સ્વાસ્થ્ય માટે ક્રેનબૅરી ખૂબ જ ફાયદાકારક છે, તેનો આહારમાં જરૂર સમાવેશ કરો

સ્વાસ્થ્ય માટે ક્રેનબૅરી ખૂબ જ ફાયદાકારક છે, તેનો આહારમાં જરૂર સમાવેશ કરો.

Image Source

આપણી આજુબાજુ એવા ઘણા ફળ છે જેના સેવનથી શરીરને ઘણા લાભ મળે છે. તમે લગભગ બધા ફળોથી પરિચિત હશો પરંતુ આ લેખમાં અમે જે ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ફળનું નામ છે ક્રેનબૅરી ફળ. આ ફળ ભલે જોવામાં નાનુ હોય છે પરંતુ શરીર સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને તેના સેવનથી દૂર કરી શકાય છે. પોષક તત્વ અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપુર હોવાને કારણે ઘણીવાર તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. શિયાળાની ઋતુમાં તેનું સેવન સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ પણ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ક્રેનબૅરી બીજા કયા રૂપે સ્વાસ્થય માટે ઉતમ છે.

વજન ઓછું કરે:

જી હા, ક્રેનબૅરીના નિયમિત સેવનથી વધતા વજનને પણ ઓછું કરી શકાય છે. કહેવામાં આવે છે કે ક્રેનબૅરીનો રસ શરીરમાં રહેલ ચરબીને ઓછી કરે છે, જેના કારણે વજન ઓછું કરી શકાય છે. તે ફાઈબર યુક્ત ફળ પણ છે, જેના લીધે વજન વધવા દેતું નથી. તેના નિયમિત સેવનથી પેટ પણ ભરેલું રહે છે. તમે તેને ફળ અથવા જ્યુસ રૂપે સેવન કરી શકો છો.

દાંત માટે:

ક્રેનબૅરીને દાંતોના રોગોને દૂર કરવા માટે સારું માનવામાં આવે છે. ક્રેનબૅરીમાં રહેલ તત્વો દાંતોને સમયની પહેલા તૂટતાં અને પેઢાને મજબૂત કરવા માટે ઉપયોગમાં આવે છે. તેના નિયમિત સેવનથી આ દાંતની સમસ્યાઓ ઉપરાંત અન્ય ઘણા પ્રકારના દાંતોની સંભાળ તે ફળ કરે છે. તેના માટે તમે જ્યુસ પણ બનાવીને સેવન કરી શકો છો.

શરદી તાવ થી દૂર રાખે:

ક્રેનબૅરી એટલે કરમદા શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસ જેવા રોગો સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેના સિવાય તેમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ શરીરને ગરમ રાખવાની સાથે યાદશક્તિમા પણ વધારો કરવા માટે તેનું નિયમિત સેવન કરવું જોઈએ. ઘણા લોકો તેનો ઉપયોગ યુટીઆઇની સમસ્યાને દૂર કરવા માટે પણ કરે છે.

ત્વચા માટે:

કહેવામાં આવે છે કે ક્રેનબૅરીમાં એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે, જે ત્વચાને યુવાન અને તાજી રાખે છે. ઘણા લોકો ત્વચા પરથી દાગ અને ધબ્બાને સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. ક્રેનબૅરી ફળમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ અને એસ્ટ્રિજન્ટ્સ ત્વચા પર થનારી ફોડલીઓથી છુટકારો મેળવવા માટે પણ મદદરૂપ માનવામાં આવે છે.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો “ફકત ગુજરાતી” સાથે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment