દરેક સ્ત્રી આ વસ્તુઓ સાંભળીને થાકી ગઈ છે : બસ હવે બહુ થયું 🤚

ઘણાય લોકો મહિલાઓ વિષે રાય દેવામાં ક્યારેય પાછા નથી હટતા. મહિલાઓને હમેશા અલગ-અલગ શ્રેનીયો માં રાખવામાં આવે છે. આ શ્રેનીયો માં ગૃહિણી, કામકાજી, સિંગલ, ફેશનેબલ વગેરે જેવા ઘણા પ્રકાર માં રખવામાં આવે છે.

ભારતીય ફિલ્મોએ પણ મહિલાઓ વિશેની આદતોની અવગણના નથી કરી. તેઓ ફિલ્મોમાં મહિલાઓ ને પ્રેમિકા અને ગોસીપ ક્વીન તરીકે દેખાડે છે.પણ વિશ્વાસ કરો કે આમાંથી ઘણી આદતો મહિલાઓ ની સાચી નથી. દરેક સ્ત્રી પોત પોતાની રીતે અલગ હોય છે.

મહિલાઓ પાર્ટીમાં જવા માટે વર્ષો લગાવી દે છે 

ઘણાય ટીવી વિજ્ઞાપનોમાં દેખાવમાં આવે છે કે મહિલાઓ અરીસા સામે બેસી બેસી ને પોતાના જિંદગી ની અડધી ઉમર કાઢી નાખે છે. તેઓ વિચારતા રહે છે કે કયા રંગ ની લીપ્સ્ટીક પાર્ટી માં સારી લાગશે, પણ આવું બિલકુલ હોતું નથી. આજની મહિલાઓ કામકાજી છે અને ઓફીસ માટે તૈયાર થવામાં લગભગ ૧૫ મિનીટ લગાડે છે. આ ૧૫ મિનીટ માં આઈ લાઈનર થી લઇ લીપ્સ્ટીક સુધી બધુજ સેટ થઇ જાય છે.

મહિલાઓ પેદાજ ગોસીપ સાથે થઇ છે 

ખાલી મહિલાઓ નહી પણ પુરુષોને પણ ગોસીપ કરવું ખુબજ પસંદ હોય છે. જ્યાં ત્યાં ની પંચાત કરવી તેમને પણ ગમે છે. ફર્ક ખાલી એટલો છે કે અમે મહિલાઓ આં વાત ને વગર વાંકે સ્વીકાર કરી લઈએ છીએ, પણ પુરુષો ક્યારેય સ્વીકાર કરતા નથી. તમને જણાવી દઈએ કે મહિલાઓ કામકાજ,જીવન , બાળકોનું ભવિષ્ય ના લક્ષ્યો વિષે અને ઘણી ઉપલબ્ધિયો વિષે પણ વાત કરતી હોય છે. આ બધી વાતો ગોસીપ માં તો નથી આવતી ને?

મહિલાઓને ડ્રાઈવિંગ નથી આવડતી 

તમે આઈસ રોડ ટ્રકર્સ ના વિષે તો સાંભળ્યું જ હશે. જો નથી ખબર તો તમે કોઈ પણ સમયે હિસ્ટ્રી ચેનલ જોઈ શકો છો. તમે ત્યાં સાફ સાફ જોઈ શકશો કે મહિલાઓ ડ્રાઈવિંગ કરી શકે છે નહી. તેઓ કઠણ પરીસ્થીઓ માં ખુબજ સારી ડ્રાઈવિંગ કરે છે. તો પ્લીઝ હવે એવું કહેવાનું બંધ કરો કે મહિલાઓને ડ્રાઈવિંગ નથી આવડતી. ઘણાય કેબ ડ્રાઈવર પણ આજકલ મહિલાઓ હોય છે.

કામકાજી મહિલા સારી ગૃહિણી નથી બની શક્તિ 

શું તમે માનો છો કે જે પુરુષ ખાવાનું સારું બનાવતા હોય છે તેઓ ઓફીસ નું કામ બરાબર નથી કરી શકતા? એક મહિલા ઓફીસ ના કામ ની સાથે સાથે ઘરના કામકાજ ને પણ ખુબ સારી રીતે નિભાવી શકે છે. માનસિક કે શારીરીક થાક લિંગ ના આધાર પર ક્યારેય ન કરવું જોઈએ.

ALL IMAGE CREDIT : GOOGLE IMAGES

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

Leave a Comment