રામબાણ થી ઓછું નથી વાળ માટે દહી, ચાલો જાણીએ તેના થી થતાં ફાયદા..

પ્રોટીન નો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે દહી. તે વાળ ને પોષણ પ્રદાન કરે છે. જેનાથી વાળ ને વધવામાં મદદ મળે છે.

કોઈ વ્યક્તિ ની સુંદરતા ને નિખારવામાં વાળ ની ભૂમિકા મહત્વ ની હોય છે. સફેદ વાળ થી લઈ ને વાળ ઉતરવા ની સમસ્યા આજ કાળ નોર્મલ થઈ ગઈ છે. પણ આ સમસ્યા માટે લોકો એટલા બધા ગંભીર નથી કારણકે લોકો ની જીવન શૈલી જ ખૂબ ખરાબ થઈ ગઈ છે. ચિંતા, હાર્મોન્સ માં ગડબડ,ખાવા પીવા ની ખોટી આદતો, પરુ કે ખોડો, વગેરે હેર ની સમસ્યા ના મુખ્ય કારણ છે. કેમિકલ યુક્ત પ્રોડક્ટ ના વપરાશ થી પણ વાળ ને નુકશાન થાય છે.

Image Source

ચાલો જાણીએ દહી કેવી રીતે ઉપયોગી બને છે વાળ માટે..

વાળ નો વિકાસ જલ્દી થાય છે.

Image Source

દહી માં lactic acid હોય છે. જે વાળ ની પાંથી ને સાફ રાખવામાં મદદ કરે છે. દહી ના ઉપયોગ થી મૃત ચામડી ના સેલ પણ નાશ પામે છે. આનાથી વાળ ની જડો મજબૂત થાય છે. જેનાથી વાળ નો વિકાસ જલ્દી થાય છે. દહી દૂધ માથી બનવાને કારણે તેમાં જિંક અને બાયોટીન જેવા પોષક તત્વો પણ મળી રહે છે.

ખોડા માથી મળશે રાહત.

Image Source

વાળ માટે દહી ખૂબ જ લાભકારી છે. જેને ખોડો વધુ થતો હોય તે લોકો એ દહી નો વપરાશ કરવો. ખોડા માં અમુક જાત ના બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા દહી માં પ્રાકૃતિક રીતે જ હોય છે. આના થી ખોડા ની સમસ્યા દૂર થઈ જાય છે.

વાળ ચમકીલા થશે.

Image Source

દહી માં moisturizer ના ગુણ પણ રહેલા હોય છે. વાળ પર દહી લગાવા થી ના તો વાળ મુલાયમ થાય છે પણ સાથે જ ચમકી પણ ઉઠે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment