ડાર્ક ચોકલેટ તાણ, બેચેની અને અસ્વસ્થતા ને નિયંત્રણમાં રાખવા માટે રામબાણ ઉપાય છે. જાણીશું તેના ફાયદા 

Image Source

ચોકલેટનું નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી જાય છે પરંતુ કેટલાક લોકો વજન વધવાના કારણે ચોકલેટ થી દૂર ભાગે છે. જો તમને આ કારણોના લીધે ચોકલેટ ખાવા નો ભય લાગે છે તો પછી તમે તમારા ડાયટમાં ડાર્ક ચોકલેટ નો ઉમેરો કરી શકો છો. ડાર્ક ચોકલેટ ખાવાથી આપણને તાણ અને ચિંતામાંથી મુક્તિ મળે છે. અને તેને ખાવાના બીજા અન્ય ફાયદાઓ પણ છે.

હૃદય માટે ફાયદાકારક

ડાર્ક ચોકલેટ હૃદયને લગતા અનેક રોગોમાં રાહત આપી શકે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ૫૦% ઓછું થઈ જાય છે. અને કોરોનરી ની બીમારી ને પણ ૧૦ % સુધી ઓછું કરે છે. તેથી માર્યાદિત પ્રમાણમાં ચોકલેટ ખાવાથી શરીરને નુકસાન નહીં પરંતુ ફાયદો થાય છે.

લો બ્લડ પ્રેશર માટે

લો બ્લડ પ્રેશર માં થોડી માત્રામાં ડાર્ક ચોકલેટ ખાવાની સલાહ આપવામાં આવે છે તે મૂડને પણ સારો કરે છે તેની સાથે બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.

કોલેસ્ટ્રોલ ઓછું કરે

ઓછી ચોકલેટ ખાવાથી કોલેસ્ટ્રોલ ની માત્રા પણ ઓછી થાય છે તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા ની સાથે સાથે સારા કોલેસ્ટ્રોલ બનાવવામાં પણ મદદરૂપ સાબિત થઇ શકે છે.

ડિપ્રેશન ઓછું થાય

ચોકલેટમાં સેરોટોનીન જોવા મળે છે જેના કારણે તે આપણા દિમાગ ને તાજગી આપે છે, અને આપણા તાણ ને પ્રભુત્વ આપવાની મંજૂરી આપતું નથી.

ચરબી નિયંત્રણ

ચોકલેટ માં જોવા મળતો કોકો પાવડર આપણા શરીરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ આપ જ્યારે પણ ચોકલેટ ખાવી હોય ત્યારે આપણે હંમેશા એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ચોકલેટમાં કોકો નું પ્રમાણ ૬૦ % જેટલું હોવું જોઈએ.

રક્ત પરિભ્રમણ ને યોગ્ય કરે

ચોકલેટ માં જોવા મળતું કમ્પાઉન્ડ આપણા રક્ત પરિભ્રમણ ને સુધારવાનું કામ કરે છે તે રક્તવાહિનીઓ વિભાજનથી મગજમાં રક્ત પરિભ્રમણ વધારે છે.

થાક દૂર કરે

હંમેશા થાક રહેવાના કારણે વ્યક્તિને માથાનો દુખાવો શરીરનો દુખાવો અને હૃદય સંબંધિત સમસ્યાઓથી ગ્રસ્ત થઈ જાય છે. જો તમે દરરોજ ૫૦ ગ્રામ ચોકલેટ ખાવ છો તો તમને આ સમસ્યામાંથી છુટકારો મળે છે.

ચહેરાની કરચલીઓ દૂર કરે

ચોકલેટ માં જોવા મળતું એન્ટિ-ઓક્સિડન્ટ આપણી ત્વચાને તાજી રાખવા માટે મદદરૂપ કરે છે. જો તમે ચોકલેટ નું સેવન કરો છો તો તમે રિલેક્સ થઈ જાઓ છો.અને ટેન્શન થી છુટકારો મેળવી શકો છો.

લોહીની ઉણપ કરે દૂર

ડાર્ક ચોકલેટ માં રહેલું આયર્ન શરીરમાં લોહીની ઉણપ હોય તે સમસ્યા નિવારવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

દાંતમાં થતી કેવિટી નું જોખમ ઓછું

ડાર્ક ચોકલેટ માં  પોટેશિયમ, કોપર,મેગ્નેશિયમ આયર્ન તેમજ થોયોબ્રોમિન ની માત્રા દાંતના ઈનેમલ પકડને મજબૂત બનાવે છે. અન્ય મીઠાઈ ની સરખામણીમાં ચોકલેટ દ્વારા દાંતમાં થતી કેવિટી નું જોખમ ઓછું રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

ખાસ નોંધ : ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે તો કોઈ પણ વસ્તુ નું સેવન કરતાં પેહલા નિષ્ણાત ની સલાહ આવશ્યક છે

Author: FaktGujarati Team

Leave a Comment