આ છે વિશ્વના ૧૦ સૌથી ખતરનાક રેલવે માર્ગો. નમ્બર ૫ છે ભારતનો સૌથી ખતરનાક માર્ગ😲

દુનિયાભરમાં ઘણાય એવા રેલ્વે રૂટ્સ છે જે ખુબજ ખતરનાક છે.આમાંથી કેટલાક માર્ગો પર્વતોમાંથી પસાર થાય છે અને કેટલાક ટનલ્સ દ્વારા પસાર થાય છે. ચાલો જાણીએ આવા કેટલાક ખતરનાક માર્ગો વિષે:

૧. કુરંડા સિનિક રેલ્વે,ઑસ્ટ્રેલિયા

Most Dangerous Train Routs In The World, Hindi Information, Jankari,

અત્યાર સુધી તમે ઘણીવાર ટ્રેનમાં જર્ની કરી હશે. ઘણી વાર યાત્રા સમયે તમારું હ્રદય રોમાંચથી પણ ભરી જાય છે. પણ શું તમે કયારેય એવા રેલ્વે રૂટથી યાત્રા કરી છે જે તમને મૃત્યુનો સામનો કરી જીવનથી રૂબરૂ કરાવે? કદાચ તમારો જવાબ હશે ના, પણ તો તમે ઓસ્ટ્રેલિયાની આ રેલ્વે ટ્રેક પર સફર કરશો તો તમને નક્કી ડર લાગશે. આ ટ્રેક પાસે એક મોટું જરણુ છે, જયારે ટ્રેન આ ટ્રેક પરથી નીકળે છે ત્યારે જરણાનું પાણી યાત્રીઓને બરાબર ભીંજવી નાખે છે. જો કે આ સમયે યાત્રીઓને ઘણો ડર પણ લાગી જાય છે.

૨. આર્ગો ગેડે ટ્રેન રેલરોડ, ઇન્ડોનેશિયા

602

આ રેલ ટ્રેક ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં છે. ટ્રેક ઘાટ અને નદીઓમાંથી પસાર થાય છે. તમને જણાવી દઈએ કે આ રૂટ પર વર્ષ ૨૦૦૨ માં એક અકસ્માત પણ થયો હતો.

3. એસો મીનામી રૂટ, જાપાન

603

આ રેલ્વે ટ્રેક જાપાનના મિનામાસો શહેરમાં બનાવવામાં આવ્યું હતું. ૧૭.૭ કી.મી લાંબા આ ટ્રેકનું નિર્માણ ૧૯૨૮ માં કરવામાં આવ્યો હતો. આ રેલ્વે ટ્રેક પર કુલ ૯ સ્ટેશન છે. બે પહાડોના વચ્ચે જે પુલ બનાવવામાં આવ્યો છે તે ઘણો જુનો છે.

૪. ચેન્નઈ-રામેશ્વરમ રૂટ

604

ભારતમાં પણ આ પ્રકરના ખતરનાક રૂટ છે.  એવુજ એક ટ્રેક ચેન્નાઈ થી રામેશ્વરમ સુધી જાય છે. આ ટ્રેક સમુદ્ર તટ પર બનાવવામાં આવ્યું છે, ઘણી વાર પાણીનું સ્તર વધવાથી આ ટ્રેક પર ટ્રેન પાણીને ચીરી આગળ વધે છે.

૫. કમ્બર્ટ્સ અને ટોલટેક રેલ રુટ, ન્યુમેક્સિકો

605

ન્યૂ મેક્સિકોમાં આ રેલવે માર્ગ ખૂબ જ જૂનો છે. ૧૮૮૦ થી, ટ્રેનો માટે આ માર્ગ કાંટાઓ સમાન છે. ટ્રેકની ઊંચાઈ તદ્દન મોટી છે અને ફ્રેમ પણ અલગ પ્રકારની છે.

૬. જ્યોર્જટાઉન લૂપ રેલ રુટ, કોલોરાડો

606

આ રેલ્વે માર્ગ અમેરિકાના કોલોરાડોમાં બનાવવામાં આવ્યો છે. આ ટ્રેક બે ટેકરીઓ સાથે જોડાવા માટે રચાયેલ છે. નીચે હજારો ફીટ ઊંડી ખાઈ છે. જે યાત્રીઓને રોમાંચ ફિલ કરાવે છે.

૭. ઓઉટેનીચાવા રેલ્વે ટ્રેક, દક્ષિણ આફ્રિકા

607

આ રેલ ટ્રેક દક્ષિણ આફ્રિકામાં સ્થિત છે, અને આ ટ્રેકથી તમે ઓટ્ટાક્વા ટ્રાન્સપોર્ટ મ્યુઝિયમ સુધી મુસાફરી કરી શકો છો. વહેતી નદી અને ચાલતી ટ્રેન ઘણા ખતરનાક માર્ગોમાંથી પસાર થાય છે. આ ટ્રેનમાં ઘણીવાર લોકોને ડર લાગે છે.

૮. ડેથ રેલવે, થાઇલેન્ડ

608

આ ટ્રેકને બર્મા રેલ્વે તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે ૧૯૪૭ માં ટ્રેક બંધ થયો હતો. પરંતુ ૧૯૫૭ માં આ ટ્રેકને ફરી શરુ કરવામાં આવ્યો હતો.

૯. ટ્રીયન એ લાસ ન્યુબસ, આર્જેન્ટિના

609

આ શાનદાર રેલ્વે ટ્રેક બ્યુનોસ એર્સમાં આવેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટ્રેક કુલ ૨૧ ગુફા અને ૧૩ પુલોથી પસાર થાય છે. કેટલીક વાર તો એવા વળાંક આવે છે કે ટ્રેન એક સાપની જેમ પટરિ પર ચાલતી નજર આવે છે.

૧૦. વ્હાઇટ પાસ અને યૂકોન રૂટ, અલાસ્કા

610

આ રેલ્વે રૂટ અમેરિકા ના એક રાજ્ય અલાસ્કા માં આવેલ છે. આ ટ્રેનની સૌથી મોટી વ્યાખ્યા એ છે કે આ ટ્રેક બરફીલા વિસ્તારોમાંથી પસાર થાય છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI 

Leave a Comment