સ્વાદના શોખીનો માટે સ્પે. દહીં ગ્રેવી વાનગી – હોટેલની વાનગી જેવો ચટાકેદાર સ્વાદ ઘરબેઠા મળશે…

ચોકલેટ, આઈસ્ક્રીમ કે ફાસ્ટફૂડના શોખીન હોય છે એવી રીતે અમુક લોકો દહીંના પણ શોખીન હોય છે. તેને દહીંમાંથી બનાવેલી વાનગીઓ વધુ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આમ પણ દહીં ડાયટ પ્લાન માટે બેસ્ટ છે. પણ અમુક લોકો એવા હોય છે જેને સહેજે પણ દહીંનો સ્વાદ પસંદ આવતો નથી. તો આજની સ્પે. રેસીપી છે એવા જ લોકો માટે…,

આજના આર્ટીકલમાં દહીંની સ્પે. રેસીપી જાણવા મળશે. તમારે બસ આર્ટીકલને અંત સુધી વાંચવાનો છે. અહીં જે રેસીપી માટેની સામગ્રી બતાવી છે, તે ત્રણ લોકો માટેની જણાવી છે. તમે વ્યક્તિ મુજબ સામગ્રી લઈને ઘરે જ સરસ મજાની સ્વાદિષ્ટ દહીંની વાનગી બનાવી શકો છો.

સામગ્રી :

 • ૨૦૦ ગ્રામ દહીં
 • ૧-૨ ચમચી તેલ
 • ૧-૨ ચમચી હિંગ
 • આખું જીરૂ અડધી ચમચી
 • હળદર પાઉડર અડધી ચમચી
 • ધાણાજીરૂ અડધી ચમચી
 • ૨ ચમચી ચણાનો લોટ
 • આદુની પેસ્ટ કરી નાખવી
 • ૨-૪ બારીક કાપેલ લીલા મરચા
 • ૨-૪ મરચા પાઉડર
 • સ્વાદ મુજબનું નમક
 • ગરમ મસાલો અડધી ચમચી
 • પાણી
 • કડાઈ

અહીં, જણાવીએ દહીંની જબરદસ્ત રેસીપી, જે સ્વાદમાં એટલી બેસ્ટ છે કે હર કોઈ વ્યક્તિને દાઢે લાગે તેવો સ્વાદ છે.

 • સૌ પ્રથમ દહીંને તપેલીમાં લઈને તેને ખુબ જ હલાવવું.
 • ફરી તેમાં બરાબરનું જોઈતા મુજબનું પાણી ઉમેરી દહીંને ઘટ્ટ બનાવવું.
 • કડાઈમાં તેલ નાખીને ગરમ કરો. જયારે તેલ ગરમ થઇ જાય તો તેમાં હીંગ અને આખું જીરૂ ઉમેરવું.
 • જીરૂ ફૂટવા લાગે ત્યારે હળદર પાઉડર, ધાણાજીરૂ, આદુની પેસ્ટ, લાલ મરચા અને ચણાનો લોટ નાખીને તળી લેવું.
 • ત્યારબાદ તેમાં દહીંનો મઠો ઉમેરી ચમચા કે ચમચીથી હલાવતા રહો. એક ઉભેરો આવે ત્યાં સુધી હલાવવું.
 • લાસ્ટ સ્ટેપમાં નમક, લાલ મરચું અને ગરમ મસાલો નાખી દેવો. એક મિનીટ સુધી પકાવવું. ઉપરથી લીલી કોથમીર પણ છાંટી શકાય છે.

લો તૈયાર થઇ ગઈ તમારી ફેવરીટ દહીંની રેસીપી એ પણ ઝડપથી તેમજ ચટાકેદાર સ્વાદની દહીં રેસીપી. ઘરના સભ્યો ચાખશે તો ખુશ થઇ જશે. આવનાર ફ્રી ટાઇમમાં ગૃહિણી આ રીતે દહીંની નવી રેસીપી બનાવી શકે છે.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!