હાલની પાકિસ્તાનની પરિસ્થિતિ જોઇને દિલમાં દયા આવી જશે – ભારતની દુશ્મની પડી મોંઘી

પુલવામાં આંતકી હુમલાનો જડબાતોડ જવાબ પાકિસ્તાનને મળ્યો છે. સીમા પર હજુ પણ તનાવ બનેલો રહે છે. પાકિસ્તાનને તેને કરેલી કરતૂતને પરિણામે ઘણી તકલીફ ભોગવવી પડી. હજુ આવનારા સમયમાં પણ કોઈ અસહ્ય હરકત થશે તો તેનો જવાબ પાકિસ્તાને ભોગવવો પડશે.

ખબર એવી મેળે છે કે, પાકિસ્તાન હાલ ડરની સ્થિતિમાં જીવી રહ્યું છે. સીમા પરના પાક. સૈનિકોને ડર લાગી રહ્યો છે અને સીમા પર સુરક્ષાના પગલે ડરી ડરીને સમય પસાર કરે છે. ભારતની કાર્યવાહીના ડરથી પાક.માં તેની સીમા પર ગોળા બારૂદ જમા કરી લીધા છે.

પાકિસ્તાન હાલ ડરની પરિસ્થિતિમાંથી પસાર થાય છે. જેનું સબૂત એ વાત આપે છે કે, એક મીડિયા રીપોર્ટ મુજબ પાકિસ્તાને ભારે હથિયારો અને ગોળા બારૂદને તેની બોર્ડર પર જમા કરી દીધા છે. પાક. સેનાએ લગભગ એક લાખ આર્ટીલરી શેલ અલગ-અલગ સેક્ટરમાં જમા કર્યા છે.

અત્યારે તો પાકિસ્તાનની કોઈ ચલ કામયાબ થતી નથી. થોડા સમય પહેલા ભારતે પાકિસ્તાનની એક આર્મી પોસ્ટ તબાહ કતરી નાખી હતી. ત્યારે પણ પાક. કઇ જ કરી શક્યું ન હતું. ભારત પાકિસ્તાનને મુહતોડ જવાબ આપી દે છે અને હજુ આવનારા સમયમાં પાક.ને સાફ કરવાનો ઈરાદો લઈને બેઠેલા ભારતીય લોકો અને હિન્દુસ્તાની સેનાએ ભારત માતાની કસમ લીધી છે.

બોર્ડર પર ઘણીવાર સામ સામે ફાયરીંગની સ્થિતિ હાલ બને છે અને ફરો વિરામ પણ થઇ જાય છે. ગોળી બારના સમાચાર મીડિયા ચેનલો અને ન્યુઝપેપરમાં છાપતા હોય છે પણ પાક. એક પણ કામમાં હવે સકસેસ થાય એમ નથી. ભારતની શાંતિ છીનવે તેની હાલત ખરાબ થઇ જાય છે એ વાત પાક્કી.

નરેન્દ્ર મોદીએ પણ ભારતીય સૈન્યને સાફ કહ્યું છે કે, હવે સમય શાંતિનો નથી. સમો વળતો જવાબ આપવાનો છે. પાક.માં ચાલતા આંતકી સંગઠનોને પણ જાણ થઈ છે કે ભારત હવે અમને નહીં છોડે. એક-એક આંતકીઓને ઘરમાં ઘૂસીને ઉડાવી નાખવાની હિંમત ભારત રાખે છે.

હિન્દુસ્તાનીનો અવાજ જ એક જ છે કે, ‘ભારતનો વિજય’ એટલે તો ભારતે વળતા જવાબના હુમલાનો દર આજ સુધી પાક.ને સતાવે છે. પાક. સેનાએ બોર્ડર પર હથિયારો અને ગોળા બારૂદને તૈયાર રાખ્યા છે. કારણ કે, તે પણ જાણે છે હવે ભારત નહીં છોડશે નહીં. પાક.ની પ્રજા ડરની સ્થિતિ વચ્ચે હાલ જીવી રહી છે. ગમે ત્યારે શું થાય તેનો કોઈ અંદાજ નથી.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment