રિલેશનશિપમાં જોડાયા પછી પણ કપલે આ આદતો તો બદલવી ના જોઈએ

બની શકે કે તમારી ઘણી બધી વાતો તમારા પાર્ટનરને પસંદ હોતી નથી, જેને તમે બદલવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે રિલેશનશિપમાં હોવા છતાં પણ એવી પણ કેટલીક વસ્તુ છે, જેને કપલે ક્યારેય ન બદલવી જોઈએ.

Image Source

સંબંધમાં તાલમેલ બેસાડવા માટે તમને સોશિયલ મીડિયા પર ઘણીબધી જ્ઞાનની વાતો મળી જશે, પરંતુ રિલેશનમાં રહેતા કઈ વસ્તુઓને ક્યારેય ન બદલવી જોઈએ તે કોઈ જણાવશે નહિ. પરંતુ, સબંધોની ભાગદોડને સાંભળવા માટે જે લોકો તેમના સાથીને સંપૂર્ણ રીતે બદલવા પર ભાર આપે છે તેને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આમ કરવાથી ન ફકત તમારા બંનેના સબંધ તુટવાની અણી પર આવી જશે પરંતુ સંબંધમાં રહેવા છતાં તમે એકબીજા પર ભારરૂપ બની જશો. તમારા સાથીને બદલવનો પ્રયત્ન કરવો એ કોઈપણ સારા સંબંધ નો ભાગ નથી. પરંતુ સંબંધમાં રહ્યા પછી પોતાને મહત્વ આપવું એ સંપૂર્ણ રીતે વ્યાજબી છે.

વ્યક્તિત્વ સંબંધોમાં મધુરતા બનાવે:

Image Source

આજના સમયમાં એવા લોકોના સબંધ સૌથી સારા છે, જે સંબંધની શરૂઆતથી જ તેમના સાથી સાથે તેવોજ વ્યવહાર કરી રહ્યા છે જેવા તે છે. તેવા લોકોનું ફકત વ્યક્તિત્વ જ સામે નથી આવતું પરંતુ સામે વાળા લોકોને પણ જાણ થાય છે કે તેમના સાથીને કઈ વસ્તુ પસંદ આવશે અને કઈ નહિ. તેથી કોઈપણ સબંધ માટે પોતાને બદલવાનું ક્યારેય ન વિચારો.

શોખ એક મોટી વસ્તુ છે:

Image Source

જો સબંધમાં જોડાયા પછી તમારે તે શોખ સાથેના સંબંધો તોડવા પડે છે, જે તમારા સ્મિતનું કારણ છે તો અમારો વિશ્વાસ કરો કે તમને તમારા સાથીના રૂપમાં અત્યાર સુધી સાચો પ્રેમ મળ્યો નથી. આપણે એ વાત માનીએ છીએ કે જ્યારે બે લોકો સબંધમાં જોડાય છે તો તેના વચ્ચે ઘણીબધી વાતો હોય છે જે ક્યારેક ક્યારેક સાથીને પસંદ આવતી નથી પરંતુ જો તમારો સાથી તમારા શોખમાં જ ભૂલો કાઢવાનું શરૂ કરી દે છે તો તે બિલકુલ છોડવા જેવું નથી. તેથી સંબંધોને લીધે પોતાની રૂચિઓને છોડવાની ભૂલ બિલકુલ ન કરવી.

આત્મવિશ્વાસ સાથે સંબંધ મજબૂત થશે:

Image Source

જો તમારા સાથી સાથે આસપાસ રહેવાથી તમે પોતાને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરો છો તો તમે એકદમ સાચા વ્યક્તિ સાથે છો. જ્યારે તેઓને લાગે છે કે તેઓ જીવનસાથીની સામે આત્મવિશ્વાસ લાવવામાં અસમર્થ છે ત્યારે તેમને સંબંધમાં મુસાફરી કરવી મુશ્કેલ લાગે છે. આવા લોકો અન્ય કામો કરવા માટે માત્ર તેમના જીવનસાથી પર નિર્ભર હોય છે પણ તેઓ એકલતાનો પણ ભોગ બને છે. આવી સ્થિતિમાં, સંબંધમાં જોડાયા પછી પણ પોતાની સ્વતંત્રતાનું ધ્યાન રાખો અને સાથે તમારા સાથીને પણ જણાવો કે તમને શું ગમે છે અને શું નહીં.

મિત્રોને છોડશો નહીં:

Image Source

તે લોકો ક્યારેય પણ સારા સાથી બની શકતા નથી જે થોડી ક્ષણોના પ્રેમ માટે પોતાના મિત્રોને છોડી દે છે. આવા લોકો સાથીને છેતર્યા પછી ફક્ત ખરાબ રીતે તૂટી જતા નથી, પરંતુ તે સૌથી વધુ એકલતાનું કારણ પણ બને છે. ભલે તમારા સાથીને તમારા મિત્રો પસંદ ન હોય પરંતુ તમે તેમને કહો કે તેઓ તમારી સાથે સાથે તેમને પોતાના મિત્રો સાથે વિતાવવો પણ ગમે છે.

જીવન લક્ષ્યો વગર અધૂરું છે:

Image Source

લક્ષ્ય ભલે સાથી સાથે લવ મેરેજ કરવાનું હોય કે પછી કંપનીમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું, લક્ષ્ય વગર આપણા બધાનું જીવન સંપૂર્ણ રીતે અધૂરું છે. એવામાં જે યુગલો સંબંધોની શરૂઆતમાં જ તેમની કારકિર્દી કે કામને ગૌણ સમજે છે તેવા લોકો પાસે પછતાવા સિવાય બીજું કંઈ રેહતું નથી.

જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે જોડાયેલ રહો “ફકત ગુજરાતી” સાથે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *