તમારી આ પાંચ સામાન્ય ટેવો જે કોરોના સંક્રમણ ને વધારી શકે છે

કોરોના વાયરસનો બીજો તબક્કો જોખમી સ્વરૂપ લઈ રહ્યો છે. દરરોજ સંપૂર્ણ દેશમાંથી કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે દરેક વ્યક્તિના મનમાં કોવિડ 19 ને લઈને એક ડર બેસેલો છે, પરંતુ મુશ્કેલ સમયમાં આ ડર પર કાબૂ રાખી તમારે બસ થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે. જેનાથી તમારી રોગપ્રિકારક શક્તિ મજબૂત રહે અને ચેપનું જોખમ ઓછું થઈ શકે. આપણી ઘણી નાની-નાની આદતો કોરોના ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. તેવી કેટલીક સામાન્ય આદતો, અમે તમને જણાવી રહ્યા છીએ

બહારથી આવીને હાથ ન ધોવા -:

જો તમે ઘર કે બજારમાં પણ ગયા છો, તો પાછા આવ્યા પછી હાથ જરૂર ધોવો. હાથ ન ધોવાથી લોકો કોરોનાના જોખમને વધારો આપે છે. બજારમાં કોઈ વસ્તુને અડવાથી અથવા લોકોના સંપર્કમાં આવવાથી જોખમ વધી શકે છે.

મોઢેથી પેકેટ ખોલવું -:

સામાન્ય રીતે કેટલાક લોકોની ટેવ હોય છે કે હાથથી પેકેટ ન ખોલીને, તે મોઢાથી પેકેટ ખોલે છે. કોરોના ચેપનું કારણ આ પણ બની શકે છે કેમકે તમે જાણતા નથી કે સામાનનું પેકેટ કયા વ્યક્તિના હાથમાંથી પસાર થઈને આવ્યું છે.

વારંવાર આંખોને સ્પર્શ કરવી -:

આંખો પર હાથ મુકવો એ પણ સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી. કામની વચ્ચે વારંવાર આંખોને સ્પર્શ કરતા રેહવાથી પણ ચેપનું જોખમ રહે છે. આ ટેવને છોડવામાં જ ભલાઈ છે કારણ કે આખ એ નાક ની નજદીક છે.

દિવસ દરમિયાન પથારીમાં રહેવું અથવા પ્રવૃત્તિ ન કરવી -:

પથારીમાં બેસીને સતત કામ કરતું રહેવું અથવા કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરવી એ પણ તમારી રોગપ્રિકારક શક્તિ ને નબળી કરી શકે છે. તેનાથી ન ફક્ત તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે પરંતુ કોરોનાનું જોખમ પણ વધી શકે  છે.

સ્ટ્રીટ ફૂડ અથવા બહારથી વસ્તુઓ લાવીને તરત જ ખાવી -:

તમે શાકભાજી ખરીદો કે પછી ફળ, તમારે લાવતાની સાથે જ બહારની વસ્તુઓને ખાવી જોઈએ નહીં. તમારે ઘરે આવીને વસ્તુને ધોવાની સાથે હાથ પણ જરૂર ધોવા જોઈએ, જેથી જોખમ વધે નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment