખવા માટે મદદરૂપ સાબિત થાય છે. એવામાં જો તમે સાંધાના દુખાવાથી ગ્રસ્ત છો તો આ ફળ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ રીતે કરો તેનું સેવન..

જંગલી જલેબી ને બીજા અન્ય ફળની જેમ જ છોલીને ખાઈ શકો છો પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેનું બીજ તમારા પેટમાં ન જાય, તે સિવાય લોકો તેને સુકાવીને તેનો મુરબ્બો બનાવીને પણ ખાતા હોય છે.

આ લોકોએ આ ફળથી દૂર રહેવું જોઈએ..

આ ફળમાં ઘણા બધા ઔષધીય ગુણ હોય છે પરંતુ અમુક લોકોએ તેનું સેવન કરવું જોઈએ નહીં, તેમાં ગર્ભવતી મહિલા તથા સ્તનપાન કરાવતી મહિલાઓ સામેલ થાય છે તેની સાથે જકરો અનેક મેડિકલ કન્ડિશનથી ગ્રસ્ત વ્યક્તિએ તેનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે કોઈ પણ પ્રકારની દવા અથવા ઈલાજનો વિકલ્પ નથી વધુ જાણકારી માટે હંમેશા પોતાના ડોક્ટરનો સંપર્ક કરો.

1 thought on “દરેકના ઘરે મળતી આ વસ્તુ ડાયાબિટીસને ગાયબ કરી નાખાશે”

Leave a Comment