દરેક મહિલાઓ માટે સ્ટ્રીટ શોપ્પીંગ ની આ મહત્વપૂર્ણ ટિપ્સ કામ આવશે👜👜

શોપ્પીંગ કરવું તો દરેક મહિલાને પસંદ આવે છે અને ખાસ કરીને સ્ટ્રીટ શોપ્પીંગ. સ્ટ્રીટ શોપ્પીંગ નો ફાયદો એ છે કે અહી મહિલાઓને ઓછા પૈસા માં વેરાયટી ની વસ્તુઓ મળી જાય છે. ભારત માં અડધા થી વધારે મહિલાઓ સ્ટ્રીટ શોપ્પીંગ ના ચક્કરમાં ઘણો બધો સમાન લઈને આવે છે.

અને પછી ઘરે આવીને તેમને એવું લાગે છે કે અરે ! આ વસ્તુની તો જરૂર હતી નહી. સ્ટ્રીટ શોપ્પીંગ નો પૂરો ફાયદો તમને ત્યારે મળશે જયારે તમને સ્માર્ટ શોપ્પીંગ કરતા આવડે. આજે અમે તમને શોપ્પીંગ કરવા માટે થોડી સ્માર્ટ ટીપ્સ આપીએ છીએ જે તમને ખુબજ મદદ કરશે.

બિન જરૂરિયાત સામાન 

સસ્તા ભાવોને કારણે, કેટલીક સ્ત્રીઓ સ્ટ્રીટ શોપિંગથી વધારાની વસ્તુઓ લાવે છે આ કિસ્સામાં, તમે બજાર પર જાઓ તે પહેલાં, એક શોપિંગ સૂચિ એટલે કે લીસ્ટ બનાવો. આ તમને સામાન ખરીદવામાં પણ મદદ કરશે અને બિન જરૂરી સામાન પણ નહી આવે.

એક બજટ નક્કી કરો 

શોપ્પીંગ જતા પહેલા એક બજેટ નક્કી કરીલો. બજારમાં દરેક વસ્તુ પસંદ આવે છે પણ દરેક વસ્તુ તો ન લઇ શકાય ને ? તમે પહેલાથી બજેટ બનાવીને જશો તો જેની જરૂર છે એજ સામાન ખરીદશો. આ સિવાય સ્ટ્રીટ શોપ્પીંગ કરતા સમયે વધારે મોંઘી વસ્તુ ન ખરીદો.

એક મોટી બેગ સાથે રાખો 

સ્ટ્રીટ શોપ્પીંગ દરમ્યાન અલગ-અલગ પોલીથીન બેગ સંભાળવી મુશ્કિલ થઇ જાય છે. એટલા માટે શોપ્પીંગ કરતા સમયે સાથે એક મોટી બેગ જરૂર રાખો. આનો એક ફાયદો એ છે કે તમે નાની વસ્તુ લીધી હશે એ પણ સુરક્ષિત બેગ માં હશે જેને તમે ક્યાય ભૂલશો પણ નહી.

પર્સ માં કેશ જરૂર રાખો 

સ્ટ્રીટ માર્કેટ માં વધારે પડતી દુકાનો નાની-નાની હોય છે. આવામાં તમારે પર્સ માં થોડું કેશ રાખવું જોઈએ. ભાવ-તાલ કરતા સમયે ઓછા પૈસા ની જરૂર પડી અને તમારી પાસે ન હોય તો મુશ્કિલ થઇ શકે છે. એટલા માટે સ્ટ્રીટ શોપ્પીંગ માં છુટ્ટા પૈસા રાખવાનું ભૂલતા નહી.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment