લોકડાઉન દરમ્યાન ડેઝી શાહે કરી એક ક્યુટ અપીલ, સોશલ મીડિયા પર વિડીયો થયો વાયરલ

કોરોના વાયરસ સામે લડવા પૂરો દેશ એકસાથે છે. સામાન્ય માણસ હોઈ કે સેલિબ્રિટી દરેક તેના ઘરમાં રહી સોશલ મીડિયા નું પાલન કરી રહ્યા છે. લોકડાઉન માં ડેઝી શાહ ઘર પણ રહી કુકિંગ કરી રહી છે. વર્કઆઉટ કરી રહી છે અને ચાહકોને ફીટ રહેવાના તરીકાઓ જણાવી રહી છે.

ડેઝીએ પાછલા દિવસોમાં તેના ચાહકોને જણાવ્યું કે કેવી રીતે તેના ઘરના રીડિંગ કોર્નર તેના નવા દોસ્ત બની શકે છે. ડેઝી એ હાલમાં જ એક વિડીઓ શેર કર્યો છે જેને ઘણા લોકો લાઈક અને શેર કરી રહ્યા છે. આ વિડીઓમાં ડેઝી એક બાળક જેવો અભિનય કરતી જોવા મળી રહી છે. હકીકતમાં આ એક લીપ્સિંગ વિડીઓ છે.

વિડીઓમાં ડેઝી જણાવી રહી છે કે ના ઘરથી બહાર નીકળવું અને ના આઈસક્રીમ ખાવો છે. બાળક જેવા અવાજના બેકગ્રાઉન્ડ પર લીપ્સિંગ કરતી ડેઝી જણાવી રહી છે કે બહાર જવા પર અને આઈસ્ક્રીમ ખાવા પર પોલીસ મારશે. વિડીઓ માં ડેઝી એક મરાઠી બાળકની રીતે એક્ટિંગ કરી રહી છે. આ વિડીઓ તેના ચાહકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. વિડીઓ ના કેપ્શન માં ડેઝી એ લખ્યું કે- બાહેર જાઉં નાહી. લગભગ એક જ કલાકમાં આ વિડીયાને 2 લાખ થી વધુ લોકોએ લાઈક અને શેર કર્યો છે.

ગુજરાતી સિનેમામાં ડેબ્યુ-

વિડીઓ ના કોમેન્ટ બોક્ષમાં લોકોએ ઘણા બધા રિએકશન આપ્યા છે. લોકોએ ડેઝીની એક્શન અને જે વાતો એ વિડીઓ માં કરી રહી છે તેને ઘણું જ પસંદ કર્યું છે. ડેઝી છેલીવાર ફિલ્મ રેસ-3 માં કામ કરતી નઝર આવી હતી. આ ફિલ્મ માં તેણીએ સંજના સિંહ નો કિરદાર નિભાવ્યો હતો. વર્ષ ૨૦૧૯ માં તેણીએ ગુજરાતી સિનેમા માં ફિલ્મ ગુજરાત 11 થી ડેબ્યું કર્યું હતું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *