દાંતો માટે દાતણ થી શ્રેષ્ઠ કઈ નથી જાણો શું છે તેના ફાયદા

આજકાલ દાંતો ની સફાઈ માટે જે ટૂથપેસ્ટ વાપરવામાં આવે છે તે આપણા દાંતો ની સફાઈ તો સારી રીતે કરે છે પણ તેના લીધે આપણા પેઢા માં તકલીફ થવા લાગે છે.

જ્યારે દાંતો ની સફાઈ માટે ટૂથપેસ્ટ નું ઉત્પાદન નહોતું થયું ત્યારે બધા લોકો તેમના દાંતો ને સાફ રાખવા માટે દાતણ નો ઉપયોગ કર્યા કરતા હતા. દાતણ એક ઝાડની પાતળી ડાળી ને તોડીને બનાવવામાં આવે છે, જેને દાંતો થી ચાવીને એની સફાઈ કરી શકાય છે. તેનાથી દાંતો માં મજબૂતી તો આવે જ છે સાથે સાથે મોઢા ના બધા કીટાણુ પણ મરી જાય છે. આજે પણ ધણા લોકો દાંતો ની સફાઈ માટે દાતણ નો પ્રયોગ કરે છે. માન્યું કે એવા લોકોની સંખ્યા બહુ ઓછી છે. બધા અત્યારે ટૂથપેસ્ટ અને બ્રશ નો ઉપયોગ કરવા લાગ્યા છે. આજે અમે તમને દાતણો ની ઉપયોગિતા અને તેને વાપરવાની રીત વિશે તમને બતાવવાના છે.

કેમ કરવું દાતણ

દાતણના ઉપયોગનું સૌથી મોટું સમર્થક આયુર્વેદ છે. આયુર્વેદ ના મતે કફને દૂર કરવા માટે રોજ સવારે ઝાડની ડાળીને તોડીને બનાવવામાં આવેલ દાતણ નો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ છે. આજકાલ દાંતોની સફાઈ માટે જે ટૂથપેસ્ટ ઉપયોગ કરવામાં આવે છે તેમાં ધણા ભાગનું કેમિકલ જોવા મળે છે. તે આપણા દાંતો ની સફાઈ તો સારી રીતે કરે છે પણ તેના લીધે આપણા પેઢા માં તકલીફ થવા લાગે છે. જેમકે દાતણ નો ઉપયોગ આ રીતની કોઈ પણ સમસ્યા થવાથી રોકે છે. દાતણ નો ઉપયોગ ફક્ત દાંતો માટે જ લાભકારક નથી, પરંતુ જો દાતણ કરતી વખતે બનવા વાળી લાળ ના રસ ને આપણે થુકવાને બદલે ગળી જઈએ તો એનાથી ધણી જાતની પેટ ને લગતી તકલીફો થી બચી શકાય છે.

આ દાતણ ફાયદાકારક છે

લીમડા નું દાતણ – લીમડો એક બેક્ટેરિયા વિરોધી ચકિત્સક ગુણો થી ભરપૂર ઔષધી ની જેમ હોય છે. આનાથી બનેલું દાતણ ફક્ત દાંતો ને જ સાફ નથી રાખતું, પરંતુ પાચન ક્રિયા પણ સારી રાખે છે. આ ઉપરાંત ચહેરા પર પણ નિખાર આવે છે. લીમડા નું દાતણ કુદરતી માઉથફ્રેશર નું પણ કામ કરે છે. આને કરવાથી મો માં વાસ નથી આવતી.

બોર નું દાતણ

બોર ના દાંતણ થી નિયમિત દાંત સાફ કરવાથી અવાજ સાફ અને મીઠો આવે છે. એટલા માટે જે લોકો અવાજ સંબંધિત ક્ષેત્ર મા રસ રાખે છે કે આ ક્ષેત્ર મા જોડાયેલા છે, તેમણે બોર ના દાતણ નો નિયમિત ઉપયોગ કરવો જોઈએ.

બાવળ નું દાંતણ

દાંતણ ફક્ત તમારા દાંત ને ચમકાવતુ જ નથી પરંતુ તે તમારી બૌદ્ધિક ક્ષમતા અને યાદશક્તિ પણ વધારે છે. પેઢા અને દાંત ની મજબૂતી માટે બાવળ નું દાંતણ ખૂબ જ લાભકારક છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment