ગુજરાતના એક ખેડૂત જેમણે 10 હજાર રૂપિયાથી સીતાફળની ખેતીની શરૂઆત કરી, આજે લાખોની કમાણી થઈ રહી છે

ખેતી કરી મોટી કમાણી કરનાર ગુજરાતના ઘણા ખેડૂતોના નામ લઈ શકાય છે. અહી કાંદા, સીંગ, ટામેટા, ખજૂર વગેરેની મોટી સંખ્યામાં ખેતી થાય છે. તેવીજ રીતે ફળની પણ થાય છે. અહી મનસુખ દુધાત્રા વીરપુરના એક એવા ખેડૂત છે, જેણે 5 વર્ષ પેહલા સીતાફળની ખેતી શરૂ કરી હતી. ત્યારે તેમણે લગભગ 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ત્યારબાદ છેલ્લા 3 થી 4 વર્ષમાં ઉત્પાદન વધાર્યું. હવે તેમની પાસે એક એક કિલો વજનના સીતાફળ મળી રહ્યા છે અને તેની ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુબઈ સુધી માંગ છે.

ગુજરાતના ખેડૂતની કમાલ

મનસુખ દુધાત્રાના દીકરા કેતન મુજબ, સીતાફળની તેના ખેતરમાં ઘણા પ્રકારની જાતો ઊગે છે. જેમાં 1-1 કિલો વાળા મોટા સીતાફળ છે, તેમાં દેશી સીતાફળની સરખામણીએ ઓછા બીજ હોય છે. આ 1 કિલો હાઈબ્રીડ સીતાફળમાં 15 – 20 બીજ હોય છે, જ્યારે દેશી સીતાફળમાં 35 થી 40 બીજ હોય છે. તે ખાવામાં ઘણા સ્વાદિષ્ટ પણ લાગે છે. તેથી તેની માંગ પણ વધારે છે. કેતન અત્યારે વર્ષમાં 10 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. ખાસકરીને માર્કેટિંગ દ્વારા સારી કમાણી થવા લાગી.

10 હજાર રૂપિયાના ખર્ચે ખેતી શરૂ કરી

મનસુખ દુધાત્રાએ કહ્યું કે, અગાઉ હું દેશી સીતાફળની ખેતી કરતો હતો. જેમાં ઉત્પાદન અને કમાણી બંને ઓછી હતી. ત્યારબાદમાં અમે હાઇબ્રિડ જાતની ખેતી શરૂ કરી. તેનો ફાયદો એ થયો કે અમારું ઉત્પાદન વધ્યું. ઘણા ફળો તો વજનના એક કિલો કરતાં વધુ વજનના નીકળતા.

મારા બંને દીકરા આ કામ કરે છે

દુધાત્રાએ કહ્યું, “ત્યારે અમે માર્કેટિંગ શરૂ કર્યું. મારા બંને દીકરાઓ ભણેલા છે, તેઓ નોકરી માટે ક્યાંય ગયા નથી. તેઓને આ કામમાં લગાવી દીધા. બંનેએ સાથે મળીને મારા માટે એક નર્સરી પણ તૈયાર કરી છે.

10 લાખથી પણ વધારે નફો થઇ રહ્યો છે

હાલમાં મનસુખ 10 વીઘા જમીનમાં બાગકામ કરે છે અને તેમાં સીતાફળ ની ખેતી વધારે થાય છે. તેમનું કહેવું છે કે તેઓ હજુ ખેતી વધારવા જઇ રહ્યા છે. તેની પાસે સીતાફળ ની દેશી અને હાઇબ્રીડ સહિત ઘણા પ્રકારની વેરાયટી છે. જેમાંથી 900 હાઈબ્રિડ પ્રકારના વૃક્ષ છે અને ઘણા દેશી પ્રકારના પણ છે.

વિવિધ પ્રકારના સીતાફળ છે

તેના બગીચામાંથી દરરોજ 35 થી 40 કિલો સીતાફળ નીકળે છે, અને બજારમાં 40 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી પ્રતિ કિલો વેચાય રહ્યા છે. તેમણે કહ્યું કે દેશી સીતાફળ બે થી ત્રણ દિવસ સુધી ચાલે છે જ્યારે હાઈબ્રીડ પ્રકારના 10 થી 15 દિવસ સુધી સુરક્ષિત રહે છે. હવે શિયાળામાં ફળો ઓછા જ ખરાબ થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Comment