દર વર્ષે તેની જગ્યા થી ખસી જાય છે આ રણ😲

આખી દુનિયા માં ફરવા માટે ઘણી બધી સુંદર જગ્યાઓ છે. ઘણા લોકોને સુંદર સ્થળો જોવાની સાથે-સાથે અજીબ અને વિચિત્ર જગ્યાઓ જોવાનો પણ ઘણો શોખ હોય છે. આજે અમે તમને દુનિયા માં મોજુદ સૌથી મોટા રણ વિષે જણાવા જઈ રહ્યા છીએ.

આ રણ ચીન માં સ્થિત છે. આ રણ ને ‘સી ઓફ ડેથ’ ના નામે ઓળખાય છે. આ રણ એટલું સુંદર છે કે ત્યાં જવું કોઈ સાહસ કરતા ઓછુ નથી.

ચાઇનાના ઝીનજિયાંગ પ્રાંતના ઉત્તરપશ્ચિમ જગ્યાએ આ સી ઓફ ડેથ રણ આવેલું છે. આ રણ ડર વર્ષે ખસે છે. આ દુનિયાનું બીજું અને ચીન નું સૌથી મોટું રણ છે, જેને એક સમયે ખુબજ ખતરનાક માનવામાં આવતું હતું.

આ રણ ચીન ના ૩.૩૭ લાખ વર્ગના કિલોમીટર માં ફેલાયેલું છે. આ રણ નો ૮૦% ભાગ ડર વર્ષે ખસે છે. વિચિત્ર રીતે ખસતા આ રણ માં તેલ કંપનીના કાર્યકર્તાઓએ 15 વર્ષમાં 436-કિલોમીટર હાઇવેની બંને બાજુએ વૃક્ષો રોપણી કરીને લીલોતરી લાવ દીધી છે.

આ રણ માં લીલોતરી લાવવા માટે ૨૦૦૨ માં પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. અહીના સ્થિત લોકોનું કહેવું છે કે જે કોઈ વ્યક્તિ આ રણ માં જાય છે ત્યારબાદ ફરી પાછુ આવતું નથી. હાઇવે ના કિનારે ઝાડ લાગવાના કારણે આ જગ્યા એક ટુરિસ્ટ સ્પોટ બની ગઈ છે. આની અગાઉ લોકો આ જગ્યા પર રેહતા નહતા. હાઈવે બનાવવા માટે અહી દક્ષીણ વિસ્તાર ને ઉમેરવામાં આવ્યા છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment