ખરાબ સમાચાર : દયાભાભી નહિ આવે સિરીયલમાં પાછા😔

હા દોસ્તો, તમે બરાબર સાંભળ્યું છે. દયાભાભી તારક મેહતા કા ઊલટા ચશ્માં માં સૌની ફેવરીટ ભાભી છે. આપણે તેમને જ્યારથી શો સ્ટાર્ટ થયો હતો ત્યારતી જોતા આવ્યા છે. અને એટલી ફેવરીટ થઇ ગઈ હતી કે તેમના અંગત જીવન માં શું ચાલી રહ્યું છે તે જાણવાની પણ ઉત્સુકતા રેહતી હતી.

ડો. હાથીના દુઃખદ અવસાનથી બધા ઉદાસ

આપણા ફેવરીટ ડો. હાથી જેનો કિરદાર એકદમ મોજીલો હતો અને જે દર વાતે “સહી બાત હૈ” કહી બધાને રાજી કરતા હતા તે ડોક્ટર હાથીનું ૯ જુલાઈ ૨૦૧૮ નિધન થયુ હતું. કેહવામાં આવે છે કે તેમને દારુ પીવાની લત એટલી હતી કે રોજ રાતે તેઓ તેમના મિત્રો સાથે દારુ ની મેહફીલ જમાવતા હતા.

તેમને ઘણા દિવસોથી સ્વાસની પણ તકલીફ થતી હતી. અને ૮ જુલાઈ ૨૦૧૮ ની રાત એવી હતી કે તેઓ તેમના ઊંઘમાંજ આ દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા. ડોક્ટર હાથીના નીધનથી શો ના બધા કલાકારો ઘણા દુખી થઇ ગયા હતા.

શોમાં પાછા ફરવાની હતી અફવા 

સુત્રો મુજબ એવી જાન હતી કે દયાભાભી પ્રેગનેન્સી પછી થોડા મહિનામાં શોમાં પરત વાપસી કરશે. એવા પણ સમાચાર હતા કે દયાભાભી એટલે કે દિશા વાકાણી ની જગ્યા એ જીયા માણેક ( સાથ નિભાના સાથીયા ની ગોપી વહુ ) દયાભાભી નો રોલ કરતી દેખાશે.શોનો બેડલક ત્યારથી શરુ થયો હતો જ્યારથી ભવ્ય ગાંધીએ (ટપુ) શો અચાનક છોડી દીધો હતો.

ત્યારબાદ દયાભાભી તેમની પ્રેગ્નેન્સીના કારણે શો થી રજા લઇ લીધી, અને હવે ડો.હાથીનું અચાનક ગુજરી જવું. એક સાથે ઘણા બધા શો છોડી ગયા પણ એવું લાગતું હતું કે દયાભાભી ફરી શોમાં એન્ટ્રી જરૂર કરશે. હાલના સમાચાર મુજબ એવી જાન છે કે દયાભાભી શોમાં પાછા નથી આવવાના. કારણ હજી સુધી ખબરમાં આવી નથી, ડૉ. હાથી ના અચાનક નિધન બાદ શો માં ખાસ કશું રહ્યું નથી તે સમજીને દયાભાભી શો પરમેનેન્ટ છોડશે તેવી વાત ચિત ચાલી રહી છે.

ALL IMAGE CREDITS : GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment