ડાંડીયા નાઈટ માં ફેશનમાં રહશે આ 10 ટ્રેડિશનલ ગરબા ડ્રેસેસ😍

નવરાત્રીમાં ગરબાના ઉલ્લ્લ્સ ચરમ પર હોય છે . એના માટે યુવાઓમાં ઘણા રીતના નવા ફેશનેબલ વસ્ત્રોના ઉત્સાહ હોય છે. એમાં પારંપરિક પરિધાનોના ચલન આજે પણ છે. પણ એની વેરાયટી યુવાઓને આક્રષિત કરે છે. ચાલો જાણીએ પારંપરિક ગરબા પરિધાનોમાં 10 ડિઝાઈંસ જે ફેશનમાં હમેશા રહે છે આ ગરબા ડ્રેસેસમાં ફેશન કયારે પણ આઉટ નહી હોય છે.

ટ્રેડિશનલ – ગરબામાં ટ્રેડિશનલના ફેશન ક્યારે નહી જાય. પણ એમાં નવીનતા આવી જાય છે. પારંપરિક લહંગા  પણ ફેશનમાં હોય છે. જે ગરબા મંડળનીએ શોભા વધારે છે.

ડબલ ઘેર લહંગા– જે મહિલાઓને ખાસ આકર્ષે છે તો એ છે ડબલ ઘેર લહંગા આ ગરબા નાઈટમાં તો દરેક દિલને ચોરાવી લે છે.

મલ્ટી લેયર– રામલીલા જોઈને તો એક નવું ફેશન આવ્યા છે. મલ્ટી લેયર ચણિયા ચોલી. એના મલ્ટી કલર્સના પ્રયોગ આકર્ષક લુક આપે છે.

કાઠિયાવાડી– ગરબામાં ટ્રેડિશનલ હોય , અને કાઠિયાવાડી ડિઝાઈન ન હોય એવા કેમ હોઈ શકે . ગુજરાતના ગરબાની શાન કાઠિયાવાડી ચણિયા ચોલી. આવખતે ખૂબ પસંદ કરાય છે. એના સિંગલ કલર કે રંગીન કલરના દુપ્પટ્ટા લઈ શકાય છે.

રાજ્સ્થાની- રાજ્સ્થાની રૉકસ લુપ હમેશાથી ગરબ આમાં પસંદ કરાય છે. એના સાથે હેવી ઘરેણા , કમરબંધ માથા પર રાખડીના પ્રયોગ કરી પારંપરિક લુકમાં નજર આવશો.

સાડી લહંગા – સાદા રીતે સાડી લહંગા પહેરી પણ ગરબાની શાન બની શકો છો.

મલ્ટી કલર લહંગા– તમે કોઈ પણ ફેશન ના કરો તો મલ્ટી કલરના ચણીયા ચોલી પહેરી તમે ગરબા માં રંગ જમાવી શકો છો.

બાંધની- જો તમે કોઈ એક્સપરિમેટ એમના લુક સાથે નહી કરવા તો તમારા માટે બેસ્ટ છે બાંધની પ્રિંટ આ ક્યારે પણ આઉટ ઑફ ફેશન નહી થતી અને દરેક કલર અને ડિજાઈનમાં સુંદર લાગે છે.

કચ્છ વર્ક્ કચ્છ વર્ક ગરબા મંડળમાં ખૂબ જોવા મળે છે. અને આ તો ખૂબજ સારું લાગે છે. ગરબા ડ્રેસમાં લોકો કચ્છ વર્ક ખૂબ પસંદ કરે છે.

નવરાત્રિના ગ્રાઉન્ડ પર જવા માટે ૧૦ મિનિટમાં મેકઅપ કેવી રીતે કરશો?

નવરાત્રિના ગ્રાઉન્ડ પર તમે મેકઅપ વિના જશો તો જરાય નહીં ચાલે, કારણ કે ત્યાંની ઝળાંહળાં રોશનીમાં મેકઅપ વિના તમારો ચહેરો
ફીકો લાગશે અને એને લઈને તમને પોતાને પણ સુસ્તી લાગશે. અહીંની દોડધામવાળી જિંદગીમાં મેકઅપ માટે કલાક બગાડવાનો સમય
કોઈ પાસે નથી એ ખરું, પણ એનો અર્થ એવો નહીં કે સારી રીતે તૈયાર થયા વિના જ ગ્રાઉન્ડ પર પહોંચી જવું.
તો આવો જાણીએ કે દસ મિનિટમાં જાતે જ મેકઅપ કેવી રીતે કરી શકાય. આ મેકઅપ દસથી બાર કલાક સુધી એવો ને એવો રહેશે.

સ્ટેપ વન : સૌપ્રથમ પાણી અને ટિશ્યુથી ચહેરાને બરાબર સાફ કરી લો. અહીં યાદ રહે કે ફેસ-નૅપ્કિન કે કોઈ પણ કપડાને બદલે ટિશ્યુથી જ સાફ કરો.

સ્ટેપ ટૂ : મેકઅપ કરતાં પહેલાં ચહેરા પર પ્રી-પ્રાઇમર લગાવો. આ લગાવવું ખાસ જરૂરી એટલા માટે છે કે એનાથી પસીનો નહીં થાય. પ્રી- પ્રાઇમર તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો.

સ્ટેપ થ્રી : ફાઉન્ડેશન લગાવી એને ચહેરા પર સારી રીતે મર્જ કરી લો. ફાઉન્ડેશન ચહેરા પર સારી રીતે મર્જ થઈ જાય પછી નાક, ગાલ
વગેરેને પ્રૉપર શેપ આપવા માટે બ્રશથી બૉર્ડર લાઇન કરો. આ ક્રિયાને કૉન્ટરિંગ કહેવાય છે. એનાથી નાક, ગાલ, દાઢી વગેરેની શાર્પનેસ
ઊભરી આવશે. મેકઅપમાં ફાઉન્ડેશનની ભૂમિકા બહુ અહમ્ છે.

બજારમાં અલગ-અલગ કલરનાં ફાઉન્ડેશન મળે છે. તમારે તમારા સ્કિનટોન મુજબ ફાઉન્ડેશન ચૂઝ કરવું પડશે. મીડિયમ ફેર સ્કિન માટે 626 b + fs 28 + 303 નંબરનાં ત્રણ ફાઉન્ડેશન યુઝ કરવાં. ફેર સ્કિન હોય તો 626 a + b નંબરનું ફાઉન્ડેશન યુઝ કરવું. હવે હલકા હાથે ચહેરા પર પાતળા કૉટનના ટુકડાથી લૂછી લો. યાદ રહે અહીં ટિશ્યુ યુઝ નથી કરવાનું. બીજું ખાસ કહેવાનું કે ઇન્ડિયન સ્કિન પર ૩૦૩ નંબરનું ફાઉન્ડેશન યુઝ કરવું કમ્પલ્સરી છે. આ કલર યલો છે, જેને ચહેરા અને આંખ પર લગાવવું જરૂરી છે.

સ્ટેપ ફોર :  હવે  ચહેરા પર જ્યાં ડાર્ક સર્કલ હોય કે ધબ્બા હોય ત્યાં કન્સીલર લગાવો. આ વસ્તુ તમારા ચહેરાના પિગ્મેન્ટેશનને છુપાવી દેશે જેથી ચહેરો બધેથી એકસરખો ગોરો લાગશે.

સ્ટેપ ફાઇવ : છેલ્લે ચહેરા પર ટ્રાન્સ્લુસન્ટ પાઉડર સ્પન્જથી લગાવો. આ પાઉડર કોઈ પણ બ્રૅન્ડનો યુઝ કરી શકાય. આનાથી તમારો
મેકઅપ સ્કિનમાં બરાબર બેસી જશે સાથે ક્યાંય કંઈ ઓવરલેપ થયું હશે તો બરાબર કરી શકાશે.

સ્ટેપ સિક્સ : એ પછી આઇ મેકઅપ, આઇશૅડો અને આઇલાઇનર કરવાં. મૅક, બૉબી બ્રાઉનના આઇ મેકઅપ વૉટરપ્રૂફ છે જે પ્રિફરેબલ ગણી શકાય. એ પછી કાજલ કરી લો.

સ્ટેપ સેવન : બ્લશ ઑનથી ગાલ, દાઢી, કપાળ અને નાક પર બૉર્ડરિંગ કરો. આમ કરવાથી તમારાં ફીચર્સ ચેન્જ થશે. આ બધાં ફીચર્સ શાર્પ દેખાવાં જરૂરી છે.

સ્ટેપ એઇટ : લિપસ્ટિક લગાવતાં પહેલાં બૉર્ડરિંગ કરો અને એ પછી જ લિપસ્ટિકનો રંગ ભરો. બૉર્ડરિંગ કર્યા વિના લિપસ્ટિક ન લગાવો.
પછી ઉપર ટ્રાન્સ્લુસન્ટ પાઉડર લગાવી ઉપર ફરી લિપસ્ટિક લગાવશો તો એ લાંબો ટાઇમ ટકશે.

સ્ટેપ નાઇન : બધો મેકઅપ પૂરો થઈ જાય પછી છેલ્લે ચહેરા પર ફિક્સર સ્પ્રે કરો. આમાં વૉટર સ્પ્રે કરવાનું છે. હલકું પાણી સ્પ્રે કરી
મલમલના કપડાથી હળવેથી દબાવીને લૂછી લો. આમ કરવાથી મેકઅપ વૉટરપ્રૂફ રહેશે અને બધો મેકઅપ ચહેરા પર ઍબ્સૉર્બ થઈ જશે
સાથે ચહેરા પર પસીનો નહીં થાય.

મેકઅપ ટિપ્સ
મેકઅપ જાતે ભલે કરો, પણ આ ટિપ્સને અનુસરો જેથી તમારો મેકઅપ હાસ્યાસ્પદ ન બને નવરાત્રિમાં હંમેશા હેવી બેઝ મેકઅપ જ કરો.
લાઇટ મેકઅપ નહીં ચાલે. રાતના સમયે હેવી મેકઅપ જ પ્રિફરેબલ છે. લાઇટ મેકઅપ હશે તો કલાકમાં જ જતો રહેશે.

ગરમી હોવાના કારણે મેકઅપ વૉટરપ્રૂફ કરો નહીં તો પસીનામાં બધો વહી જશે.
આ સાથે જે બતાવ્યો છે એ જાતે કરી શકાય એવો વૉટરપ્રૂફ મેકઅપ છે.
મેકઅપ માટે બ્રશ સૌથી સારાં વાપરવાં જરૂરી છે.
લિપસ્ટિક લગાવતાં પહેલાં લિપગ્લૉસ કદી યુઝ ન કરો.
કાજલ અને આઇશૅડો પણ વૉટરપ્રૂફ વાપરો.

હેપ્પી નવરાત્રી….!!!!

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment