સાંજના નાસ્તાને સ્વાદિષ્ટ બનાવે છે, આ ચીઝી કોર્ન કટલેટ નોન્ધીલો રેસીપી😋

ચીઝથી બનેલી વસ્તુ તો આજ કલ બધાને જ પસંદ હોય છે, અને ચીઝની સાથે મકાઈનો સ્વાદ ભળી જાય તો વાત જ કઈ બીજી હોય. આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ ચીઝ કોર્ન કટલેટ. પાર્ટીનું સ્ટાર્ટર હોય કે કઈ સારો નાસ્તો ખાવાનું મન થાય તો બનાવો સરળ રીતે ચીઝ કોર્ન કટલેટ. ચીઝમાં ખુબ જ કેલ્શિયમ હોય છે જે દૂધ જેવી તાકાત આપે છે અને મકાઈ તો સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી હોય છે તો આવો બનાવીએ બંનેને ભેળવીને કોઈક હેલ્દી કટલેટ.

બે લોકો માટે.

બનાવવામાં લાગતો સમય ૨ મિનિટ

ડીશ માટે સામગ્રી

મીઠી મકાઈ- ૨ કપ

મોઝરેલા ચીઝ- ૧ કપ

મીઠું- સ્વાદ પ્રમાણે

ઓર્ગેનિક સીઝનિંગ- અડધી ચમચી

ચિલ્લી ફ્લેક્સ- અડધી ચમચી

કોથમીર- ૧ ચમચી

તેલ- ગ્રીસ કરવા માટે

બનાવવાની વિધિ

૧. સૌથી પહેલા મીઠી મકાઈના દાણાને મિક્સરમાં અડકચરા ક્રશ કરી લ્યો અને એક બાઉલમાં કાઢી લ્યો.

૨. હવે પીસેલી મકાઈમાં ચીઝને છીણીને નાખો અને સાથે જ અડધી ચમચી મીઠું (મીઠું થોડું ઓછું જ નાખો કેમ કે ચીઝમાં પહેલાથી મીઠું હોય છે). ઓર્ગેનિક સીઝનિંગ અને ચિલ્લી ફ્લેક્સ નાખો. સાથે જ કોથમીરને નાખીને ભેળવી, મૂકી દયો.

૩. હવે અપ્પમની પેન લઈને તેમાં હલકું હલકું તેલ લગાડો અને કોર્ન ચીઝના બોલ બનાવી તેમાં શેકો… એક તરફ શેકાઈ ગયા પછી કટલેટને બીજી બાજુ ફેરવીને શેકી લ્યો.

૪. જયારે કટલેટ બંને બાજુ શેકાઈ જાય પછી ટામેટો સોસ કે લીલી ચટણી સાથે પીરસો.

લો તૈયાર છે તમારી હેલ્દી અને ટેસ્ટી મોઢામાં ભળી જવાવાળી ચીઝ કોર્ન કટલેટ.

અપ્પમ પેનમાં બનેલી હોવાથી એમાં તેલ ઓછું હોય છે, એટલે સ્વાસ્થ્ય સાથે કોઈ સમજોતા ન કરવી પડે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

 

Leave a Comment